________________
હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ
૩૬૩
બૌદ્ધ લોક જાતિને માનતા નથી. આથી તેઓ એમ માને છે કે કોઈ જન્મથી દ્ધ હોતું નથી. શુભાકર ગુમના આદિકમંરચના' નામ ની બૌદ્ધ સ્મૃતિની પ્રમાણે જે બુધ, ધર્મ અને સંઘ એ ત્રણનું શરણ લે છે તે જ બૌદ્ધ છે.
આદિમાં બૌદ્ધ ધર્મ સંન્યાસીઓનો ધર્મ હતો. જે સંન્યાસ લેવા ઇચ્છા ધરાવતો તેને એક સંન્યાસીને ગુરુ – મુરબ્બી તરીકે ગ્રહણ કરી સંન્યાસીઓના વિહારમાં જવું પડતું. બૌદ્ધ સંન્યાસીને ‘ભિ', સમૂહને સંઘ, ભિક્ષુઓના નિવાસસ્થાનને ‘સંઘારામ' અને અંધારામની મધ્યમાં આવેલા મંદિરને વિહાર” કહેવામાં આવતાં.
શિષ્યને સ્થવિર (વૃદ્ધ ભિક્ષ) કંઈ : શ્ર કરે છે તે સમયે પાંચ ભિક્ષુ બીજા પણ પાસે ઊભા રહે છે. નામ, ઠામ શું છે, કોઈ કઠિન રોગ તો નથી થયો ? કોઈ વખતે
જદંડ તો થયો નથી ? રાજકર્મચારી તો નથી ? ભિક્ષાપાત્ર છે કે નહિ ? ચીવર છે કે નહિ ? આવી જાતના તે પ્રશ્નો હોય છે. આ પૂછયા પછી સંઘને પૂછવામાં આવે છે કે “આપ કહો કે આ મનુષ્યને સંઘમાં દાખલ કરવો કે નહિ ?' આ ત્રણ વખત પૂછડ્યા પછી જો કોઈ વિરોધ લેતો નથી તો તેને ઉપાધ્યાયને સોંપવામાં આવતો અને તેની પાસે તે સંન્યાસી ધર્મનાં કર્તવ્ય શોખતો હતો. શીખી રહ્યા પછી તેમાં અને ઉપાધ્યાયમાં કોઈ જાતનો ભેદ રહેતો નહિ. બંનેના અધિકાર સંઘમાં સરખા થઈ જતા. મહાયાન સંપ્રદાયમાં બૌદ્ધ ઉપાધ્યાયને “કલ્યાણમિત્ર” કહે છે. આથી માલુમ પડે છે કે તેનો ગુરુશિષ્ય જેવો સંબંધ નથી; પરલોકની કલ્યાણ કામનામાં ગુરુ શિષ્યનો કેવલ મિત્ર છે. આ સંપ્રદાયના અનુયાયી દર્શનશાસ્ત્રની ઘણી ચર્ચા કરે છે.
ધીમેધીમે જ્યારે એક મોટો સમૂહ ગૃહસ્થભિક્ષુ થઈ બેઠો ત્યારે દર્શનશાસ્ત્ર શીખવું અને યોગ ધ્યાન કરવું કઠિન પ વા લાગ્યું. તે સમયે “મંત્રયાન'ની ઉત્પત્તિ થઈ. એક મંત્રનો જાપ કરવાથી બધા ધર્મકર્મોનાં ફલ મળી શકે છે. આવો વિશ્વાસ વધતો ગયો અને તેની સાથે વારુશિષ્યનો સંબંધ બહુ દઢ થઈ ગયો, અને આગળ જતાં તેરો ગુરુભક્તિની – મૂરવાની મયાદા બાંધી. ભારતના એક સંપ્રદાયમાં હજુ પણ આ પ્રકારનો વિશ્વાસ પ્રચલિત છે કે શિષ્ય ગુરનો દાસ છે, તેની પાસે જે કંઈ છે તે સર્વ – પોતે તેમજ પોતાની સ્ત્રી કન્યા સુધ્ધાંત સર્વ ગુરુનું છે. આ મતનું મૂળ ‘મયાન છે.
‘વજયાન' સંપ્રદાયમાં ગુરની પ્રતિષ્ઠા તેથી પણ વિશેષ વધી ગઈ ને ગુરુ ઈશ્વર તુલ્ય બની ગયા.
‘સહજયાનમાં ગુના ઉપદેશ જ સર્વસ્વ છે. ગુરુના ઉપદેશથી જો મહાપાપ પણ કરવામાં આવે તો તેથી મહાપુણ્ય થાય છે. આ રીતે બૌદ્ધ ધર્મના પરિવર્તનની સાથેસાથે નું સંમાન પણ વધતું ચાલ્યું.
‘કાલચક્રયાનમાં ગુરુને અવલોકિતેશ્વરનો અવતાર માનવામાં આવે છે, ‘લામાયાન'માં તો સર્વ લામાઓ કોઈ ને કોઈ બોધિસત્વનો અવતાર હોય છે.
‘લામાયાન' આગળ જતાં દલાઈ લામાયાન'ના રૂપમાં પરિણમ્યો. તે અવલોકિતેશ્વરનો Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org