SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થધર્મ અને યતિધર્મ બળદ બહુ સારો ચાલે છે વગેરે જૂઠું બોલી સારો ભાવ લઈ સ્વાર્થ સાધવો – વગેરેનો ત્યાગ કરવો ઘટે છે. (૩) ભૂખ્યલીક - ભૂમિ સંબંધી જૂઠું. બીજાની જમીન પોતાની કહેવી એ તેમજ ઘર, ગાડી, ઝાડ વગેરે સર્વ પરિગ્રહ સંબંધી જૂઠું બોલવું ન જોઈએ. (૪) ન્યાસમૃષા – (થાપણ મોસા) કોઈ પોતાને ત્યાં થાપણ મૂકી ગયો હોય અને એનો ઇનકાર કરવો એ આ વ્રતસ્થને યોગ્ય નથી. (૫) અસત્ય સાક્ષી પૂરવી, આનો પણ ત્યાગ કરવો જોઈએ. રહસ્યામ્યાખ્યાન ન્યાસ આ વ્રતના પાંચ અતિચાર છે તે વર્જવા ઃ (૧) મિથ્યાઉપદેશ – મૃષા ઉપદેશ અસત્યનો ઉપદેશ કરવો, વિષય સેવવા સંબંધે શીખવવું વગેરે. (૨) બે અથવા વધુ એકાંતમાં મસલત કરતા હોય તેને રાજ્ય વિરુદ્ધ પ્રપંચ કહેવો. (૩) કૂટલેખકરણ – ખોટા લેખ બનાવવા. (૪) ન્યાસાપહાર એટલે પારકે ઘેર મૂકેલી થાપણ તેનો અપહાર એટલે તેને ઓળવવા માટે ઇનકાર કરવો. (આ ઉપરોક્ત પાંચ સ્થૂલ મૃષાવાદમાં આવી જવાથી અહીં સહસાભ્યાખ્યાન નામનો અતિચાર મૂકવામાં આવે છે – તેનો અર્થ એ થાય છે કે વિચાર કર્યા વગર કોઈના ૫૨ જૂઠાં કલંક – વ્યભિચારી વગેરેનાં – દેવાં). ૫. સ્વદારમંત્રભેદ એટલે પોતાની સ્ત્રી, તેમજ ઉપલક્ષણથી મિત્રો, ભાઈ વગેરેએ કહેલ ગુપ્ત વાતનો ભેદ બહાર પાડવો પ્રકટ કરવી. - સ્વદાર - what ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ – સ્કૂલ અસ્તેય સ્થૂલ એટલે મોટી ચોરીનો ત્યાગ કરવો – તેનાથી અટકવું તે. જેવી કે ધાડ પાડવી, લૂંટ કરવી, ઘર ફાડી ચોરી કરવી, છલકપટથી કે વિશ્વાસઘાતથી બીજાની વસ્તુ ખાઈ જવી, મિલકતનો અપરાધ સહિત ખોટો ઉપયોગ કરવો કે મિલકતની અદલાબદલી કરવી વગેરે. - – આના પાંચ અતિચાર આ છે : (૧) સ્તન પ્રયોગ – સ્પેન એટલે ચોર અને તેનો પ્રયોગ એટલે વ્યાપાર એટલે ચોરી કરનારને મદદ કરવી. (૨) તેનાહતાદાન ચોરે લઈ આવેલી વસ્તુને જાણીને લેવી. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ પોતાના રાજાથી વિરુદ્ધ રાજ્યમાં જવું. (૪) હીનાધિક માનોન્માન – ન્યૂનાધિક કાટલાં, માપાં રાખવાં. (૫) પ્રતિરૂપક વ્યવહાર – સારીમાં ખરાબ વસ્તુ ભેળવી (દૂધમાં પાણી, ઘીમાં છાશાદિ એમ ભેળવી) વ્યવહાર કરવો – વેચવી. चौरचौरापको मंत्री मेदतः काणकः क्रयी । Jain Education International ૨૪૭ — ૪. સ્થૂલ અબ્રહ્મચર્ય વિરમણ – સ્વદારસંતોષ – પરદારપરિહાર વ્રત – (સ્થૂલ મૈથુનત્યાગવ્રત) – તે પરસ્ત્રીનો ત્યાગ કરવો, પરપુરુષની વિવાહિતા સ્ત્રી તથા પરની રાખેલી સ્ત્રી તેની સાથે અનાચાર ન સેવવો એવું જે વ્રત તે આ છે. સ્વપત્નીમાં સંતોષ રાખવાનું વ્રત છે. ૧. ચોર સાત પ્રકારના કહ્યા છે. For Private & Personal Use Only अन्नदः स्थानदश्चैव चौरः सप्तविधः स्मृतः || - ચોર, ચોરી કરાવનાર, ચોરીનો વિચાર કરી ગોઠવણ કરનાર, ચોરીના ભેદને જાણી તેને મદદ આપનાર, ચોરેલી વસ્તુને વેચનાર તથા લેનાર, ચોરને અન્ન આપનાર અને ચોરને એ 9 પ્રકારના ચોર કહેલ છે. સ્થાન આપનાર www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy