________________
ભ્રમણજીવન : શોધ : તત્ત્વપ્રાપ્તિ : દીક્ષા
૨૮૫
(શ્રેષ્ય, શ્રેણિક) બિમ્બિયારે આ મહાપુરુષને પોતાના રાજમહેલ પરથી માર્ગે જતાં જોતાં પોતાના માણસ પાસે બોલાવી મંગાવ્યા. તે ભિક્ષા લઈ શહેર બહાર નીકળી ગયેલા હોવાથી રાજા પોતે પાંડવ નામના પર્વતમાં તેમની પાસે ગયો. બંને વચ્ચે સંવાદ થતાં રાજાએ પોતાનું સર્વ રાજ્ય આપવા તૈયાર છે માટે ક્ષત્રિયધર્મ સ્વીકારવા આગ્રહ કર્યો, પરંતુ તેમણે નિર્વાણ પ્રાપ્ત કરવાના માર્ગ વચ્ચે ન આવવા જણાવ્યું. દઢતા પાસે મહાલાલચ નિફળ નીવડી. (જુઓ સુત્તનિપાતમાંનું પમ્બક્કા સુત્ત)
અહીંથી આગળ જતાં જ્યાં આળાર (કોઈ આરાડ કહે છે) કાલામ અને રામપુત્ર ઉદ્રક કે જે વિદ્વાન બ્રાહ્મણો હતા અને તત્ત્વજ્ઞાનીઓ કહેવાતા હતા ત્યાં બુદ્ધ આવી તેમની પાસેથી તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેવા માંડ્યું. તેમની પાસેથી સમાપત્તિ (સમાધિ)ની જુદીજુદી અવસ્થાઓ જાણી. તેઓના વિચારો જાણ્યા. આ સંબંધે બુ સચ્ચક નામના એક નિગ્રન્થ (જૈન) પંડિત કે જે વૈશાલી નગરીમાં રહેતો હતો અને જેને અગ્નિવેસ્સન પણ કહેતા હતા તેને ઉદ્દેશીને જે કહ્યું તે અહીં જણાવવું યોગ્ય થશે : (જુઓ મઝિમનિકાયમનું મહાસચ્ચક સુત્ત).
(૧) “હે અગ્નિવેસ્સન ! આ પ્રમાણે પ્રવજ્યા ધારણ કરી હું ઘરમાંથી બહાર પડ્યો. પરમ સુખાવહ કઈ વસ્તુ છે તેની શોધ હું કરતો હતો, – અનુત્તર શ્રેષ્ઠ શાન્તિસ્થાનનો પત્તો મેળવવા હું ફરતો હતો એવા સમયમાં આળાર કાલામ પાસે આવી મેં કહ્યું હે કાલામ ! આપના આ ધર્મપંથમાં પ્રવેશ કરવાની મારી ઇચ્છા છે.” ત્યારે કાલાએ કહ્યું, “આયુષ્યનું ! તું આ મત પ્રમાણે અનુસર. વિદ્વાન્ મનુષ્ય આ મત પ્રમાણે ચાલે છે તો તે અમારું તત્ત્વ શું છે તે જાણી શકે છે.” તુરત જ આધાર કાલામનું તત્ત્વજ્ઞાન હું શીખ્યો. વાદવિવાદ કરવામાં ચાલાક થયો, પણ તે બધું “પોપટ પંખી જેવું હતું. કાલામના બીજા શિષ્યો પણ મારા જેવા જ પોપટિયા જ્ઞાનમાં પ્રવીણ હતા. આ પોપટિયા જ્ઞાનથી મારું સમાધાન થયું નહિ. મેં મારા મનમાં એવો વિચાર કર્યો કે કાલામને અનુભવજ્ઞાન થયું નથી; તેને આ તત્ત્વજ્ઞાનનો પૂર્ણ અનુભવ મળવો જોઈએ; એટલે મેં કાલામ પાસે જઈ એવો પ્રશ્નો કર્યો કે “અરે કાલામ ! આ તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્કાર તમને કેવી રીતે થયો ?” ત્યારે કાલામે મને આકિંચન્યાયતન નામની સમાધિ શીખવી. આથી મેં વિચાર્યું કે કાલામને જેવી શ્રદ્ધા છે તેવી જ મને છે, જેવો તેનો ઉત્સાહ છે તેવો જ મારે છે, જેવો તેનો વિવેક (સ્મૃતિ) છે તેવી જ રીતે મને છે અને જેવી તેની એકાગ્રતાશક્તિ (સમાધિ) છે તેવી જ મારે છે. જેથી તેને પ્રજ્ઞાન છે. તેવી મારામાં છે તો પછી તેની પેઠે હું પણ કેમ સાક્ષાત્કાર કરી ન શકું ? આવો વિચાર કરી છે અગિકેસન, થોડા જ વખતમાં આકિંચન્ય સમાધિ સાધ્ય કરી. (આથી વૃત્તિશૂન્ય મન થાય છે), અને કાલામને તેની ખબર આપી, કે તરત જ તેણે કહ્યું કે “જે સમાધિનો મને સાક્ષાત્કાર થયો છે તે સમાધિનો તને થયો છે, જે હું જાણું છું તે તું જાણે છે, મારી અને તારી યોગ્યતા હવે સરખી છે તો આજથી તું અને હું આ પંથના મુખી થઈએ અને આ શિષ્યોને શીખવીએ.” આ પ્રમાણે કાલામે મારું બહુમાન કર્યું.
(૨) આ પછી ઉદ્દક (ઉદ્રક) રામપુત્ર પાસે ગયો; તેણે મને નૈવસંજ્ઞાનાસંજ્ઞાયતન નામની સમાધિ (કે જે સમાધિની છેવટની હદ છે) શીખવી અને થોડા સમયમાં મને સાધ્ય Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org