________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
થઈ. તે તેને જણાવતાં મારો તેણે પણ સત્કાર કર્યો અને તે આચાર્ય અને શિષ્યનો ભેદ ગયો. આથી પણ મારી તૃપ્ત થઈ નહિ અને નિર્વાણપ્રાપ્તિ હજી ઘણી દૂર છે એમ જાણી તેને પણ મેં છોડી દીધો. અને મહાવધાન -- મહાન પરિશ્રમ કરવા આગળ ચાલ્યો.
૨૮૬
–
“આ પ્રમાણે હું પરમ સુખ - પરમશાંતિના નિર્વાણની શોધ અર્થે મગધ દેશમાં ફરતાં ઉરૂવેલા (ઉવિલ્વા ગયા પાસે) આવ્યો. આ પ્રદેશ અત્યંત રમણીય હતો. અહીં શ્વાસોચ્છ્વાસને અંકુશમાં રાખવાની પ્રક્રિયા શરૂ કરી. આથી મસ્તકમાં ભયંકર વેદના ઊઠી અને પેટમાં દાહ થયો. સર્વ અંગમાં પણ દાહ થતો હતો, પરંતુ મારો ઉત્સાહ દૃઢ હતો, જાગૃતિ કાયમ હતી, દેહ માત્ર દુર્બલ થયો હતો. આટલી દુઃખકારક વેદના થયા છતાં મારા ચિત્તનું પરિણામ એ જ રહ્યું ત્યારપછી આહાર ઓછો કરવાનો નિશ્ચય કર્યો. મગ કે કળથીના પાણીથી ચલાવ્યું. આથી અત્યંત કૃશ દેહ થયો. હાથ-પગ પાતળા થયા, બરડાનાં હાડકાં બહાર દેખાવા લાગ્યાં. પાંસળીઓ ખળભળી ગઈ, આંખ ઊંડી ઊતરી ગઈ. અંગની કાન્તિ કરમાઈ ગઈ, પેટ અને પીઠ એક થયાં. આ વેળાએ મારા મનમાં એ વિચાર આવ્યો કે ‘જે અત્યંત દુઃખકારક વેદના મેં અનુભવી છે તે કરતાં વધુ દુઃખકારક વેદના કોઈ બીજા શ્રમણ કે બ્રાહ્મણે અનુભવી નહિ હોય. પરંતુ આ દુષ્કર કર્મથી લોકોત્તર ધર્મજ્ઞાન પ્રાપ્ત થશે એમ મને લાગતું નથી. આ કરતાં બીજો નિર્વાણપ્રાપ્તિનો માર્ગ હશે કે નહિ ?’ (ઘર છોડ્યા પહેલાં હું) મારા પિતા સાથે ખેતરમાં ગયો હતો ત્યાં જંબુવૃક્ષની છાયાએ બેસી પ્રથમ ધ્યાનની સમાધિ સાધી હતી તેની મને સ્મૃતિ છે તો તે નિર્વાણનો માર્ગ નહિ હોય ? આથી એ માર્ગ ખો હશે એમ મને લાગ્યું. મેં મારા મનમાં કહ્યું કે હું શા માટે સમાધિસુખથી બીઉં છું ? તે મોજમજાથી મળતું સુખ નથી, તેમજ પાપકારક નથી તો આવા સુખથી બીવાથી કંઈ સરવાનું નથી; પરંતુ આ દુર્બલ દેહને સુખ સાધ્ય થનાર નથી તો દેહનું સંરક્ષણ કરવા અન્ન પણ ખાવું જોઈએ.
“ત્યાર પછી અન્નસેવન કરવા લાગ્યો. મારી સેવા અર્થે પાંચ ભિક્ષુ (પંચવગ્ગિય – કૌડિન્ય અને બીજા) રહેતા હતા. મને જે ધર્મજ્ઞાન થશે તે પોતાને કહેવામાં આવશે એવું તેમને લાગ્યું હતું, પરંતુ મેં અન્નસેવન કરવા માંડ્યું કે તેમને નિરાશા થઈ અને આ તો ઢોંગી છે એમ સમજી મને છોડી ચાલતા થયા. આ અન્નગ્રહણથી ધીમે ધીમે મારા દેહમાં શક્તિ આવી અને સમાધિસુખનો અનુભવ કરવા લાગ્યો.” આ પ્રમાણે૧ ૧. આ બંને યોગમાર્ગના પ્રવર્તક હતા. બુદ્ઘચરિતમાં સાંખ્યમત પ્રવર્તક તરીકે જણાવેલ છે. અને તે પરથી બૌદ્ધ ધર્મ સાંખ્યમાંથી નીકળ્યો છે એવું કેટલાક પાશ્ચાત્ય પંડિત કહે છે, પરંતુ આ સંબંધીનો આધાર તિપિટકમાંથી મળતો નથી. કાલામ વૈશાલીમાં ઘણા શિષ્યો સહિત રહેતો હતો. તે આત્મા શાશ્વત છે અને ઉપાધિથી મુક્ત થતાં પૂર્ણ મુક્તિ પામે છે એવું માનતો હતો. ઉદ્રક આત્મભાવ પર વિશેષ ભાર આપી કર્મનાં પરિણામે આત્મા સુખદુઃખ પામે છે અને જન્માંતર લે છે એ જણાવતો હતો. બુદ્ધે આત્માનો અને આત્માનો એક જન્મથી બીજો જન્મ થાય છે તે વાતનો નિષેધ કરી તેનો કર્મવાદ કાયમ રાખ્યો. બુદ્ધે જણાવ્યું કે કર્મ છે પણ આત્મા કર્મનો કર્તા નથી. પુનર્જન્મ છે પણ એક જન્મનો આત્મા પોતે બીજો જન્મ લેતો નથી, કારણકે ‘હું કહું છું, હું કરું છું,’ એમાં જે ‘હું’નો ભાવ છે તે મિથ્યા છે. એ ખરો હોય તો હુંભાવથી મુક્તિ ન થાય. આમ અન્ય બૌદ્ધ ગ્રંથમાંથી હકીકત મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org