________________
ચાર આર્યસત્ય
હોત તો આ પીડાને લીધે ન હોત; કિંતુ હે ભિક્ષુગણ ! જે કારણથી રૂપ આત્મા નથી તે કારણથી તે પીડાને લીધે છે.”
તે માન્યતા પ્રમાણે શરીર (રૂપ) ચાર ધાતુમાંથી બનેલ છે પણ તે નામ નથી. તે વર્ષ, બે વર્ષ કે સાત વર્ષ પણ રહી શકે છે જ્યારે જેને આપણે મન, વિચાર કહીએ છીએ તે તો દિનરાત ફેરફાર પામ્યા જ કરે છે. એટલે એક રીતે શરીર તે મન કરતાં વધારે સ્થાયી છે; પણ નિશ્ચયથી તો બૌદ્ધો એમ જણાવે છે કે કોઈપણ વ્યક્તિનું જીવન અત્યંત અલ્પ હોય છે અને તે એક વિચારના આંતરા સુધી જ ફક્ત રહે છે. વિચારનો અંત આવ્યો કે તે જીવનનો અંત સમજવો, કારણકે ભવિષ્યની ક્ષણનું જીવન ભવિષ્યમાં રહેશે પણ તેને ભૂતકાલના જીવન સાથે સંબંધ નથી તેમ હમણાં તે છે નહિ; તેવી જ રીતે હાલની – વર્તમાન ક્ષણનું જીવન હમણાં જ રહે છે પણ તે ભૂતકાલનું જીવન નહોતું તેમજ ભવિષ્યમાં પણ તે રહેશે નહિ. આ રીતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય સંબંધી બૌદ્ધોનું મંતવ્ય છે, અને તે પ્રમાણે માનવાથી સમ્યક્દષ્ટિ રહે છે. એમ ન માનવું તે અવિદ્યા છે, અને તે જ સંસારનાં સર્વ દુઃખોનું મૂળ છે. ચાર આર્યસત્યના જ્ઞાનથી અવિદ્યાનો નાશ થાય છે અને તેમ થયે સંસ્કારાદિ કે જે તેના પર અવલંબેલા હોય છે તેનો સ્વતઃ નાશ થાય છે. અવિદ્યા ઉત્પન્ન થયા પહેલાં પ્રાણીની શી સ્થિતિ હોય છે એ કોઈથી સમજાતું નથી.આ સઘળો સંસાર અનાદિ છે.
૩૧૫
પ્રતીત્ય સમુત્પાદ – બે અંતિમ માર્ગ અને તે બે વચ્ચેનો (મધ્યમ) માર્ગ
જો આપણે એમ માનીએ કે આપણે આપણા હાલના દૈહિક જીવન સાથે એક છીએ એટલે આત્મા એવી કાંઈ વસ્તુ નથી (નાસ્તિવાદ) તો પવિત્ર જીવન સંભવિત નથી, અને જો આપણે એમ માનીએ કે આ દેહથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર આત્મા છે (અસ્તિવાદ) તો પણ પવિત્ર જીવન અસંભાવ્ય છે. આથી આ બંને વાદ બુદ્ધે તજી દઈને મધ્યમ માર્ગ ઉપદેશ્યો છે.
તેને પ્રતીત્ય સમુત્પાદ કહે છે કે જે તત્ત્વજ્ઞાનમાં મધ્યમવર્તી છે. તે અનુસાર આત્મા શાશ્વત કિંવા અશાશ્વત પદાર્થ નથી પણ કાર્યકારણ નિયમને લઈ બદલનારો છે. સ્મિન્ તિ તું મતિ.... કારણ હોય તો કાર્ય નીપજે, નહિ તો કાર્ય ન ઉદ્ભવે. ૧. આ અનિત્ય, દુઃખ અને અનાત્માની વાત બુદ્ધદેવની પોતાની નવી નથી. ભારતીય દર્શનશાસ્ત્રોની એ એક સાધારણ ઉક્તિ છે. પ્રાયઃ સર્વે દર્શનોમાં આ જગત્પ્રપંચ અનિત્ય, દુઃખ અને અનાત્મા કહેલો છે. જે અવિદ્યાથી ગ્રસ્ત છે તે તેને નિત્ય, સુખ અને આત્મા સમજે છે; તેથી જ તેને કષ્ટ થાય છે. આ વિષયમાં પાતંજલદર્શન (૨-૫) કહે છે તે સરખાવો.
"अनित्याशुचिदुःखानात्मसु नित्याशुचिसुखात्मख्यातिरविद्या"
અનિત્યને નિત્ય,
અશુચિને શુચિ, દુઃખને સુખ, અને અનાત્માને આત્મા સમજનારી બુદ્ધિ જ અવિદ્યા છે. આમાં અશુચિની બાબત અધિક છે પરંતુ બૌદ્ધ ધર્મે તેને પણ ગ્રહણ કરેલ છે. બૌદ્ધોની ‘અચિ ભાવના’ અને ‘કાયગતા સ્મૃતિ’ પ્રસિદ્ધ છે કે જે આગળ કહેવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org