________________
ચાર આર્યસત્ય
૩૦૭
આ સર્વ સ્કંધો ક્ષણિક છે, અને તેથી તે દુઃખમય છે, અને પરિવર્તનશીલ છે. તેથી તે સંબંધે કોઈ પણ ખરી રીતે કહી ન શકે કે “આ મારું છે, આ હું છું અને આ મારો હું છે. ખરી રીતે એ જ કહી શકાય કે આ મારું નથી, હું આ નથી; આ હું (અત્તા) નથી.” આથી જે શરીરમાં, વેદનામાં, સંજ્ઞામાં, સંસ્કારમાં અને વિજ્ઞાનમાં આનંદ લે છે, તે દુઃખમાં મજા માને છે અને જે એવા દુઃખમાં આનંદ માને છે તે દુઃખમાંથી કદીપણ મુક્ત થતા નથી. તેથી બુદ્ધ ત્રણ બાબતમાં ચેતવણી કહે છે કે :
“તું અંધકારમાં ભમે છે. (૧) કદી તે વૃદ્ધ – જરાપીડિત મનુષ્ય જોયલ નથી ? અને તે જોયા પછી કદી પણ તને વિચાર આવ્યો છે કે હું પણ જરાને અધીન છું, અને શું કોઈપણ ઉપાયથી હું તેમાંથી છૂટી શકું તેમ નથી ?' (૨-૩) તે જ પ્રમાણે કદી તે વ્યાધિગ્રસ્ત મનુષ્યને અને મૃત મનુષ્યને જોયલ નથી ? ને જોયેલ છે તો પછી તને કદી પણ એવો વિચાર ક્ર્યો છે કે હું પણ વ્યાધિને અને મરણને વશ છું અને શું કોઈ પણ ઉપાય નથી કે જેથી તે વ્યાધિ કે મરણમાંથી (સદાને માટે) છૂટી શકું ?”
આમ ને આમ સંસાર' અનાદિ અને અંતરહિત છે. કોઈપણ તેની આદિ જોઈ કે વિચારમાં લાવી શક્યું નથી. દરેક તૃષ્ણાને લઈ નવો જન્મ લે છે અને એમ એક પછી એક જન્મ લઈ સંસારમાં પરિભ્રમણ કરે છે. સગાં-સ્વજન-મિત્ર-દારાદિક મરણ પામે છે, નવાં પુત્ર-પુત્રી આદિક જન્મે છે. મરણ પર રૂદન-શોક થાય છે અને જન્મ પર હર્ષ થાય છે અને તે શોક ને હર્ષ કરનાર પોતે પણ મરણ પામે છે. આમ સંસાર વધતો જાય છે. સંસાર એ પાંચ સ્કંધોના સમૂહની અખંડ સાંકળ છે કે જે સ્કંધો ક્ષણે ક્ષણે નિરંતર ફરતા જાય છે અને એકબીજા પછી ચાલુ પ્રવાહમાં અનાદિ કાલથી ચાલ્યા જાય છે. આ સંસારમાં એક જીવનનો કાલ તે નાનામાં નાનો અપૂર્ણાંક છે તેથી આ પ્રથમ સત્ય સમજવા માટે સંસાર પર, તેના અનેક જન્મો કે જે એક પછી એક અનંત થાય છે તેના પર ખાસ નિરીક્ષણ રાખવું જોઈએ, અને તેનાં કારણ તપાસી તેને દૂર કરવું જોઈએ. બીજું સત્ય – દુઃખસમુદય :
દુઃખનું કારણ – સમુદય શું છે ? ઉત્તરમાં તૃષ્ણા કે જેથી જન્માંતર થાય છે અને આસક્તિ ઉત્પન્ન કરે છે. તે તૃષ્ણા (તહા) ત્રણ પ્રકારની છે : કામતૃષ્ણા એટલે વિષયસુખની તૃષ્ણા, ભવતૃષ્ણા એટલે સ્વર્ગાદિ ભવ લેવાની તૃષ્ણા અને વિભવતૃષ્ણા
એટલે હતો-નહોતો થવાની તૃષ્ણા. ભવતણા નિત્ય આત્મવાદ (શાશ્વત દૃષ્ટિ – સાસ્મત દિકી) અને આ શરીરથી વિવિક્ત આત્મા છે કે જે એક શરીર છોડી બીજા શરીરમાં બીજો જન્મ લેવા પ્રવેશ કરે છે એ વાદ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. વિભવતૃષ્ણા અહંભાવથી ઉત્પન્ન થાય છે. આ અલ્પ જીવનમાં એવી રીતે વ્યવસ્થા કરવી કે જેથી જેટલી બને તેટલી મજા મળે એવી તૃષ્ણા તે વિભવતૃષ્ણા છે.
૧. સંસાર એ સુ – એટલે સરવું એ ધાતુ પરથી થયેલ છે. તેનો વ્યુત્પત્યર્થ ભ્રમણશીલ એ થાય
છે. બૌદ્ધ ધર્મમાં તેનો અર્થ એ પરથી એવો થાય છે કે કંધો જે નિરંતર ક્ષણેક્ષણે – એક પછી એક ક્ષણે નિરવધિકાલ સુધી ફેરફાર પામતા જાય છે એની અખંડ સાંકળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org