________________
ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ
૨૪૩
૧. ન્યાયસંપન્ન વૈભવ – આ ગુણ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. ન્યાયથી (પ્રમાણિકપણે) મેળવેલ ધન ધર્મકાર્યમાં વાપરવાથી આ લોક અને પરલોકના હિત અર્થે થાય છે. તે ધનના ભોગવતા પુરુષ પર કોઈ જાતની શંકા આવતી નથી તેથી તેનું ચિત્ત અવ્યાકુલ અને તેના પરિણામ સુંદર રહે છે. દ્રવ્યપ્રાપ્તિનો ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે એમ શાસ્ત્રકાર કહે છે. ન્યાયથી દ્રવ્યપ્રાપ્તિમાં “લાભાંતરાય” કર્મ દૂર થાય છે તેથી વિશેષ સંપત્તિ મળે.
૨. સમાનકુલ શીલવાળા સાથે તેમજ અગોત્રજ સાથે વિવાહ – પોતાના કુલ એટલે વંશ અને શીલ એટલે મધમાંસાદિ ત્યાગ કરવારૂપ વ્યવહાર જેવા બીજાના હોય તેની સાથે વિવાહ કરવાથી પરસ્પર અસંતોષ રહેતો નથી અને અહંકાર અને અવજ્ઞા દૂર થાય છે. એક ગોત્રમાં વિવાહ કરવાથી નાનામોટાનો વ્યવહાર લોપ થાય છે અને વિનયનો ભંગ થાય છે.
૩. દષ્ટ અને અદૃષ્ટ ઉપદ્રવથી બીતાં રહેવું – અન્યાયથી વ્યવહાર, જુગાર, પરસ્ત્રીગમન આદિ દુષ્ટ ઉપદ્રવનાં કારણો છે, અને મદ્યમાંસનું સેવન કે જેનાં ફલ શાસ્ત્રમાં નરકયાતના આદિ છે તે અદષ્ટ ઉપદ્રવનાં કારણો છે. આ કારણોથી બીતાં રહી દૂર રહેવું ઘટે છે કે જેથી ભય ચિત્તમાં થતો નથી, અને અન્ય લોકની વિડંબના નડતી નથી.
૪. શિષ્ટચરિતની પ્રશંસા કરવી – સદાચારમાં રહેલા જ્ઞાનવૃદ્ધ પુરુષો એ શિષ્ટ છે. તેમનું આચરણ તે શિષ્ટાચાર છે : જેવા કે લોકાપવાદથી ભય, દીનજનનો ઉદ્ધાર કરવાનો આદર, કૃતજ્ઞતા, સુદાક્ષિણ્ય (સારું ડહાપણ), સર્વની નિંદાનો ત્યાગ, સાધુપ્રશંસા, આપત્તિમાં અદૈન્ય, સંપત્તિમાં નમ્રતા, પ્રસ્તાવે મિતભાષણ, વૃથા વિવાદનો ત્યાગ, પ્રતિપત્રક્રિયા, કુલધર્મપાલન, અસદ્વ્યયત્યાગ, યોગ્ય સ્થાને ક્રિયા, મુખ્ય કાર્ય કરવામાં આગ્રહ, પ્રમાદનો ત્યાગ, લોકાચારનું અનુસરણ, સર્વત્ર યોગ્યતાનું પાલન, પ્રાણ જાય તોપણ નિંદિત કામમાં અપ્રવૃત્તિ. આ શિષ્ટાચારની પ્રશંસા કરી ગુણ ગ્રહણ કરવું.
૫. છ અંતરંગ શત્રુનો ત્યાગ – કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છે અંતરંગ શત્રુનો ત્યાગ કરી અવિરુદ્ધ અર્થનો અંગીકાર કરી – ગૃહસ્થધર્મને યોગ્ય રીતે ચાલી ઈદ્રિયનો જય કરવો.
૬. ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો – પોતાના અને પરના રાજ્યના સૈન્યના વિક્ષોભથી, દુકાળ, મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ વગેરેથી અસ્વસ્થ થયેલ નિવાસ – ગામ નગર પ્રમુખનો ત્યાગ કરવો. એમ ન થાય તો ધર્મ, અર્થ અને કામનો વિનાશ થવાનો સંભવ, તેથી ઉભયલોકમાં અનર્થ જ ઉત્પન્ન થાય.
૭. પોતાને યોગ્ય એવા પુરુષનો આશ્રય કરવો – સ્વામી એવો શોધવો કે જે ધાર્મિક, કુલાચારથી શુદ્ધ, પ્રતાપી અને ન્યાયી હોય.
૮. ઉત્તમ અને સદાચારી પુરુષોનો સંગ કરવો.
૯. સારે સ્થલે ગૃહ રાખવું. – જે સ્થાન અતિ ખુલ્લું અથવા અતિ ગુપ્ત હોય અને જ્યાં પડોશ ખરાબ હોય તે રહેવાને અનુચિત સ્થાન છે. વળી તે ઘર વાસ્તુનાં સર્વ લક્ષણોથી યુક્ત હોવું જોઈએ. અને તેમાં જવા-આવવાના ઘણા રસ્તા ન હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org