________________
૧૩૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
કરે છે, પરંતુ સંસારમોક્ષ જેવા અગત્યના વિષયમાં આવી ભ્રમણાથી જેમ બને તેમ તુરત મુક્ત થવું એ દરેક જૈનને આવશ્યક છે. જ્ઞાન-સમ્યકત્વ
આ સ્થળે એવી શંકા સંભવિત છે કે વસ્તસ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય તો કેવળજ્ઞાન - સર્વજ્ઞતા વિના થઈ શકે તેમ તો નથી તો પછી મિથ્યા-દર્શનનો ત્યાગ અને વસ્તુસ્વરૂપનો સનિશ્ચય કેમ થઈ શકે ?
આનું સમાધાન આ રીતે છે. જૈનશાસ્ત્ર કહે છે કે પદાર્થનું જ્ઞાન, અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ઉપર આધાર રાખે છે, પરંતુ સમ્યગ્દર્શનનો આધાર તો “દર્શનમોહનીય' નામના “મોહનીય કર્મના ક્ષયોપશમ અને ઉપશમ ઉપર જ રહેલો છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રકટ થયેલું જ્ઞાન – એનું નામ સમ્યગ્દષ્ટિ નથી, પરંતુ પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અલબત્ત સમ્યક્ત્વપ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની અપેક્ષા છે, પરંતુ તેટલો ક્ષયોપશમ તો સર્વ પંચેદ્રિય જીવોને હોય જ છે; તોપણ તે ક્ષયોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે સાક્ષાત્ હેતુભૂત થતો નથી. શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠ કરવાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન પ્રયોજનભૂત પદાર્થોના શ્રદ્ધાન રહિત હોય તો મિથ્યા જ છે, અને સંસી તિર્યંચાદિકના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ન્યૂન હોય તો પણ પ્રયોજનભૂત પદાર્થોના શ્રદ્ધાન સહિત હોવાના હેતુથી તે સમ્યગ્દર્શનના હેતુભૂત જ છે. આ ઉપરથી જૈનશાસ્ત્ર કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસરીને શ્રદ્ધાનની પ્રાપ્તિ નથી, પરંતુ દર્શનમોહ નામના મોહનીય કર્મના ઉદયથી જ મિથ્યાદર્શન અને તેના નાશથી પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન અથવા સમ્યકત્વ – સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પ્રયોજનભૂત પદાર્થ – સપ્ત યા નવ તત્ત્વ
આ જગતમાં પ્રયોજનભૂત પદાર્થ માત્ર એક જ અને તે એ જ છે કે સુખનો યોગ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ. તે સિવાય અન્ય સર્વ કોઈ પદાર્થ અપ્રયોજનભૂત અને નિષ્ફળ છે. તે પ્રયોજનભૂત વસ્તુની સિદ્ધિ માટે જીવ-અજીવ આદિના સત્ય શ્રદ્ધાનની જરૂર છે; કારણકે જ્યાં સુધી પોતે કોણ છે અને પર કોણ છે એ જણાયું નથી ત્યાં સુધી સુખનો ઉપાય કોને વાસ્તુ શોધાય ? મિથ્યાત્વના યોગે આત્મા અને કર્મનો સંયોગ તે “બંધ', અને બંધનું કારણ “આસવ' અને આમ્રવનો અભાવ તે ‘સંવર' અને કથંચિત કર્મનો અભાવ તે નિર્જરા’ અને સર્વ કર્મની નિર્જરા તે “મોક્ષ' – એમ પરસ્પર અવલંબનભૂત ઉત્તરોત્તર સાત તત્ત્વોનું જ્ઞાન એ જ પ્રયોજનભૂત જ્ઞાન છે અને તેનું સત્ય શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સર્વ દુઃખની નિવૃત્તિનો એક જ ઉપાય છે અને તે ઉપર જણાવ્યાં તે પ્રયોજનભૂત તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન છે. તે વિનાનું જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાન અને જુદાજુદા દુષ્કર ચારિત્ર (તપાદિ) અંકરહિત શૂન્ય જેવાં નિષ્ફળ છે. 'પુણ્ય' અને “પાપ' નામના તત્ત્વવિશેષ બંધ તત્ત્વમાં સમાય છે, તે જીવ, અજીવ, બંધ, આસવ, સંવર, નિર્જશ અને મોક્ષ એ સાત તત્ત્વમાં ઉમેરતાં નવ તત્ત્વ થાય છે, અને તેથી તેનું પણ જ્ઞાન પરંપરાએ પ્રયોજનભૂત ગણી શકાય, કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org