SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ ૨૯ વિરકૃષ્ણ મિત્ર નામનો રાજા, ૩૩. વિજયપુરનો વાસવદત્ત રાજા, ૩૪. સૌગંધિક નગરીનો અપ્રતિહત નામનો રાજા, ૩૫. કનકપુરનો પ્રિયચંદ્રરાજા, ૩૬. મહાપુરનો બલ નામનો રાજા. ૩૭. સુઘોષ નગરનો અર્જુન રાજા, ૩૮. ચંપાનો દત્ત રાજા, ૩૯. સાકેતપુરનો મિત્રનંદી રાજા, ૪૦. કાશીનગરનો જીતશત્રુ નામનો રાજા ઈત્યાદિ અન્ય પણ કેટલાક રાજા શ્રી મહાવીરના ભક્ત હતા. આ સર્વ રાજાઓનાં નામ અંગઉપાંગ શાસ્ત્રમાં લખ્યાં છે. (જુઓ આત્મારામજીકૃત જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર તથા મહાવીરચરિત્ર – હેમચંદ્રકૃત) જૈનમાં ઉપલા રાજાઓ મહાવીરના ભક્ત તરીકે ગણાવેલા છે, પરંતુ બૌદ્ધમાં પણ તેમાંના બધા તો નહીં પણ પરંતુ કેટલાક રાજાના નામ બૌદ્ધમતિ તરીકે જણાવ્યાં છે. તેનું કારણ આમ હોઈ શકે છે કે પહેલાં તે રાજાઓએ બુદ્ધનો ઉપદેશ સાંભળી બૌદ્ધ મત માન્યો હશે, પછી શ્રી મહાવીર ભગવંતનો ઉપદેશ સાંભળી જેનધર્મી તેઓ થયા હશે, કારણકે શ્રી મહાવીર ભગવાનથી ૧૬ વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે કાળ કર્યો છે. અર્થાત્ ગૌતમ બુદ્ધના મરણ પછી શ્રી મહાવીર સ્વામી કેવલજ્ઞાની તરીકે ૧૬ વર્ષ સુધી વિચર્યા હતા અને તેમના ઉપદેશથી કેટલાક બૌદ્ધ રાજાઓએ જેનધર્મ અંગીકાર કર્યો છે. આથી કેટલાક રાજાઓનાં નામ બને મતોમાં લખેલાં માલૂમ પડે છે. કેટલાક એમ કહે છે કે બુદ્ધ પહેલાં મહાવીર નિર્વાણ પામેલ છે અને તેવું બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે. આ ઉપરાંત બીજાં પણ ઘણાં રાજ્ય અને રાજાઓ હતાં. તે ઉપરથી જણાય છે કે મહાવીર સમયમાં કોઈ ચક્રવર્તી રાજ્ય હતું નહીં કે જેની આણ સર્વ રાજ્યો પર ચાલે. આખું ભારતવર્ષ જુદાંજુદાં રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, કોઈમાં રાજા સર્વ સત્તા ભોગવતા, કોઈમાં રાજા પ્રજાના અગ્રણી પુરુષોની સહાય લઈ કંઈ પ્રજાસત્તાક સ્વરૂપમાં રાજ્ય કરતો, પરંતુ કેટલાંક મહાન્ રાજયને આસપાસનાં રાજ્યો લઈ પોતાનું વધુ વિસ્તારવાળું રાજ્ય બનાવવાને ઇચ્છા થતી. - ઈ.સ. પૂર્વે છઠ્ઠા અને સાતમા સૈકામાં ભારતવર્ષની રાજકીય સ્થિતિ શું હતી તે જાણવું ઘણું રસપ્રદ અને ઉપયોગી હોવા છતાં હજુસુધી કોઈ પાશ્ચાત્ય કે પૌત્ય વિદ્વાને વિસ્તારપૂર્વક અભ્યાસ અને શોધ કરી તે સંબંધી ઇતિહાસ લખ્યો નથી એ ખેદની બીના છે, તેથી અત્યારે તે વખતે રાજ્ય અને રાજાઓ સંબંધી જેન અને બૌદ્ધના મળી શકતા અલ્પ સાહિત્યમાંથી જે મળી આવે છે તે જોઈશું. બૌદ્ધ ગ્રંથો પ્રમાણે ૪ મુખ્ય રાજ્યો હતાં. ૧. મગધ રાજ્ય - તેની રાજધાની રાજગૃહ (પાછળથી પાટલિપુત્ર) હતું. તેમાં બિમ્બિસાર (જૈનમાં બંસાર અથવા શ્રેણિક) પ્રથમ રાજ્ય કરતો હતો, અને પછી તેનો પુત્ર અજાતશત્રુ (જેનમાં અશોકચંદ્ર અથવા કુણિક) રાજ્ય કરતો હતો. આ બંનેને જૈનો પોતાના ધમનુયાયી લેખે છે. બંનેના સંબંધમાં પુષ્કળ ઇતિહાસ જૈન ગ્રંથો આપે ૧. બુદ્ધના નિર્વાણ સંબંધે ઘણો મતભેદ છે. 2. 'Buddhist India' - Rhys-Davids Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy