________________
૧૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અધિકાર. ૨. પરિષહ. વિનય સ્વસ્થચિત્તવાળાએ તથા પરિષહોથી પીડાતાએ પણ કરવાનો છે તો તે પરિષહો કયા કયા છે તે તથા તેનું સ્વરૂપ. ૩. ચતુરંગીય. પરિષહ શું આલંબન લઈને સહેવાં તેના ઉત્તરમાં મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં વીર્યની ફુરણા કરવી એ ધર્મનાં દુર્લભ ચાર અંગો. ૪. પ્રમાદાપ્રમાદ. ત્રીજામાં ચાર દુર્લભ અંગો કહ્યાં તે પ્રાપ્ત થયા છતાં પ્રમાદ સેવાય તો મહાદોષ થાય છે તેથી પ્રમાદનો ત્યાગ તેના પ્રકાર સહિત અને અપ્રમાદ કરવાનું કહેવા માટે આ અધ્યયન છે. ૫. અકામમરણ. મરણ કેટલા પ્રકારનાં છે – અકામમરણ, સકામમરણ, પંડિતમરણ - તે જાણવા માટે આ અધ્યયન. ૬. ક્ષુલ્લક નિર્ચન્થીય. પંડિત મરણ વિદ્યા-જ્ઞાન તથા ચારિત્રવાળા સાધુ-નિર્ઝન્થને હોય છે. તેથી તેવા ક્ષુલ્લક – નાના સાધુનું સ્વરૂપ આમાં કહ્યું છે. ૭. ઔરશ્રીય. નિર્ગસ્થપણું રસગૃદ્ધિના ત્યાગથી મળી શકે ને તે ત્યાગ તેના દોષ જાણવાથી બરાબર થઈ શકે તે દોષ દેખાડવા માટે ઉરભ્ર (ઘેટું), કાગણી, આમ્રફળ, વ્યવહાર – વેપાર અને સમુદ્ર એ પાંચનાં દષ્ટાંતો આપે છે. ૮. કાપિલીય. રસગૃદ્ધિનો ત્યાગ નિર્લોભીને થઈ શકે તેથી આમાં નિર્લોભપણું બતાવે છે. તેમાં કપિલા મુનિનું ચરિત્ર હોવાથી તે અધ્યયનનું નામ કાપિલીય છે. ૯. નમિપ્રવ્રજ્યા. નિર્લોભી આ ભવમાં પણ ઇંદ્રાદિકથી પૂજાય છે તે દેખાડવા આ અધ્યયન. આમાં નમિ નામના પ્રત્યેકબુદ્ધની પ્રવજ્યા – દીક્ષા છે. તે નમિની પેઠે બીજા ત્રણ પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ, નગતિ થયા છે. ૧૦. દ્રુમપત્ર. દ્રુમનું પાંદડું પાકી જતાં પડી જાય છે તેમ જીવન ક્રમે કરી ક્ષીણ થાય છે માટે હે ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એ પ્રકારથી મહાવીર અનુશાસન-શિક્ષા આપે છે. ૧૧. બહુશ્રુતપૂજા. દશમામાં પ્રમાદના ત્યાગનો જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ વિવેકથી ધારી શકાય ને તે વિવેક બહુશ્રુતની પૂજાથી પ્રાપ્ત થયો છે. આમાં અબહુશ્રુતપણું અને બહુશ્રુતપણું સમજાવી તે શાથી પ્રાપ્ત થાય તે, અવિનીતનવનીતનાં સ્થાનો વગેરે બતાવેલ છે. ૧૨. તપ-સમૃદ્ધિ -હરિકેશીય. બહુશ્રુતે તપ પણ કરવો જોઈએ તેથી તપની સમૃદ્ધિનું વર્ણન અને હરિકેશબલ નામના સાધુનું આમાં ચરિત્ર છે. ૧૩. ચિત્રસંભૂતીય. તપ કરનારે નિદાન (નિયાણા)નો ત્યાગ કરવો ઘટે તે માટે નિદાનનો દોષ બતાવવા ચિત્ર અને સંભૂતનું ઉદાહરણ અહીં અપાય છે. ૧૪. ઈષકારીય. આમાં નિર્નિદાનતા - નિયાણારહિતપણાનો ગુણ કહ્યો છે. એક જ વિમાનમાં રહેલા છ જીવો ત્યાંથી અવી ઈષકાર નામના પુરમાં ઊપજ્યા અને તે છ પૈકી એક ઈષકાર નામનો રાજા થયો તેથી આ અધ્યયનનું નામ ઈષકારીય છે. ૧૫. સભિક્ષુક. નિયાણારહિતપણાનો ગુણ ભિક્ષુ - સાધુને થાય છે. ભિક્ષના ગુણો આમાં કહેવાય છે ૧૬. બ્રહ્મચર્યગુપ્તિ -બ્રહ્મચર્યસમાધિ. સાધુના ગુણો બ્રહ્મચર્યમાં જે સ્થિર હોય તેને તત્ત્વથી સંભવે. બ્રહ્મચર્ય તેની ગુણિઓથી પાળી શકાય. તે ગુતિઓ મન, વચન અને કાયાની છે. પછી બ્રહ્મચર્યનાં દશ સ્થાનો – સમાધિસ્થાનો કહ્યાં છે કે જેની અંદર બ્રહ્મચર્યની નવ વાડ સમાઈ જાય છે.) કે જેથી તે સમાધિથી પાળી શકાય. ૧૭. પાપશ્રમણીય. તેમાં પાપસ્થાનો સેવનાર પાપશ્રમણનું સ્વરૂપ છે. ૧૮. સંયતીય. પાપાનોનો ત્યાગ ભોગના ત્યાગથી – સંયતિ થવાથી થાય છે. તે ભોગના ત્યાગ પર સંજય રાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org