________________
૩/૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ષડાયતન – આ તૃષ્ણા કેવી રીતે જન્મ પામી પોતાનાં મૂળ નાખે છે એના ઉત્તરમાં નીચે પ્રમાણે બૌદ્ધ ધર્મ ખુલાસો આપે છે :
ચક્ષુ આનંદપૂર્ણ છે. મનુષ્યને આનંદ આપે છે. તેથી ત્યાં તૃષ્ણા જન્મ પામી વૃદ્ધિગત થાય છે. તેવી જ રીતે કર્ણ, નાક, જીભ, કાય, અને મને આનંદ આપે છે. તેથી ત્યાં તૃષ્ણા જન્મ પામી વધે છે. તે છતાં પડાયતનના વિષયો રૂપ, શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને વિચારો તે છથી થતું વિજ્ઞાન, તે છથી થતો સ્પર્શ, તે છથી થતી વેદના, તે છથી થતી સંજ્ઞા, તે છના ઉક્ત વિષયો માટે આસક્તિ અને તે વિષયો પર વારંવાર ચિંતનથી મનુષ્યને આનંદ થતાં તેમાંથી તૃષ્ણા જન્મે છે, અને પુષ્ટ બની પોતાના મૂળ ઘાલે છે.
મનુષ્યને ગમે તે પ્રકારની લાગણી એટલે વેદના થાય, પછી તે સુખકારક, દુઃખકારક કે સુખકારક ને દુઃખકારક ન હોય તેવી એટલે ઉપેક્ષાવેદના હોય, પણ તે વેદના વિશેષ અનુભવી તેમાં તે મજા લે છે તેથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે. વેદના પછી તૃષ્ણાથી ઉપાદાન (ભવબંધન) થાય છે, અને તે ભવ ઉત્પન્ન કરે છે. ભવથી – કર્મથી ભવિષ્યનો જન્મ (જાતિ) ઉત્પન્ન થાય છે. જાતિથી જરા અને મરણ, શોક, પરિવેદના, દુઃખ, દૌર્મનસ્ય, અપાયાસ ઉત્પન્ન થાય છે. આમ કારણપરંપરા ચાલે છે કે જેને પ્રતીત્ય સમુત્પાદ કહે છે. આનું વર્ણન હવે પછી કરીશું. ત્રીજું આર્યસત્ય – દુઃખનિરોધ :
આનો અર્થ ઉપરોક્ત તૃષ્ણાનો અશેષ વૈરાગ્યથી નિરોધ કરવો, તેનો ત્યાગ કરવો, તેને ફેંકી દેવી, તેનાથી મુક્ત થવું અને તે થકી પરાવૃત્ત થવું.
નિરોધ - કામતૃષ્ણા, ભવતૃષ્ણાથી મુક્ત થતાં ભવમાં અવાતું નથી કારણકે આ તૃષ્ણાનો નિતાંત નાશ થયે જ ઉપાદાન (ભવબંધન) અટકે છે, ઉપાદાનના દૂર થવાથી ભવ અટકે છે, ભવથી કર્મ (એટલે હું કરું છું એ ભાવથી કરેલું કાર્ય) અટકે છે, કર્મના નાશથી પુનર્જન્મ – ભાવી જન્મ અટકે છે. અને તે અટકવાથી જરા, મરણ, શોક, પરિવેદના, દુઃખ, દિૌર્મનસ્ય અને અપાય નિરાશા) બંધ થાય છે. આનું નામ દુઃખનિરોધ.
'નિર્વાણ – આ જ શાંતિ. ભવમાંથી અટકવું, તૃષ્ણાનો નાશ કરવો તે જ ઉત્તમમાં ઉત્તમ અટકાવ – નિવાણ (
નિબ્બાન) છે, કારણકે લોભ, દ્વેષ, (પાલિમાં દોસ'), અને મોહથી અંધ બનવાથી મનુષ્ય માનસિક દુ:ખ અનુભવે છે, તેમજ સંસ્કારથી મનુષ્યને દુઃખ થાય છે તો તે દુઃખથી મુક્ત થવું કે જેથી અન્ય જન્મ થાય નહિ અને જન્મથી પરંપરાએ આવતાં જરા-મરણ આદિથી મુક્ત થવાય તેનું નામ ૧. નિર્વાણ સંબંધે પાશ્ચાત્ય પંડિતોના અનેક તર્ક છે. કોઈ તેને અભાવમાત્ર (Annihilation)
જણાવે છે, તો બીજો એમ જણાવે છે કે એ યોગ્ય નથી, બોદ્ધોની આટલી મોટી સંખ્યા છે તે ફક્ત અભાવને માને તે સંભવનીય નથી, બુદ્ધ ભગવાન અક્રિયાવાદી (Annihilationist) છે એવો આરોપ તેમના પર તેમની હયાતીમાં જ તેમના વિરોધી મૂકતા હતા. આ સંબંધમાં બુદ્ધને એકદા વજી જાતના સેનાપતિ સિંહે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આ રીતે તેણે આપ્યો હતો, “સિંહ ! આ આરોપ એક અર્થ પ્રમાણે ખરો છે. સર્વ પાપવિચારની (અકુશલ સંસ્કારની) અક્રિયા હું પસંદ કરું છું. તેવી અક્રિયાનો ઉપદેશ હું કરું છું. અને તેથી મને અક્રિયાવાદી કહેવામાં આવે તો તે ચાલશે. આથી ઊલટું હું કિયાવાદી (Realist) છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org