________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અવિદ્યાથી સંસ્કારોની ઉત્પત્તિ છે, અવિધાનો નાશ થયો એટલે સંસ્કારોનો નાશ થાય છે ઇત્યાદિ નિયમ બદલતા નથી; આથી આ માર્ગને ધર્મ નિયમતા' ‘ધર્મસ્થિતિ’ ઇત્યાદિ શબ્દો આપેલા છે. આ કાર્યકારણપરંપરા ઉપર સર્વ વસ્તુઓનો આધાર છે. આર્ય અષ્ટાંગિક માર્ગ જેમ સાધનમાર્ગમાં બંને અંત ટાળી મધ્યમવર્તી છે તેમ આ પ્રતીત્ય સમુત્પાદ તત્ત્વજ્ઞાનમાં મધ્યમવર્તી છે.
૩૧૬
આ જગ શાશ્વત છે કે અશાશ્વત, આ જગનો અંત થનાર છે કે નહિ, શરીર અને જીવ એક છે કે ભિન્ન, પ્રાણી મરણ પછી ઉત્પન્ન થાય છે કે નહિ ઇત્યાદિ પ્રશ્ન ઉકેલવામાં પરિશ્રમ સેવવાથી બૌદ્ધ મત પ્રમાણે પ્રજ્ઞાપ્રાપ્તિને મોટો બાધ આવે છે, કારણ કે તે પ્રશ્નો યોગ્ય રીતિએ કરેલા નથી, તેથી તે પ્રશ્નોને એક બાજુ મૂકીને પ્રતીત્ય સમુત્પાદનું યથાર્થજ્ઞાન મેળવી પ્રજ્ઞાને પૂર્ણતાએ લઈ જવી આવશ્યક છે. કારણકે પ્રજ્ઞાથી જ નિર્વાણપ્રાપ્તિ થનારી છે.
પ્રતીત્ય સમુત્પાદનું બીજું નામ ૧૨ નિદાન છે, કે જે દુઃખનાં મૂળ છે. નિદાનશાસ્ત્ર જેવી રીતે આખા વૈદ્યકશાસ્ત્ર સાથે સંબંધ રાખે છે તેવી રીતે નિદાન ચાર આર્યસત્ય સાથે સંબંધ રાખે છે; અને તે આ પ્રમાણે : ૧. અવિદ્યા ૨. સંસ્કારો ૩. વિજ્ઞાન ૪. નામરૂપ ૫. પડાયતન (છ ઇંદ્રિય) ૬. સ્પર્શ ૭. વેદના ૮. તૃષ્ણા ૯. ઉપાદાન ૧૦. ભવ ૧૧. જાતિ ૧૨. જરામરણશોકરવેદનાદુઃખદૌર્મનસ્યાપાયાસા. આ બારેમાં પ્રથમ જે અવિદ્યા છે તે સર્વનું મૂળ છે, કારણકે તેનાથી બધી પરંપરા ઉદ્ભવે છે; એટલે અવિદ્યાર્થી સંસ્કાર, સંસ્કારથી વિજ્ઞાન, વિજ્ઞાનથી નામરૂપ, તેથી ષડાયતન, તેથી સ્પર્શ, તેથી વેદના, તેથી તૃષ્ણા, તેથી ઉપાદાન, તેથી ભવ, તેથી જાતિ (જન્મ), અને તે જાતિથી જરામરણશોકપરિવેદનાદુઃખદીર્મનસ્ય અપાયાસ વગેરે ઉત્પન્ન
થાય છે.
ઊલટી રીતે જોઈએ તો જરામરણનું કારણ જન્મ, જન્મનું કારણ ભવ એટલે કર્મ, કર્મનું કારણ ઉપાદાન [આસક્તિ] એટલે લોભ, લોભનું કારણ તૃષ્ણા, તૃષ્ણાનું કારણ વેદના એટલે સુખવેદના, દુઃખવેદના અને ઉપેક્ષાવેદના એમ ત્રણ પ્રકારની વેદના, વેદનાનું કારણ સ્પર્શ એટલે ઇંદ્રિયવિષયસંયોગ, સ્પર્શનું કારણ ષડાયતન એટલે મન અને પાંચ ઇંદ્રિય, ષડાયતનનું કારણ સંસ્કાર એટલે પ્રવૃત્તિ, અને સંસ્કારનું કારણ અવિદ્યા એટલે અયથાર્થજ્ઞાન (જેને જૈનો ‘મિથ્યાત્વ’ કહે છે). આમ અવિઘા છેલ્લામાં છેલ્લું (આદિ) કારણ આવે છે.
૧. આ જ વાત યોગશાસ્ત્રના એક સૂત્રમાં કહી છે. યોગસૂત્ર ૨.૧૫ દુ:શ્વમેવ સર્વ વિવેનિ આના પર ટીકા એ છે કે, તવસ્ય મહતો દુઃવસમુવાવસ્ય પ્રમવવીનું વિદ્યા એટલે અવિઘા એ બીજ છે અને તેમાંથી સર્વ દુઃખ ઉદ્ભવે છે. વળી તે જ યોગસૂત્ર ૨.૪ જણાવે છે કે વિધા ક્ષેત્ર ઉત્તરેષામ્ ઉત્તર – બીજાનું ક્ષેત્ર અવિદ્યા છે. પરંતુ આ સૂત્રમાં રહેલ અંતર્ગત આશય જુદો જ છે. કારણકે યોગદર્શન શાશ્વતવાદી છે અને તેથી જે અશાશ્વત અને ક્ષણપર્યાયી છે તે તેને દુઃખરૂપ છે, માટે તે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન - પુરુષને પ્રકૃતિ સાથે સંગમમાં આવવાથી વાસ્તવિક રીતે કંઈપણ અસર થતી નથી અને તે સંગમ વિશેનો મિથ્યાભ્રમ અવિદ્યા એ જ સર્વદુઃખનું કારણ છે એવી પ્રતીતિ પ્રાપ્ત કરવા મથે છે. (૩૧૭મા પાને ચાલુ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org