________________
૨૮૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો
ગૃહત્યાગ - મહાભિનિષ્ક્રમણ ગૌતમ પોતાના શયનગૃહમાં ગયો અને વિચારમાં પડ્યો. સર્વ સ્વજન ગાઢ નિદ્રામાં જતા હતા, રાત્રિ વ્યતીત થતી હતી. પરંતુ પોતાને ઊંઘ આવી નહિ, આખર ત્યાગનો પૂર્ણ નિશ્ચય થયો. સારથિ ચત્રને કંથક નામનો અશ્વ સજજ કરવાનું કહ્યું અને તે દરમ્યાન પોતાની પ્રિય પત્નીનું અંતિમ દર્શન કરવાનું અને તેને પોતાનો નિશ્ચય જણાવવાનું મન થયું એટલે જ્યાં પુત્ર રાહુલ સહિત યશોધરા સૂતી હતી ત્યાં ગયો, અને તેમને ગાઢ નિદ્રામાં સૂતેલાં જોયાં એટલે વિચાર થયો કે જો હું તેમને જાગ્રત કરી મારો નિશ્ચય જણાવીશ તો વધુ મોહજાળમાં લપટાવાનો ભય રહે છે, આથી તેને ન જગાડતાં તુરત જ મધ્યરાત્રીએ આષાઢશુદિ પૂર્ણિમાને દિને ચિત્ર સારથિ અને કંથક અશ્વને લઈ ગૃહ-શહેર-સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યો, અને 30 યોજન વટાવી અનોમા નામની નદી ઊતરી ત્યાં અટક્યો. આભૂષણો ચત્રને આપી દીધાં, મસ્તકના વાળ કાપી નાખ્યા અને રાજ્ય-વસ્ત્રો પણ તજી દીધાં. શ્રમણનાં ૩ વસ્ત્રો પહેર્યા અને ચત્રને ‘માતાપિતાને પ્રણામ કહેજે” એમ કહી વિદાય કર્યો. આ ગૃહત્યાગને અભિનિષ્ક્રમણ અથવા મહાભિનિષ્ક્રિમણ કહેવામાં આવે છે.
આ વાતનું વર્ણન બુદ્ધના શબ્દોમાં નીચે પ્રમાણે છે. (મજિઝમનિકોયમાંથી અરિયપરિયેસન સુત્ત જુઓ.)
હે ભિક્ષઓ ! હું પણ સંબોધિજ્ઞાન થવાની પૂર્વે બોધિસત્તાવસ્થામાં, સ્વતઃ જન્મધર્મી હતો તે કારણે જન્મના ફેરામાં સપડાયેલી વસ્તુઓ (પુત્ર, દારા, દાસી, દાસ વગેરે)ની પાછળ લાગ્યો હતો, તેમાં વાસના રહી હતી (એટલે મારા સુખનું અવલંબન તેના પર છે એવું મને લાગતું હતું.) સ્વતઃ જરાધમ હોવાથી, વ્યાધિધર્મી હોવાથી, મરણધર્મી હોવાથી, શોકધર્મી હોવાથી જરા, વ્યાધિ, મરણ, અને શોકના ફેરામાં પડેલી વસ્તુઓ પાછળ લાગ્યો હતો. તેવામાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે હું સ્વતઃ જન્મ, જરા, મરણ, વ્યાધિ, અને શોક સાથે સંબદ્ધ હોવાથી તેની સાથે સંબંધ ધરાવનાર પુત્ર-દારા આદિની પાછળ લાગ્યો છું એ ઠીક નથી, તો પછી આ જન્મજરાદિથી થનારી હાનિ જોઈને અજાત, અજર, અવ્યાધિ, અમર અને અશોક એવા પરમ શ્રેષ્ઠ નિર્વાણપદનો શોધ કરવો એ જ મારે યોગ્ય છે.
હે ભિક્ષુઓ ! આવો વિચાર કરતાં કરતાં કેટલોક કાલ ગયો, તે વખતે હું તરણ હતો, અને મારો એક પણ વાળ સફેદ થયો ન હતો અને ભરજુવાનીમાં મારાં માબાપ મને રજા આપતાં નહિ હતાં, આંખમાંથી નીકળતા અશ્રુપ્રવાહથી તેમનાં વદન ભીંજાયેલાં હતાં, તે રોતાં હતાં, તોપણ (તે સર્વની પરવા કર્યા વગર) શિરોમંડન કરી કાષાય વસ્ત્રથ દેહ ઢાંકી ઘરમાંથી બહાર નીકળ્યો. (સંન્યાસી. થયો.)”
ભ્રમણજીવન : શોધ : તત્ત્વપ્રાપ્તિ : દીક્ષા હાથમાં ભિક્ષાપાત્ર લઈ અનુપિયના આમ્રવનમાં એક અઠવાડિયું ગાળી ત્યાંથી મગધના પાટનગર રાજગૃહમાં એક દિનની મુસાફરી કરી આવ્યા. ત્યાંના રાજા સેનિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org