SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થધર્મ અને યતિધર્મ ૨૫૩ પ્રતિમામાં ચડતી પ્રતિમામાં તેથી ઊતરતી બધી પ્રતિમા સાચવવાની છે. તે દરેકની મુદત અનુક્રમે પહેલી ૧ માસ, બીજી ૨ માસ, એમ છેલ્લી ૧૧ માસ સુધી છે. આમ કરનાર પ્રતિમધારી શ્રાવક કહેવાય છે. છેલ્લી પ્રતિમા કર્યા પછી પૂર્ણભાવ થાય તો દીક્ષા લેવી, મુનિવ્રત સ્વીકારવું ઘટે છે. યતિધર્મ ઉપર પ્રમાણે દેશવિરતિ - શ્રાવક ગૃહસ્થાશ્રમને વિધિપૂર્વક સેવતો ચારિત્રમોહનીય રૂપ પાપકર્મથી મુકાય છે – મુક્ત થાય છે, અને ત્યાર પછી યતિધર્મ સ્વીકારવાની યોગ્યતા પામી પ્રવ્રજ્યા (પ્ર = પ્રકૃષ્ટપણે શુદ્ધ એવા ચારિત્રયોગને વજન એટલે ગમન કરવું એટલે “દક્ષા) ગ્રહણ કરે છે. વ્રજ્યાને યોગ્ય થવા માટેનાં લક્ષણો (૧) આર્યદેશોત્પન્ન (૨) વિશિષ્ટ જાતિકુલવાળો (૩) કર્મમલ પ્રાયઃ ક્ષીણ થયેલા છે એવો, (૪) વિમલબુદ્ધિ (પ) આ મનુષ્યજન્મ દુર્લભ છે, જન્મ કે મરણનું નિમિત્ત છે, લક્ષ્મી ચપલ છે, વિષયો દુઃખના હેતુ છે, સંયોગમાં વિયોગ રહેલ છે, પ્રતિક્ષણ મરણ થયા કરે છે, કર્મનાં ફલ દારુણ છે એ પ્રમાણે સંસારનું નિર્ગુણપણું જેણે જાણેલું છે તે. (૬) તેથી સંસારથી વિરક્ત (૭) ઓછા કષાયવાળો (૮) અલ્પ હાસ્યાદિ કરનાર (૯) કૃતજ્ઞ (૧૦) વિનીત (૧૧) દીક્ષા લીધા પહેલાં પણ રાજા, મંત્રી કે પૌરજનોએ માન્ય કરેલ (૧૨) કોઈમાં દ્રોહ નહિ કરનાર, (૧૩) કલ્યાણાંગ (૧૪) શ્રદ્ધાળુ (૧૫) સ્થિર (૧૬) આત્મસમર્પણ કરવા ગુરુ શરણે આવેલ – દીક્ષાને યોગ્ય છે. કેવા ગુરુ પાસે દીક્ષા લેવી ? (૧) વિધિપૂર્વક દીક્ષા જેણે લીધેલી છે તે, (૨) ગુરુકુલ જેણે સારી રીતે સેવ્યું છે તે, (૩) અખ્ખલિત શીલ પાળનાર, (૪) સારી રીતે આગમનું અધ્યયન જેણે કર્યું છે તે (૫) તેથી અતિ શુદ્ધ બોધથી તત્ત્વને જાણનાર, (૬) ઉપશાંત (૭) પ્રવચનવત્સલ (૮) સત્ત્વ માત્રના હિતમાં રત, (૯) જેનું વચન સ્વીકાર્ય છે તે (૧૦) ગુણીને અનુસરનાર (૧૧) ગંભીર (૧૨) અવિષાદી, (૧૩) ઉપશમ, લબ્ધિ આદિ ગુણોએ સહિત (૧૪) પ્રવચન (આગમ)ના અર્થનો વક્તા (૧૫) સ્વગુરુએ જેને ગુરુપદ આપેલ છે તે. આ ઉપરાંત દીક્ષાનો ઈચ્છક શિષ્ય નીચેના ગુણવાળો ન હોવો જોઈએ : (૧) બાલક (૮ વર્ષનો) (૨) વૃદ્ધ (૩) નપુંસક (૪) ક્લીબ (૫) જડ (૬) રોગી (૭) ચોર, (૮) રાજાનો અપકાર કરનાર (૯) ઉન્મત્ત (૧૦) અંધ (૧૧) દાસ (૧૨) કુષ્ઠી (૧૩) મૂઢ (૧૪) કરજદાર (૧૫) જાતિકર્મ અને શરીરથી દૂષિત (૧૬) કાંઈપણ સ્વાર્થથી બંધાયેલો (૧૭) અમુક દ્રવ્યના ઠરાવથી રાખેલો ચાકર અને (૧૮) માતપિતાદિકની રજા વગર આવનાર. આ પ્રમાણે શિષ્ય પોતે દીક્ષા લેવાને યોગ્ય હોય અને યોગ્ય ગુરુ પાસે વિધિથી દિક્ષા લઈ યતિધર્મ સ્વીકારે તે યતિ કહેવાય છે. એમનાં ૫ મહાવ્રત, 60 યતિધર્મ વગેરે સદ્ગુરુતત્વમાં સમજાવેલો છે, ainelibrary.org Jain Education International For Private & Personale Only
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy