SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન ૧૩૧ ' T 8 મા II 1 f walk MA સામાન્ય કરતાં વિશેષ અધિક બળવાન તેમજ સત્વર ફળને ઉત્પન્ન કરનાર એ પાપપુણ્યનો નિયમ છે. ભ્રાંતિનો નાશ એ સમ્યકત્વ ઉપરોક્ત પ્રયોજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સર્વ સંશી પંચેન્દ્રિય જીવો અને તિર્યંચોને જે જ્ઞાનાવરણીય કર્મનું ક્ષયોપશમ હોય છે તે કરતાં વિશેષની કશી અગત્ય નથી, અને તે જ્ઞાનની પ્રાપ્તિ માટે અમુક પ્રકારની ભ્રાંતિ નિવારવા સિવાય બીજું કશું જ કરવાનું નથી. હું કોણ છું? મારું સ્વરૂપ કેવું છે ? હું જેના વિષે મારાપણાનો દાવો રાખું છું તે ખરી રીતે મારું છે કે કેમ ? આ કર્મવર્ગણા કોના સંબંધે છે ? તે રાખવા યોગ્ય છે કે પરિહરવા યોગ્ય છે ? ઈત્યાદિ વસ્તુ શાસ્ત્રદૃષ્ટિએ વિચાર કરતાં પ્રયોજનભૂત જ્ઞાન ઉપરના આવરણરૂપ “ભ્રાંતિનો તુરત વિલય થાય છે, અને તે ભ્રાંતિ રહિત સ્વરૂપ દશા જ શાસ્ત્રદષ્ટિએ સમ્યકત્વ છે. હિં કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વર્ગણા છે ? રાખું કે એ પરિહરું ! - રાજચંદ્ર]. જે કાંઈ કર્તૃત્વ ભાસે છે તે આપણો દૃષ્ટિદોષ છે. અત્યંત શાંતિ, અકર્તૃત્વ, અચળતા અને તેવા જ નિષ્ક્રિય ભાવને સૂચવનાર વિધાનોનું મોક્ષક્રમમાં આદિસ્થાન છે. ટૂંકામાં પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન જ પરંપરાએ સર્વજ્ઞત્વને આપનારું અને સર્વ પ્રકારની ઉચ્ચતમ સિદ્ધિના પદમાં સ્થાપનારું થાય છે. શાસ્ત્રબોધ અને સર્વ શ્રુતનું સાફલ્ય તે સત (નવ) તત્ત્વના શ્રદ્ધાનમાં જ છે. વિવેકદષ્ટિનો ઉદય થતાં સર્વ પ્રકારની ભ્રાંતિ આપોઆપ સમાઈ જાય છે. ભ્રાંતિ આ જગતમાં ભ્રાંતિથી જ એક વસ્તુમાં અન્યત્વનો આરોપ થાય છે. આત્મામાં અનાત્માનો અને અનાત્મામાં આત્માનો આરોપ તેમજ તે આરોપનાં અનેક પ્રકારનાં સ્વરૂપો માત્ર ભ્રાંતિને લઈને જ પ્રકટે છે. આત્મા ઉપરથી ભ્રાંતિનું આવરણ ન્યૂન અંશમાં ખસી જવું તે જ સમ્યકત્વ છે. પછી આ ભ્રાંતિરહિત થયેલ જૂન અંશ આત્માના સર્વાશને ભ્રાંતિરહિત પદ – કૈવલ્યની કટિમાં લાવી મૂકે છે. જેમ બીજનો ચંદ્રમા ક્રમેક્રમે પૂર્ણિમાના ચંદ્રમાં રૂપાંતર પામે છે તેમ ભ્રાંતિના વિલયજન્ય બીજજ્ઞાન કમેક્રમે કૈવલ્યને – સર્વજ્ઞતાને પ્રાપ્ત થવા યોગ્ય છે, અને એટલા જ માટે “સમ્યકત્વ'ને શાસ્ત્રકારે “બીજજ્ઞાન” એ યોગ્ય રહસ્યમય નામ આપેલ છે. શ્રાંતિ શું અને કેવા પ્રકારની છે ? અનાદિકાળથી કર્માવૃત જીવ કર્મના નિમિત્તથી અનેક પર્યાય ધારણ કરે છે અને પ્રતિસમય પૂર્વપર્યાયને છોડી નવીન પર્યાયપરંપરાને ધારણ કરતો જાય છે અને તે ૧. બૌદ્ધોમાં આત્મા દરેક ક્ષણે બદલાય છે એવું માનવામાં આવે છે પરંતુ જે રીતે તેઓ એમ માની આત્માનો નિષેધ કરે છે તે રીત તેમજ આત્માનો નિષેધ જૈનો તેમજ અન્ય દર્શનો સ્વીકારતાં નથી. પારકા* = '18 4 4 A 'F' ' કપ કે ' ' * * * * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy