________________
૨૪૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આ વ્રતના પાંચ અતિચાર આ છે: (૧) પરવિવાહકરણ – પારકાં છોકરાંનો વિવાહ કરી આપવો. (૨) ઈત્વર અપરિગ્રહીતાગમન- ઈતર એટલે અલ્પકાલ કોઈ પુરુષે પરિગ્રહેલી – રાખેલી વેશ્યા સાથે વિષયસેવન. (૩) પરિગ્રહીતાગમન – પરણ્યા વગરની કુમારી અથવા વિધવા સ્ત્રી અપરિગૃહીતા કહેવાય છે તેની સાથે વિષયસેવન. (૪) અનંગક્રીડા – અહીં અનંગના બે અર્થ થાય છે - અંગ એટલે દેહનો અવયવ, પણ મૈથુનની અપેક્ષાએ તેનો અર્થ યોનિ અને લિંગ એ બે છે તે સિવાયનાં અંગ તે અનંગ કહેવાય છે તેની સાથે ક્રીડા કરવી તે, અથવા અનંગ એટલે કામ. તેની અથવા તે વડે ક્રીડા એટલે પોતાના લિંગ કરી જેનું પ્રયોજન સિદ્ધ થતું નથી તેવા પુરુષે કૃત્રિમ લિંગ ઉત્પન્ન કરી યોનિસેવન કરવું તે. (૫) તીવ્રકામાભિલાષ – કામ – મૈથુનમાં અથવા કામભોગમાં (શબ્દ અને રૂપ એ બે કામ, તથા ગંધ, રસ અને સ્પર્શ એ ભોગ) તીવ્ર અભિલાષ એટલે અત્યંત અધ્યવસાય રાખવાપણું અર્થાત્ નિરંતર વિષયસુખને ભોગવવાને વાજીકરણ વગેરે ઉપચાર કરી કામોદ્દીપન કરવું તે.
૫. સ્થૂલ પરિગ્રહપ્રમાણ – (સ્થૂલ અપરિગ્રહ) જે જે વસ્તુ ગૃહસ્થને ઉપયોગી છે અને પોતાની પાસે રાખવામાં આવે છે તેનું પરિમાણ કરી અમુક મર્યાદા સુધીની રાખવી તે આ વ્રત છે. આનો હેતુ સાંસારિક વસ્તુઓ પરની મૂચ્છ ઉતારવાનો છે. તે વસ્તુઓને પાંચ રીતે વહેંચી શકાય : (૧) ક્ષેત્રવાસ્તુ – ક્ષેત્ર એટલે ધાન્યની ઉત્પત્તિની ભૂમિ અને વાસ્તુ – ઘર, ગામ, તથા નગર વગેરે રહેવાનાં સ્થલ, (૨) હિરણ્યસુવર્ણ – સોનુંરૂપે (૩) ધનધાન્ય – ધનમાં ગણાય તેવું – ગણિમ (સોપારી વગેરે), જોખાય તેવું – ધરિમ (ગોળ વગેરે), મપાય તેવું – મેય (ઘી વગેરે), અને પરિચ્છેદ્ય (માણેક વગેરે)નો સમાવેશ થાય છે, ધાન્યમાં સર્વજાતનાં ધાન્યનો સમાવેશ થાય છે. (૪) દાસીદાસ – આમાં ઉપલક્ષણથી બપગાં – ચારપગાં પ્રાણીનો પણ સમાવેશ થાય છે. (૫) કુષ્ય – આસન, શયન વગેરે ઘરનાં ઉપકરણ, તેમજ ત્રાંબાપિત્તળ આદિ ધાતુઓનો સમાવેશ થાય છે.
આના પાંચ અતિચાર ઉપરોક્ત વસ્તુપ્રકારના પરિગ્રહણપ્રમાણનો અતિક્રમ થતાં થાય છે. જેમકે (૧) ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ, (૨) હિરણ્યસુવર્ણ પ્રમાણાતિક્રમ (૩) ધનધાન્યપ્રાણાતિક્રમ (૪) દાસદાસી પ્રમાણીતિક્રમ અને (૫) કુપ્રપ્રમાણતિક્રમ છે.
ત્રણ ગુણવ્રત – ઉપરોક્ત પાંચ અણુવ્રતને જે ગુણકારી – ઉપકારક છે તેનું નામ ગુણવ્રત આપવામાં આવેલ છે. તે ત્રણ છે ઃ ૧. દિક્યુરિમાણવ્રત ૨. ભોગોપભોગ પ્રમાણ ૩. અનર્થદંડવિરતિ. ને તે શ્રાવકનાં બારે વ્રતમાં ૬-૭ ને ૮ સંખ્યાવાળાં છે.
૬. દિશાપરિમાણ – ચારે દિશામાં તથા ઊર્ધ્વ, અધઃ – નીચે, જવામાં મર્યાદા કરી લેવી કે અહીં સુધી જવું. આથી અતિશય ધન મેળવવાની વગેરે તૃષ્ણા ઓછી થાય છે. અને મર્યાદિત ક્ષેત્રની બહાર વ્યભિચારાદિ થતાં નથી. આના પાંચ અતિચાર : (૧) ઊર્ધ્વવ્યતિક્રમ (૨) અધોવ્યતિક્રમ અને (૩) તિર્યગુવ્યતિક્રમ એટલે ઊંચું,નીચું અને તીરછું ક્ષેત્ર પરિમાણ કરી રાખેલ હોય તેનું ઉલ્લંઘન કરવું, (૪) ક્ષેત્રવૃદ્ધિ – એક ક્ષેત્રની મર્યાદા બીજા ક્ષેત્રમાં ભેળવી તે ક્ષેત્રનું ઉલ્લંઘન કરવું. (૫) સ્મૃતિભ્રંશ – સ્મૃતિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org