SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના ભિન્નભિન્ન દેશો ૫૩ આ સિવાય બૌદ્ધગ્રંથમાં અસ્સક, અવન્તી અને ગાંધાર નામ આપેલ છે. અસ્સક – બુદ્ધના વખતમાં ગોદાવરીના તીરે વસેલું સંસ્થાન હતું, અને તેની રાજધાની પોતન ઉર્ફે પોટલિ હતું. (આ જેનમાં જણાવ્યા પ્રમાણે મહાવીરના શિષ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે નગરમાં રાજ્ય કરતા હતા તે પોતનપુર જ અને આના પર તે રાજર્ષિ પછી તેનો બાલ પુત્ર ગાદી પર હતો ત્યારે અવંતીના રાજાએ ચડાઈ કરવા તૈયારી કરી હતી એમ કથા પરથી સ્પષ્ટ જણાય છે.) આ શૂરસેન અને અવન્તીની વચમાં આવેલ દેશ હતો. અવન્તી – મુખ્ય નગર ઉજજૈણિમાં રાજા ચંડપ્રદ્યોત કે જેના વિશે આગળ ઘણું કહેવાઈ ગયું છે તે રાજ્ય કરતો હતો. પાછળથી આ દેશનો મોટો ભાગ સિંધુ નદીની ખીણમાંથી આવી જે આર્ય લોક કચ્છના અખાતમાંથી પશ્ચિમ તરફ ગયા હતા તેણે લઈ લીધો હતો. ગંધાર – હાલનું કંદહાર, પૂર્વ અફગાનિસ્તાનનો દેશ અને ઘણું કરી તેમાં પંજાબના વાયવ્ય ખૂણામાંનો પ્રદેશ સમાઈ જતો હતો. તેની રાજધાની તક્ષિલા હતી. બુદ્ધના વખતમાં તેના રાજા પુક્સાતિએ મગધના રાજા બિસ્મિસાર પાસે પોતાના પત્ર સાથે એક એલચી મોકલ્યો હતો એમ કહેવામાં આવે છે. કેટલાંક મુખ્ય શહેરો : ૧. અયોધ્યા – સરયૂ નદી પર કોશલ દેશમાં આવેલ શહેર હતું. તેની પ્રખ્યાતિ રામાયણના નાયક રામચંદ્રજીની રાજધાની તરીકે થઈ છે. આને મહાભારતમાં પણ જણાવવામાં આવ્યું નથી, અને આ સમયમાં તે જાણીતું ગણાતું જ નહીં ૨. વરાણસી (બનારસ હાલનું) – ગંગા નદીના ઉત્તર કિનારા પર તેના અને વરણ નદીના સંગમસ્થાને આવેલ શર. તેની સીમામાં વરણ નદી અને અસિ નામની નાની નદી વચ્ચેનો ભાગ આવી જતો હતો અને તે નામ પરથી જ જણાય છે. લગભગ ૮૫ માઈલનો વિસ્તાર ખૂદ્ધ મહાવીરના સમય પહેલાં હતો. આ વાત અવિશ્વાસને પાત્ર નથી કારણકે મેગાસ્થનીસ રાજગૃહમાં રહેતો હતો અને તેણે રાજગૃહની કિલ્લાની દીવાલોનો વિસ્તાર લગભગ ૨૫ માઈલ જણાવેલ છે. આમાં પંડિતોના વાદો બહુ થતા હતા. ૩. ચંપા – ચંપા નદી પર આવેલ અંગદેશનું પ્રાચીન પાટનગર હતું. કનિંગહામ કહે છે કે તે ભાગલપુરની પૂર્વે ૨૪ માઈલ પર ચંપા નામનું ગામ છે ત્યાં તે નગરી આવેલી હતી આના કરતાં જૂનું નગર ચંપા નામનું કાશમીરમાં હતું. ૪. કંપિલ – ઉત્તર પંચાલની રાજધાની. ગંગા નદીના ઉત્તર કિનારા પર હતું. ૫. કોસાંબી – વત્સ દેશની રાજધાની. ગંગા નદી પર, વરાણસી નગરથી ૨૩૦ માઈલ પર આવેલ હતી. દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફથી આવી કોશલ અને મગધ દેશમાં જવા માટે અત્રે આવવું પડતું. કોસાંબીથી રાજગૃહ જવાનો રસ્તો ગંગા નદી સાથે ચાલતો. ૬. મધુરા - જમના પર શૂરસેન દેશની રાજધાની, હાલનું મથુરા છે તે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy