________________
૩૧૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દુર્બળ થયાં એટલે મનુષ્ય સમુદાગામી (એટલે સકતું = એક વખત આગામી એટલે પાછો ફરનાર) થાય છે. આ સ્થિતિમાં જ્યારે તેનું મરણ થાય છે ત્યારે એક વખત જ આ લોકમાં તે જન્મ લે છે અને મોક્ષ મેળવે છે. પ્રથમનાં પાંચ સંયોજનનો પૂર્ણ રીતે નાશ થયો હોય ત્યારે મનુષ્ય અનાગામી (પાછો નહિ ફરનાર) થાય છે. અનાગામીનું મરણ આવ્યા પછી તે આ લોકમાં જન્મ લેતો નથી, પણ તેનો જન્મ બ્રહ્મલોકાદિ દેવલોકમાં થાય છે અને તે ત્યાંથી જ મોક્ષ મેળવે છે. સર્વ સંયોજનનો નાશ થતાં મનુષ્ય અહંતુ (અરહા) થાય છે. અહંને પુનર્જન્મ નથી. તેને “જીવન્મુક્ત' કહેવામાં આવે છે. બુદ્ધ અને અઈમાં થોડોક જ ફરક છે. બુદ્ધને નિર્વાણનો સાક્ષાત્કાર સ્વપ્રયત્નથી થાય છે, પરંતુ અહંને તો બીજાનો ઉપદેશ શ્રવણ કરતાં થાય છે. આટલો જ ફરક, બાકી બંનેને નિર્વાણનો સાક્ષાત્કાર આ જ ભવમાં થાય છે. આ ચાર પ્રકાર અહસ્પદના છે. તેનો પહેલો પ્રકાર સ્રોતાપન્ન થયા પહેલાં શ્રાવક, પ્રત્યેક બુદ્ધ, અને બોધિસત્ત્વ એ શ્રેણીઓ છે.
આ ત્રણ વાત ધ્યાનમાં રાખવાની છે. ૧. અનિત્યતા – સર્વ વસ્તુઓ ક્ષણિક - અનિત્ય છે, કારણકે દેહ અનિત્ય છે, સંસ્કારવિજ્ઞાન આદિ અનિત્ય છે. ૨. સર્વ પદાર્થો દુ:ખાધીન છે, કારણકે શરીરવેદના, સંસ્કાર-વિજ્ઞાનાદિ સર્વ દુ:ખાધીન છે. ૩. કોઈ પણ વસ્તુ આત્મા (અત્તા) નથી, કારણકે દેહવેદના, સંસ્કારવિજ્ઞાનાદિ આત્મા નથી. શાશ્વત કે નિત્ય વસ્તુ જગતમાં છે જ નહીં. આ જે ત્રણ વાત, તેનો સ્વીકાર જે કરે છે તેને બૌદ્ધ માન્યતા પ્રમાણે સમ્યગ્દષ્ટિ હોય છે. આ ત્રણથી વિપરીતનો સ્વીકાર એ અવિદ્યા – અયથાર્થજ્ઞાન છે. અને તે પ્રમાણે અવિદ્યાના ત્રણ પ્રકાર છે. (૧) જગતને અનિત્ય હોવા છતાં નિત્ય માનવું. (૨) આત્મા અવિનાશી કે અધિકારી પદાર્થ નથી છતાં તેને એવો માનવો. (3) સંસાર દુઃખમય છે, છતાં તેમાં જ સર્વસુખ. * છે એમ માનવું.
આ પરથી જણાય છે કે બુદ્ધદેવનું પ્રસિદ્ધ તત્ત્વ એ પણ છે કે સર્વ દશ્યમાન વસ્તુઓ અનિત્ય, દુઃખ અને અનાત્મા છે. તે સંબંધે તેમનો ઉપદેશ આ પ્રમાણે છે : ભિક્ષુજનોને સંબોધન કરી તે કહે છે (મહાવચ્ચ ૧-૬-૪૨)
ભિક્ષુગણ ! તમે શું સમજો છો ? રૂપ નિત્ય છે કે અનિત્ય ?” “ભગવદ્ ! તે અનિત્ય છે.” સારું, જે અનિત્ય છે તે દુઃખ છે કે સુખ – અર્થાત્ દુઃખકર છે કે સુખકર ?" દુઃખ અર્થાત્ દુઃખકર.”
“ઠીક, જે અનિત્ય છે અને દુઃખ છે તે સ્વભાવથી જ જો વિવિધ પ્રકારે પરિણામશીલ અથવા પરિવર્તનશીલ છે. તો તેના સંબંધમાં શું એવું વિચારવું યુક્તિસંગત છે કે “આ મારું છે' “આ હું છું અને “આ મારી આત્મા છે ?”
“નહિ ભગવન્એવું વિચારવું યુક્તિસંગત નથી.” બુદ્ધદેવે વળી એ પણ કહ્યું છે કે : (મહાવગ ૧-૬-૩૮) “ભિક્ષુગણ ! રૂપ અનાત્મા છે – અર્થાતુ રૂપ આત્મા નથી: રૂપ જો આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org