________________
૩૬૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જીવિકાને માટે ચોરીનો ધંધો કરે છે. ન્યાયાધીશ જ્યારે ચારુદત્તને સ્ત્રી હત્યાના અપરાધ માટે અપરાધી ઠેરવે છે, ત્યારે તે બ્રાહ્મણને પ્રાણદંડ દેતાં સંકોચ અનુભવે છે. પરંતુ રાજા ન્યાયાધીશનું ન માનતાં તેને પ્રાણદંડની આજ્ઞા કરે છે. આ અવસરે ચારુદત્ત પ્રધાન – અમાત્યનું પદ મેળવે છે અને શર્વિલકને પણ પોતાની યોગ્યતા પ્રમાણે અધિકાર પ્રાપ્ત થાય છે. આ સાહિત્ય ઉપરથી તેમજ ઉપર જણાવેલી હકીકત પરથી એમ સિદ્ધ થાય છે કે અશોકે બ્રાહ્મણોનો અધિકાર છીનવી લઈને તેમને સર્વ સાધારણના જેવા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેથી જ તેનું સામ્રાજ્ય તેના મૃત્યુ પછી બ્રાહ્મણોએ વધારે વખત ટકવા દીધું ન હતું.' – આમ મૌર્યસામ્રાજ્યના અસ્તથી બૌદ્ધ ધર્મના અસ્તનો સમય આવી પહોંચ્યો.
૧. આ મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી, એમ.એ.ના લેખ પરથી લીધેલ છે. અને સાથે ક્યાંક
"Early History of India by Vincent Smith'નો આધાર ટાંકેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org