________________
૪૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
તેનું નામ આપ્યું. તેણે એક વૈરી રાજાનું રાજ્ય લઈ લીધું હતું, તેથી તે દુષ્ટ તેનું વેર લેવા ૧૨ વર્ષ સુધી સાધુવ્રત પાળી સાધુવેશમાં ઉદાયી રાજાનું ખૂન ધર્મક્રિયામાં હતો ત્યારે કર્યું હતું.
ચંપા (અંગદેશની રાજધાની) - તેના રાજા દધિવાહન સંબંધે કહેવાઈ ગયું છે. પણ યાદ રાખવાનું છે કે આ ચંપાથી કુણિકે વસાવેલી ચંપા તો ભિન્ન લાગે છે.
વૈશાલી (વત્સદેશની રાજધાની) - તેના રાજા ચેટક સંબંધે અને તેના નાશ સંબંધે પણ કહેવાઈ ગયું છે.
વીતભય (સિંધુ દેશનું પાટનગર) - તેના રાજા ઉદાયન સંબંધે પણ કહેવાઈ ગયું છે. તે રાજા ત્રણસો ત્રેસઠ નગરવાળા સિંધુ સૌવીર દેશનો રાજા હતો.
કોસાંબી (વત્સદેશની રાજધાની) – તેના રાજા શતાનીક અને પછી તેના પુત્ર ઉદાયન સંબંધે કહેવાઈ ગયું છે.
ઉજ્જયિની (અવંતી દેશની રાજધાની) – આના રાજા ચંડપ્રદ્યોત સંબંધે પણ કહેવાઈ ગયું છે.
આમ જે મહાન રાજાઓ હતા તે સંબંધે કંઈક જાણ્યું. હવે બીજા નાના રાજાઓ સંબંધે કંઈ જાણીએ :
| પૃષ્ઠ ચંપા નગરી – આ હિમાલય પર્વતની ઉત્તર તરફ આવેલી હતી. તેમાં શાલ (મોટો) અને મહાશાલ (નાનો) એમ બે ભાઈમાંથી શાલ રાજા હતો અને મહાશાલ યુવરાજ હતો. તે બંનેએ મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તેની બહેનનું નામ યશોમતી હતું. તેને પિઠર સાથે પરણાવી હતી અને તેથી ગાગલી નામે પુત્ર થયો. તે ગાગલી સાલ પછી ગાદી પર બેઠો હતો, અને તેણે પણ પોતાનાં માતાપિતા સહિત પોતાના પુત્રને ગાદી પર બેસાડી ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી હતી.
દશાર્ણ દેશ – તેમાં દશાર્ણ નામે નગર હતું. તેમાં દશાર્ણભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેની ઋદ્ધિ સમૃદ્ધિ ઘણી હતી. વીર પ્રભુ પાસે તે વંદન કરવા આવ્યો ત્યાં ઈદ્રની
દ્ધિ જોતાં તેનો મદ ગળી ગયો, અને દીક્ષા લીધી. આર્યદેશમાં આ દેશની પણ ગણતરી છે, પરંતુ તેના મુખ્ય નગર તરીકે મૃત્તિકાવતી એ નામ આપેલ છે.
આદ્ગક દેશ – તેમાં મુખ્ય નગર આર્દક હતું. ત્યાં આર્દક નામે રાજા અને તેને આર્તના નામે રાણી હતી. તે બંનેના પુત્રનું નામ આર્તકકુમાર પાડ્યું હતું. આ દેશની અનાર્ય દેશમાં ગણત્રી છે. આર્દક નગર બંદર હતું, કારણકે ત્યાંથી વહાણ મારફતે તે આર્દકકુમાર આર્ય દેશમાં આવ્યો હતો એવો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં છે. પહેલાં તેણે સ્વયમેવ દીક્ષા લીધા પછી ગૃહસ્થાશ્રમ સેવી પુનઃ વીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી.
પોતનપુર – આમાં સોમચંદ્ર રાજા રાજય કરતો હતો. તેને ધારણી નામે રાણીથી પ્રસન્નચંદ્ર નામે પુત્ર હતો. આ રાજા રાજ્યત્યાગ કરી નાની વયના પુત્રને ગાદી પર સ્થાપી વનમાં પરિવ્રાજક થયો અને રાણીની સાથે તાપસવ્રતથી ઝૂંપડામાં રહેવા લાગ્યો. (તાપસવ્રત કેવું હતું તે વિષે જણાવેલ છે કે ઝૂંપડી તે મહેલ, ઇંગુદી ફળના તેલના દીવા તે જ માણિક્યના દીપક, શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ અંતઃપુર, અને પક્ષીઓ, મૃગો તે પ્રીતિપાત્ર હતાં) અહીં રાણીથી બીજો પુત્ર નામે વલ્કલચીરી (તાપસના વલ્કલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org