________________
જૈન અને બૌદ્ધમત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
એક સમયે તુર્કીસ્તાન, અફગાનિસ્તાન અને બલુચિસ્તાનમાં બૌદ્ધ ધર્મનો સાર રીતે પ્રસાર થયો હતો. ત્યાંથી બૌદ્ધ ધર્મ ઈરાન અને કાનના પશ્ચિમ ભાગમાં ફેલાયો હતો. રોમન કેથોલિક ખ્રિસ્તીઓના ઘણા આચાર વિચાર, પૂજાપદ્ધતિઓ બૌદ્ધોનાં જેવાં જ છે. તેના સેઇન્ટ બાર્લામ (Barlaam) અને જોસેફત્ (Josaplat એ બે મહાત્મા બૌદ્ધ અને બોધિસત્ત્વ શબ્દનાં કેવલ રૂપાન્તર છે.
૩૬૨
ભારતવર્ષીય હિન્દુઓના ધર્મ અને આચાર-વ્યવહારમાં બૌદ્ધ મત અને તેના ભાવ હજુપણ ગુપ્તપણે ચાલ્યા આવ્યા છે. બંગાલાના ધર્મઠાકુરને પૂજનાર બૌદ્ધ જ છે. વિઠોબા અને બિલ દેવતાઓના ભક્ત પોતાનો પરિચય બૌદ્ધ-વૈષ્ણવ કહીને આપે છે. બંગાળીઓના તંત્રશાસ્ત્રમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
સિંહલદ્વીપમાં જે બૌદ્ધ ધર્મ પ્રચલિત છે તે કેટલીક ધર્મનીતિઓનો સમૂહમાત્ર છે. નેપાલના બૌદ્ધ ધર્મમાં દર્શનતત્ત્વોની અધિકતા છે, અને તે વિજ્ઞાનમૂલક છે. બ્રહ્મદેશમાં પૂજાપાઠોની અધિકતા છે. તિબેટના બૌદ્ધ કાલિપૂજા કરે છે, મંત્રતંત્ર બોલે છે, હોમ-જપ કરે છે અને મનુષ્યપૂજા કરે છે. ચીન દેશના બૌદ્ધ સર્વ જાતના જીવોની હિંસા કરે છે અને બધી જાતનાં માંસ ખાય છે. જાપાનના અને ચીનના બૌદ્ધ અનેક દેવ-દેવીઓની ઉપાસના કરે છે. બૌદ્ધ ધર્મ કોઈ સ્થલે પૂર્વપુરુષોની ઉપાસના સાથે, કોઈ સ્થલે ભૂતપ્રેતોની ઉપાસના સાથે, અને કોઈ જગાએ દેહતત્ત્વની ઉપાસના સાથે મિશ્રિત થઈ ગયો છે. કોઈ સ્થલે શુદ્ધ-બુદ્ધે ઉપદેશ્યા પ્રમાણે અને કોઈ સ્થલે નાગાર્જુનના ઉપદેશાનુસાર ચાલે છે. બુદ્ધદેવના ઉપદેશોનો પ્રચાર જ્યારે જે દેશમાં થયો, ત્યારે તે દેશની પ્રચલિત ભાષામાં તે લખાયેલો છે; અને તે એટલે સુધી કે ઇરાનની ભાષામાં અને રોમની ભાષામાં પણ લખાયેલા છે. ‘વિમલપ્રભા’ નામના એક પુસ્તકથી આ વાતની હમણાં પત્તો લાગ્યો છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં બૌદ્ધોનાં ઘણાં સંગીતો મળી આવ્યાં છે.
બૌદ્ધ કેને કહેવો એ સંબંધે અનેક મુનિઓના અનેક મત છે. જો સંસારત્યાગ કરી મઠોમાં વાસ કરનારા સાધુને જ બૌદ્ધ કહેવામાં આવે તો પછી ગૃહસ્થ બૌદ્ધોને બૌદ્ધ કહી ન શકાય. જો પંચશીલ (હિંસા નિહ કરવી, જૂઠું નિહ બોલવું, ચોરી નિહ કરવી, દારૂ નહિ પીવો, વ્યભિચાર નહિ કરવો) ગ્રહણ કરનાર જ બૌદ્ધ કહેવાય તો પછી વ્યાધ, ધીવર (શિકારી, માછીમાર) આદિને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કરવાનો અધિકાર રહેતો નથી. નેપાલ અને તિબેટ આદિના બૌદ્ધોના મતથી આખી પૃથ્વીના લોક બૌદ્ધ છે. લંકાનિવાસી કેવલ પોતાનો જ ઉદ્ધાર છે એ પર નિશ્ચિત છે. નેપાલી અને તિબેટ કહે છે કે જે બોધિસત્ત્વ થશે તેને જગત્નો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લેવી જ પડશે. આ કારણથી નેપાલ અને તિબેટના બૌદ્ધ પોતાને મહાયાન' અને લંકાના બોદ્ધોને ‘હીનયાન’ સંપ્રદાયના કહેવડાવે છે. ‘યાન'નો અર્થ પંથ યા મત. યાન - માર્ગ અથવા વાહન બૌદ્ધોના પ્રધાન ગ્રંથનું નામ પ્રજ્ઞા પારમિતા છે અને તેનાં અનેક સંસ્કરણ થયાં છે. સેંકડો હજારો લોકો તેમાં છે. એનો પ્રધાન આદેશ એ છે કે ‘સર્વ જીવો પર કરુણા કરો.' બૌદ્ધોની કરુણા ઘણી ગંભીર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org