________________
મહાવીરનું જીવન
૯૧
મારે શું આવી પડ્યું ? (ધર્મસંકટ જેવું !) એક તરફ આ માતાનો આગ્રહ છે અને બીજી તરફ આ સંસારપરિભ્રમણનો ભય છે. માતાને દુઃખ થાય છે એવી શંકાથી હું ગર્ભમાં પણ અંગ સંકોચીને રહ્યો હતો. તો હવે તેમની મનોવૃત્તિ દુભાય નહીં તેવી રીતે ગૃહવાસમાં પણ મારે રહેવું જોઈએ. વળી મારે ભોગફલકર્મ પણ બાકી છે અને માતપિતા પણ માન્ય છે.” આ પ્રમાણે ચિંતવીને પ્રભુએ માતાના તે શાસનને માન્ય
જે પ્રકારનું પૂર્વ પ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેને પ્રસંગમાં જાગ્રત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિ વિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વે સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે; તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે છે. મહાવીરનો વૈરાગ્ય – પરમાર્થજીવન
જે સત્યરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને અનંતો લાભ પ્રાપ્ત થયો છે. પુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે, તેમની વાણી નીકળે છે. તેઓ કોઈ જીવને દીક્ષા લે તેવું કહે નહીં. તીર્થકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેદવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે, બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કારણ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે, પુરુષ કે સમકિતીને પણ એવી ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની ખાતર ઉપદેશ દે છે. મહાવીરસ્વામી ગૃહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા.
હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થહેતુથી નીકળે છે. અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણ ગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાની પુરુષની ખરી ખૂબી એ છે કે, તેમણે અનાદિથી નહીં ટળેલા એવા રાગ, દ્વેષ ને અજ્ઞાન તેને છેદીભેદી નાંખ્યા છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં; છતાં તેમની દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે
સ્વાવલંબન
વીર દીક્ષા લઈ જ્યારે પ્રથમ વિહાર કરવા લાગ્યા ત્યારે શદ્ર વીરને વિનતિ કરી કે “હે ભગવન્ ! તમારા પૂર્વજન્મોનાં બહુ અશાતા વેદનીયાદિ કઠિન કર્મોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org