________________
ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણ
આ ત્રણ કારણોને લીધે બ્રાહ્મણો મનમાં ને મનમાં અસંતુષ્ટ રહેતા હતા અને મૂંગે મોઢે સહન કરતા હતા. અશોકના મૃત્યુ પછી બ્રાહ્મણોએ તેના વંશજો વિરુદ્ધ દલ બાંધ્યું. પોતે યુદ્ધ કરી શકે તેવા ન હતા તેથી કોઈ સહાયકની શોધમાં હતા. અને આખરે તેવો સહાયક મૌર્યસામ્રાજ્યનો સેનાપતિ પુષ્યમિત્ર મળ્યો. તે બ્રાહ્મણધર્મને માનતો હતો અને બૌદ્ધધર્મને ધિક્કારતો હતો. રાજ્ય પર આક્રમણ કરનાર ગ્રીકો પર ચડાઈ કરી તેમને યુદ્ધમાં હરાવી પુષ્યમિત્ર પાટલિપુત્રમાં પાછો ફર્યો ત્યારે મૌર્યવંશનો છેલ્લો રાજા અને અશોકનો વંશજ (બૃહદ્રથ - બૃહદશ્વ) તેને વિજયમાળ પહેરાવવા ખાસ મંડપમાં આવેલ હતો તેને કોઈએ મારેલ તીરથી મારી નાંખવામાં આવ્યો. આવી રીતે મૌર્યસામ્રાજ્યનો નાશ થયો અને તેની સાથે બૌદ્ધ ધર્મની પડતી થઈ. પુષ્યમિત્રે આધિપત્ય મેળવ્યું (ઈ.સ. પૂર્વે ૧૮૪) તેમની પાસે બ્રાહ્મણોએ પાટિલપુત્રમાં જ અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો. આ વિપ્લવમાં સ્પષ્ટ રીતે બ્રાહ્મણોનો હાથ જોવામાં આવે છે, અને આથી તે સમયે બ્રાહ્મણો કેટલી શક્તિ ધરાવતા હતા તેનો આપણને ભાસ થાય છે. કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં પુષ્યમિત્રને બૌદ્ધ નિપીડક' કહેવામાં આવ્યો છે, અને તેથી તે સંપૂર્ણ બ્રાહ્મણોના હાથમાં હતો એમ માનવાને આપણને કારણ મળે છે. આવી રીતે થોડા દિવસમાં બ્રાહ્મણો મૌર્યસામ્રાજ્યના કર્તાહર્તા બની ગયા, એટલું જ નહિ પણ એથી તેમનો પ્રભાવ અતિશય વિસ્તારને પામ્યો. તેઓ બૌદ્ધ અને જૈન ધર્મનો વેગ રોકી, દેશની સમસ્ત વિદ્યાને પોતાના ગ્રંથોમાં એકઠી કરવા લાગ્યા અને બ્રાહ્મણધર્મને તેઓએ જે પ્રબળ ગતિ આપી તે હજુ સુધી નષ્ટ થવા પામી નથી. આ પુષ્યમિત્રના અનુગ્રહથી તેમણે પ્રખ્યાત ‘મહાભાષ્ય’ રચ્યું અને કાન્નવંશી રાજાઓએ તેમની પાસે ‘મનુસંહિતા’નું સંકલન કરાવ્યું, એટલું જ નહિ પણ તેમણે આ જ સમયમાં રામાયણ અને પહાભારતને હાલનો આકાર આપ્યો. જોકે બ્રાહ્મણો ગાદી પર બેસતા ન હતા, તો પણ તેઓ રાજાનું ગુરુપદ ભોગવતા હતા અને તેથી રાજ્યનાં બધાં કાર્યોમાં તેમનો હાથ રહેતો હતો. આ પછી તેઓ જ્યારે રાજકીય અધિકાર ગુમાવી બેઠા, ત્યારે સમાજના પ્રધાન પદ પર આવ્યા અને વિધિવ્યવસ્થામાં પોતાનું કર્તૃત્વ પ્રકાશ કરવા લાગ્યા. અશોકે બ્રાહ્મણોને જે જે અધિકારોથી વિમુખ કર્યા હતા, તે તે સઘળા અધિકારો બ્રાહ્મણોએ આવી રીતે પાછા મેળવ્યા હતા. તેમણે સમાજ પર પોતાની શ્રેષ્ઠતા કેવી દૃઢ રીતે સ્થાપન કરી હતી, તે જોવા માટે કેવળ ‘મનુસંહિતા’નું જ અવલોકન પૂરતું
છે.
૩૬૫
વળી અશોકે જાતિવિશેષતા અને વિચારસમતાનું પરિવર્તન કર્યું હતું, પરંતુ તેનું પરિણામ કેવું આવ્યું તે આપણે ‘મૃચ્છકટિક’ નાટકમાંથી જોઈ શકીએ તેમ છીએ. આ નાટકનો રાજા પાલક અશોકનો અનુગામી હોય એમ જ્માય છે. તેના રાજ્યમાં બ્રાહ્મણોની.બહુ દુર્દશા જોવામાં આવે છે. ચારુદત્ત નામનો બ્રાહ્મણ પોતાના અનુચરો સાથે અતિશય દરિદ્ર દશામાં દિવસો કાઢે છે. વળી શર્વિલક નામનો એક બીજો બ્રાહ્મણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org