________________
ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ
૪૫
પોષાયેલો માટે) થયો. (પછી વલ્કલચીરીને કેવલજ્ઞાન થાય છે.) પછી સોમચંદ્ર મુનિ મહાવીર ત્યાં આવતાં દીક્ષા લે છે. પ્રસન્નચંદ્ર પણ દીક્ષા લે છે. ઉગ્ર ધ્યાન કરતાં તે પણ રાજર્ષિ કહેવાયા અને છેવટે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
શ્વેતાંબી નગરી - જેબૂદ્વીપના ભારતવર્ષમાં કૈક્યાદ્ધ દેશમાં આ નગરી રાજધાની હતી. અહીં અધર્મીનો શિરોમણિ, જેના હસ્ત નિરંતર રુધિરથી લેવાયેલા જ રહે છે એવો, પરલોકની દરકાર વિનાનો અને પુણ્યપાપમાં નિરપેક્ષ એવો પ્રદેશ નામનો રાજા હતો. આ વખતે શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેના સહવાસથી પ્રદેશી રાજાનો મંત્રી નામે ચિત્રસારથિ જૈનધર્માનુયાયી થયો. ત્યારપછી પાર્શ્વનાથ સંતાનીય કેશિ કુમાર મુનિ આવ્યા અને તેની સાથે રાજાએ સંવાદ કર્યો – તે વાદ પરલોક, આત્મા, વગેરે સંબંધ છે અને તે સંવાદ રાજપ્રશ્રીય (રાજાના પ્રશ્નો જેમાં છે તે) સૂત્રમાં આપેલ છે. રાજાએ ગુરુની શિક્ષા ગ્રહણ કરી. પછી તેને તેની પટ્ટરાણી સૂર્યકાંતાએ અન્નમાં વિષ આપ્યું અને તે સમ્યક આલોચનાપૂર્વક ધર્મધ્યાનમાં મૃત્યુ પામ્યો.
અપાપા(પાપા)પુરી – અહીં રાજા હસ્તિપાળ હતો. તેણે છેલ્લી મહાવીરની દેશના સાંભળી એટલે તે પ્રતિબોધ પામ્યો અને દીક્ષા લઈ મોક્ષ ગયો. આને પાવાપુરી હાલ કહેવામાં આવે છે, પણ ગુજરાતની પાવાપુરી તે આ પાપાપુરી નથી તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
આ સિવાય કેટલાક રાજાનાં નામ આવે છે તે જણાવીએ. વણિક ગામમાં જિતશત્રુ નામે રાજા (કે જ્યાં આનંદ શ્રાવક વસતો હતો), ચંપા કે જેનો કામદેવ શ્રાવક રહેવાસી હતો તેનો જિતશત્રુ નામે રાજા, કાશી કે જેનો વાસી ચુલની પિતા શ્રાવક હતો તેનો જિતશત્રુ રાજા (આ કાશી ઉર્ફે વાણારસી ગંગાનદી કાંઠે આવેલ ઉત્તમ નગરી હતી અને તે કાશી દેશની રાજધાની હતી.) અને મિથિલા નગરીનો રાજા જનક (આ નગરી વિદેહ દેશની રાજધાની ગણાવેલી છે.).
મોટા રાજાઓ સિવાય નાની નાની રાજવંશી જાતિઓ હતી તે બૌદ્ધ ગ્રંથોમાંથી આ પ્રમાણે મળી આવે છે, અને તે જાતિઓના નાયકને પણ “રાજા” કહેવામાં આવતા.
૧. કપિલવસ્તુની શાક્ય-શાકીય કે જેમાં બુદ્ધનો જન્મ થયો હતો. ૨. સુંસુમાર પર્વતની ભગ ૩. અલકમ્પની બુલિ ૪. કેસપુત્તની કલામ ૫. રામગામની કોલિય ૬. કુસિનારાની મલ્લ ૭. પાવાની મલ્લ ૮. પિપ્પલીવનની મોરિય ૯. મિથિલાની વિદેહ (વજિજય) ૧૦. વેસાલીની લિચ્છવી (વર્જિય)
આમાં મહાવીર જે જાતિમાં જન્મ્યા હતા તે જ્ઞાતૃકજાતિ ઉમેરી શકાય અને ઉપર્યુક્તમાંના મધ્ય અને લિચ્છક (બૌદ્ધમાં લિચ્છવી) જાતિના નવ નવ રાજાઓ મળી ૧૮ રાજાઓએ પાવાપુરીમાં મહાવીરનું નિર્વાણ થતાં દીપમાલિકા રચી હતી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org