________________
૨પર
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
એટલે આઠમ, ચૌદશ વગેરે પર્વ દિવસો, તેને વિષે ઉપ = સાથે નિવૃત્તિ પામ્યા છે દોષ જેના એવા પુરુષને આહારનો ત્યાગ કરવો વગેરે ગુણોની સાથે નિવાસ કરવો તે ઉપવાસ કહેવાય છે.) દોષથી નિવૃત્ત થઈ ગુણોની સાથે સારી રીતે રહેવું તે ઉપવાસ કહેવાય છે, ગુણ વિના માત્ર શરીરનું શોષણ કરવું તે ઉપવાસ કહેવાતો નથી. પોષધમાં ઉપવાસ તે પોષધોપવાસ કહેવાય છે. આને પ્રાકૃત ભાષામાં પોહ' કહે છે.
૧૨. અતિથિસંવિભાગ – અતિથિ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જે ઘેર આવે ત્યારે ભક્તિથી તેમની સામે ઊભા થવું, આસન આપવું, પગ ધોવા અને નમસ્કાર કરવો વગેરેથી તેમની પૂજા કરી પોતાની સમૃદ્ધિની શક્તિ પ્રમાણે અત્ર, પાન, વસ્ત્ર, ઔષધ અને સ્થાન વગેરે આપવાં તે અતિથિસંવિભાગ.
આ પ્રમાણે નિરતિચારપણે સમ્યકત્વ અને ઉક્ત બારે વ્રત પાળવા તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. અતિચાર ક્લિષ્ટ એવા મિથ્યાત્વાદિ કર્મના ઉદયથી થાય છે. માટે સમ્યક્ત્વ તેમજ ઉક્ત બાર વ્રત શાસ્ત્રવિહિત અનુષ્ઠાન વડે કરવાથી અતિચારનો જય થાય છે, માટે એ વિહિતાનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો અને સપ્ત વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. તે સમ વ્યસન – ધુત, માંસભક્ષણ, મદ્યપાન, વેશ્યારમણ, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન.
ગૃહસ્થધર્મમાં ઉચિત ષટ્કર્મ, એકાદશ પ્રતિમા પણ કહેલ છે.
ષકર્મ તે દેવપૂજા, ગુરુસેવા, સ્વાધ્યાય (વાચન, મનન, નિદિધ્યાસ), સંયમ (ઈદ્રિયદમન), તપ, અને દાન છે.'
૧૧ પ્રતિમા – પ્રતિમાનો અર્થ અહીં અભિગ્રહ એટલે નિયમવિશેષ છે.
(૧) દર્શનપ્રતિમા – સમ્યકત્વને તેના આગાર (છૂટ) સહિત ભય, લોભ આદિ દોષ વગર પાળવું ને ત્રિકાળ દેવપૂજા કરવી. (૨) વ્રતપ્રતિમા – પાંચ અણુવ્રત વિધિના વગર - અખંડિત પાળવાં. (૩) સામાયિકપ્રતિમા – સવાર ને સાંજ બે ઘડી એક આસનસ્થ રહી સામાયિક ક્રિયા કરવી. (૪) પૌષધપ્રતિમા – ચાર પર્વ તિથિએ (૨ આઠમ, ૨ પૂર્ણિમા,) અખંડિત ને પરિપૂર્ણ પૌષધ કરવો, (૫) કાયોત્સર્ગ (કાઉસગ્ગ) પ્રતિમા – રાત્રીએ ચાર જાતનાં આહાર તજી, દિવસે બ્રહ્મચર્ય પાળી ચારે પર્વતિથિએ રાત્રે કાઉસગ્ન કરી ધ્યાનમાં રહેવું. (૬) બ્રહ્મચર્યપ્રતિમા – નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું. (૭) સચિત્ત પરિહાર પ્રતિમા – સચિત્ત (સજીવ) વસ્તુઓ વર્જવી. (૮) આરંભપરિહાર પ્રતિમા – કાંઈપણ આરંભ ન કરવો, હિંસા થાય તેવી ક્રિયા ન કરવી. (૯) પ્રેષણ પરિહાર પ્રતિમા – અન્ય પાસે – નોકરાદિ પાસે આરંભ રૂપ ક્રિયા ન કરાવવી. (૧૦) ઉદિષ્ટ પરિહાર પ્રતિમા – મુંડન કરાવવું – યા શિખા જ રાખવી, સર્વ ગૃહકૃત્ય તજવું, કોઈ પૂછે તો કહેવું, અને પોતાના અર્થે કરેલ આહાર પણ તજવો. (૧૧) શ્રમણભૂત પ્રતિમા – ગૃહ તજી મુનિવેશ રાખી ભિક્ષા પર રહેવું અને ધર્મરત થવું તે. આ દરેક
१. देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः
दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने બ્રાહ્મણોમાં વિદપરંપરા અનુસરનારા માટે પણ ષટ્કર્મ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org