________________
૪૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જણાવેલ છે. અને તે રાજા સંબંધે એવું વર્ણવેલું છે કે તેઓ પાવાપુરીમાં કોઈ કાર્ય માટે એકઠા થયેલા હતા અને કાશી-કોશલ દેશના રાજાઓ કે જેઓ વૈશાલીના રાજા ચેટક (ચેડા) રાજાની આજ્ઞા માનનારા હતા તેઓ હતા.
આ બધી બાબતનું વિશેષ જ્ઞાન કે ખબર જૈનોનાં અંગઉપાંગ જોયા તપાસ્યા વગર મળી શકે તેમ નથી.
પહેલાં હિંદુસ્તાન જંબુદ્વીપ કે ભરતવર્ષ – ભરતખંડ તરીકે બોલાવાતો અને વિખ્યાતિ પામ્યો હતો. હિંદુ એ નામ સિંધુ નદી પરથી પાછળથી થયું છે. જૈન ગ્રંથોમાં જંબુદ્વીપ એ નામ વારંવાર અને સ્થળે સ્થળે આવે છે. આમાં આર્ય અને અનાર્ય દેશ એવા ભાગ પડેલા છે. સભ્ય, ધર્મશીલ અને વિવેકી પ્રજાજન જ્યાં હોય તે દેશને આર્ય દેશ કહેવામાં આવતો.
૨. ભારતના ભિન્નભિન્ન દેશો હવે જુદાજુદા દેશો તરફ આવીએ. આર્ય દેશ :
आरात् हेयधर्मेम्यो याताः प्राप्ता उपादेयधमैरित्यार्याः - જેઓ હેય ધર્મથી દૂર ગયા છે અને જેમણે ઉપાદેય ધર્મ પ્રાપ્ત કર્યો છે તેને ‘આર્ય' કહેવામાં આવે છે. - પ્રજ્ઞાપના સૂત્ર. એ જ પ્રમાણે સૂત્રકૃતાંગમાં આચારાંગમાં કહ્યું છે કે –
आराद्रे याता गताः सर्वहेयधर्मेभ्यः જેઓ સર્વ હય-ત્યાજ્ય ધર્મથી દૂર ગયા છે તે આર્ય. તેથી વિપરીત તે અનાર્ય.
એ આર્ય જ્યાં વસે છે તેને આર્યક્ષેત્ર કહેવામાં આવે છે. તે દેશ ૨૫ સાડી પચવીશ કહ્યા છે.
रायगिह मगहचंपा, अंगा तह तामलित्ति बंगाय । कंचणपुरं कलिंगा, वाणारसी चेव कासीय ॥ १ ॥ साएय कोसला गयपूरं च कुरिसोरियं कुसढ्ढा य । कंपिल्लं पंचाला, अहिछत्ता जंगला चेव ।। २ ।। दारवती य सुरठ्ठा, मिहिल विदेहा य वच्छ कोसंबी । નંઢિપુરં સંડિછા, મદિપુરમેવ માયા ૫ | 3 || वइराड मच्छवरणा, अच्छा तह मतियावई दसणा । सोत्तियमइया चेदी, बीइभयं सिंधु सोवीरा ।। ४ ॥ महुरा य सूरसेणा, पावा भंगी य मास पुरिवथा । सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढा य ॥ ५ ॥ सेयंविया वियनगरी, केयइ अद्धं च आरीयं भणिय । एत्थुप्पत्ति जिणाणं, चक्कीणं रायकण्हाणं ॥ ६ ॥
- પ્રજ્ઞાપના ૧ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org