________________
૩૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
૨. તેના વાયવ્ય ખૂણામાં કોશલ – ઉત્તર કોશલ રાજ્ય હતું અને તેની રાજધાની સાવત્થી (શ્રાવસ્તી) નગરી હતું. તેમાં પ્રથમ પર્સનાદિ રાજા અને પાછળથી તેનો પુત્ર વિદુદાભ રાજ્ય કરતો હતો. જૈનમાં શ્રાવસ્તી નગરીમાં કોણ રાજા હતો તે સંબંધી ઉલ્લેખ નથી. તેનું કારણ એ સ્પષ્ટ જણાય છે કે તેનો રાજા બૌદ્ધ હતો, અને તે બૌદ્ધ ગ્રંથોમાં યથાર્થ જણાય છે.
૩. કોશલની દક્ષિણે વંશ અથવા વત્સોનું રાજ્ય હતું અને તેની રાજધાની જમના નદી પર આવેલ કોસાંબી નગરી હતી. તેમાં પરંતપ (જનમાં શતાનીક નામ આપેલ છે) - તેનો પુત્ર રાજા ઉદન (જૈનમાં ઉદયન) રાજ્ય કરતો હતો. આ પિતા-પુત્ર બંનેને જૈન ધર્મ પાળતા જૈન ગ્રંથોમાં જોવામાં આવે છે.
૪. આથી પણ વધુ દક્ષિણ તરફ અવંતીનું રાજ્ય હતું કે જેની રાજધાની ઉજ્જયિની હતું અને તેના રાજાનું નામ પજ્જોત (પ્રદ્યોત) હતું. આના સંબંધમાં જૈનગ્રંથોમાંથી ઘણું મળી આવે છે. અને તેને પણ જૈન ધર્મ તરફ શ્રદ્ધાવાળો લેખવામાં આવેલ છે.
આ ચારે રાજ્યના રાજાઓ સગાઈના સંબંધથી જોડાયા હતા અને ઘણી વખત તેથી જ એકબીજા સાથે યુદ્ધમાં ઊતર્યા હતા. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે પસેનાદિ રાજાની બહેન કોશલદેવીને મગધનો રાજા બિમ્બિસાર પરણ્યો હતો, જ્યારે બિમ્બિસારના મિથિલાની વિદેહ રાણીથી થયેલ પુત્ર અજાતશત્રુએ પોતાના પિતા બિખ્રિસારને મારી નાંખ્યો, ત્યારે કોશલદેવી શોક કરતી મરણ પામી હતી. રાજા પનાદિએ કોશલદેવીની પહેરામણીમાં કાશી આપેલ હતું તે ખૂંચવી લીધું. અજાતશત્રુ આથી ક્રોધિત થઈ પોતાના તે વૃદ્ધ મામા (સાવકી માના ભાઈ) સામે યુદ્ધમાં ઊતર્યો. પહેલાં અજાતશત્રુની જીત થઈ, પણ ચોથી ચડાઈમાં તે કેદી તરીકે પકડાયો અને જ્યારે તેણે કાશી પરથી હાથ ઉઠાવી લીધો ત્યારે તેને છોડવામાં આવ્યો. આથી પર્સનાદિ રાજાએ તેને પોતાની પુત્રી વજિરાને લગનમાં આપી એટલું જ નહીં, પણ તેણીની પહેરામણી તરીકે તે જ કાશીમાં આવેલ ગામ કે જેને માટે યુદ્ધ થયું હતું તે આપ્યું. ત્રણ વર્ષ પછી પર્સનાદિના પુત્ર વિદુદાભે પોતાના પિતા સામે બળવો કર્યો. આ વખતે પિતા શાકિય રાજ્યમાં ઉલુંભા ગામમાં હતો, તે અજાતશત્રુની મદદ માગવા રાજગૃહ ગયો પણ ત્યાં તે માંદો પડ્યો અને તે શહેરના દરવાજાની બહાર મરણ પામ્યો. પાછળથી વિદુદાભ અને તેના બનેવી અજાતશત્રુ પાસેનાં પ્રજાસત્તાક રાજ્યો સાથે એટલે વિદુદાભ શાકિય સાથે અને અજાતશત્રુ શાલીના વજ્જિય સાથે વિગ્રહમાં ઊતર્યા તે હવે પછી જોઈશું. (કોશલના રાજનગર સાવથી કે જ્યાં મહાવીરે ઘણી વખત વિહાર કર્યો છે તેના સંબંધમાં જૈનમાં કંઈ જણાવેલ નથી.)
કોસાંબીનો ઉદેન અને અવંતીનો પજ્જત એકબીજા સાથે સગાઈથી જોડાયા હતા. આના સંબંધમાં પક્નોતની પુત્રી વાસુલદત્તા કોશાબીના રાજા ઉદેનની રાણી અથવા ત્રણ રાણીમાંની એક કઈ રીતે થઈ એ વિષે એક લાંબી અને અદ્દભુત વાર્તા બૌદ્ધના ધમ્મપદ સૂત્રની ૨૧-૨૩ ગાથા પરની ટીકામાં આપેલ છે, જ્યારે તેની સાથે આબાદ સમાનતા ધરાવતી પણ જુદા સ્વરૂપમાં જેનોમાં પણ એ સંબંધી લાંબી અને અભુત વાર્તા આપેલી છે. તો તે આપણે બંને તપાસીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org