________________
જૈન યોગમાર્ગ
૨૦૯
કરવું અને તેઓનો અવસર – સંજોગ પ્રાપ્ત ન થાય તો ચિત્તમાં તેમને આરોપી નમન કરવું. તેમનો ઊભા થઈ સત્કાર કરવો, વિનયથી ભાષણ કરવું, આસન-ભોજનાદિ આપવાં વગેરે.
(બ) દેવપૂજન દ્રવ્યથી અને ભાવથી થાય છે. દ્રવ્યથી વિશિષ્ટ વસ્તુ ઉપચારથી - ઉત્તમ પુષ્પ, બલિ, વગેરેથી પૂજા કરવી તે. અને ભાવપૂર્વક મનમાં તેઓને સ્થાન આપવું તે. જેવા કે સ્તોત્રાદિ સ્તુતિ અને ધ્યાનથી ભાવવું તેને ભાવપૂજન કહે છે. જો અમુક દેવમાં સવના ગુણો હોવાનો નિર્ણય ન થઈ શક્યો હોય તો પ્રશસ્ત આશયવાળા ગૃહસ્થે સર્વ દેવની પૂજા કરવી. અમુક એક જ દેવને નમસ્કાર કરવાની આગ્રહબુદ્ધિ કરતાં આવી ઓઘદષ્ટિથી સર્વદેવોને નમસ્કાર કરવા તે અપેક્ષાએ સારું છે. શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે : “જે એક જ દેવને ન વળગી રહેતાં સર્વ દેવને નમસ્કાર કરે તે જિતેન્દ્રિય અને જિતક્રોધ જનો ઉત્તમ ગતિ પામે છે. આને માટે શાસ્ત્રકાર ચારિસંજીવની ચાર ન્યાય બતાવે છે. આ રીતે કરવાથી માર્ગદર્શીપણું આવે છે. અને વિશેષ બોધ થતાં સર્વ કરતાં અમુક દેવ ગુણથી અધિક છે એમ નિશ્ચય થાય છે – સદેવતત્ત્વનું જ્ઞાન થાય છે ત્યારે અન્યનો દેષ કર્યા વિના જ તે દેવ ઉપર પૂર્ણ શ્રદ્ધારૂપ ઇષ્ટ સિદ્ધિ થાય છે.
(ક) અન્યપૂજન – એટલે પાત્ર એના વ્રતસ્થ પુરુષો કે જે વિશેષે ભિક્ષામાત્રથી નિર્વાહ કરે છે તે તથા પોતાના સિદ્ધાંતાનુસાર અવિરુદ્ધ આચરણ આચરે છે તે પ્રત્યે, તેમજ દીન એવા અંધ, વ્યાધિગ્રસ્ત, ગરીબ, નિર્વાહ કરવામાં અશક્ત એવા પ્રત્યે, પોતાના કુટુંબ આદિ પોષ્ય વર્ગનું પોષણ કરવામાં બાધ ન આવે એવી રીતે ધર્મથી અવિરુદ્ધપણે એટલે દેનાર અને લેનારને દોષ ન આવે એવી રીતે દાન કરવું એ પણ પૂજનપ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવના એ ચાર અંગવાળા ધર્મનું પ્રથમ અંગ १. सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः ।
જિતેન્દ્રિય નિતwોધા દુષ્પતિતત્તિ તે . યોગબિંદુ. ૧૧૮ ૨. આ ન્યાય આ પ્રમાણે છે : એક ગામમાં એક બ્રાહ્મણની પુત્રીને એક બહેનપણી હતી તે પરણી એટલે જુદી પડી, ને બ્રાહ્મણીનો પતિ તેને તેની સખી પાસે જવા ન દે તેથી તે ઘણી ક્લેશ પામવા લાગી. એવામાં બ્રાહ્મણને ઘેર પરોણા આવ્યા. તેમણે તેને ઉદાસ દેખી કારણ પૂછતાં એક ઔષધિ આપીને કહ્યું કે આનાથી તારો પતિ બળદ થઈ જશે. પરોણા ગયા પછી બ્રાહ્મણીએ ઔષધિ અજમાવી તો બ્રાહ્મણ બળદ થઈ ગયો. પછી ઘણો પશ્ચાત્તાપ કરતી તેને જંગલમાં ઘાસ ચરાવતી ફરે પણ કાંઈ વળે નહિ. એવામાં એક વડની હેઠે બેઠી હતી ત્યાં આકાશગામી જોડલું તેની શાખામાં આવી બેઠું. તેમણે પરસ્પર વાત કરી કે આ બળદ ખરો બળદ નથી, પણ પુરુષ છે અને જો આ વડ નીચે સંજીવની ઔષધિ છે તે સુંઘે તો પુરુષ થાય. આ પ્રમાણે બ્રાહ્મણીએ સાંભળતાં તે કઈ ઔષધિ છે તે ખબર ન હોવા છતાં બધી વનસ્પતિ તે ઝાડ નીચે હતી તે ખવરાવી અને એને ચરાવતાં ચરાવતાં – ચારો આવતાં તે બળદ પુરુષ થઈ ગયો. જેમ આ પુરુષને પેલી સખી પાસે લઈ જવા બળદ કર્યો અને ચરાવ્યો (ચારિ) અને સંજીવની ઔષધનો ચારો (ચાર) કરાવ્યો ને તે પુરુષ થયો. (તે ચારિસંજીવની ચાર ન્યાય કહેવાય છે.) તે પ્રમાણે ગુરુ બળદ જેવા શિષ્યને વિવિધ દેવના પૂજનાદિમાં ચારતે ચારતે છેવટ સમ્યગ્દવતારૂપી સંજીવની બતાવે છે. અને યોગ્ય જ્ઞાન ઉપર લઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org