________________
૯૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
બંધન છે, તેથી આપને છvસ્થાવસ્થામાં ઘણા ભારી ઉપસર્ગ થશે જેથી આપની અનુમતિ હોય તો હું તમારી સાથે ને સાથે રહું અને તમારા સર્વ ઉપસર્ગ ટાળું – દૂર
વીર – “ઈદ્ર ! આ વાત કદાપિ અતીત કાલમાં થઈ નથી, હમણાં પણ થાય નહીં અને અનાગતકાલમાં પણ થવાની નથી કે કોઈપણ દેવેંદ્ર અસુરેદ્રાદિકની સાહાયથી તીર્થકર કર્મક્ષય કરીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરી શકે, કિંતુ સર્વ તીર્થકર પોતાના પરાક્રમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી હું પણ બીજાની સાહાય વિના સ્વપરાક્રમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીશ.' શ્રી મહાવીરનું મૌનવ્રત
જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈપણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમજ જિન જેવાએ એ પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે. જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે; – વર્તાવું ઘટે છે. નિર્મોહી મહાવીર - સમતાવંત પ્રભુ – કરુણાનિધિ ભગવાનું
શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ – પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે. આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી ? તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તો તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં. પણ જોકે દેવતા તે ભાગી જાત. મોહનીયના મળને મૂળથી નાશ કર્યો છે અર્થાત્ મોહને જીત્યો છે તે મોહ કેમ કરે ? સકલાર્વતુમાં શ્રી વીરપ્રભુની સ્તુતિના સંબંધમાં લખેલું છે :
कृतापराधेऽपि जने कृपामंथरतारयोः ।
ईषद् वाष्पार्द्रयोर्भद्रं श्री वीरजिननेत्रयोः ।। - અપરાધ કરવાવાળા જીવો ઉપર પણ દયાથી નમ્ર અને અશ્રુથી આર્ટ એવા શ્રી વીર ભગવાનનાં નેત્રો સર્વનાં કલ્યાણ માટે થાઓ !
योऽनिष्टदुष्टेष्वपि शिष्टभावात् सुदृष्टिरासीत्स्वगुणैर्विशिष्टः ।
स वर्धमानो मम वर्धमानं प्रयच्छतु स्वच्छमतुच्छबोधम् ।। – જે અનિષ્ટ કરનાર દુષ્ટો પર પણ પોતાના શિષ્ટ ભાવથી સુદષ્ટિવાળા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org