________________
૫૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
બુદ્ધના વખતમાં આના રાજાને “અવન્તીપુત્ર કહેવામાં આવતો તેથી તેને અને ઉજ્જનને રાજાને સગપણ હતું એમ જણાય છે.
૭. મિથિલા – વિદેહની રાજધાની. હાલનો તિહત દેશ, તેનો વિસ્તાર ૭ માઈલ જેટલો કહેલ છે.
૮. રાજગૃહ – મગધનું પાટનગર. હાલનું રાજગિર. બિસ્મિસાર રાજાએ બંધાવેલું હતું. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે ત્યાર પછી શિશુનાગ રાજાએ ત્યાંથી રાજધાની ફેરવી વૈશાલી કરી હતી. અને તેના પુત્ર કાલાશોકે વૈશાલીથી ફેરવી પાટલિપુત્રમાં (હાલના પટના પાસે) રાજધાની કરી હતી.
૯. રોરૂક (પછીથી રોરૂવ) – સોવિર દેશનું પાટનગર, કે જે પરથી હાલનું સુરત એ નામ ઉદ્ભવેલ છે. બધા ભાગમાંથી અને મગધમાંથી અહીં સાર્થવાહ આવતા. આ બંદર હતું. આ ક્યાં હતું તે બરાબર નિર્ણત થયું નથી, તોપણ આ તો ચોક્કસ છે કે તે કચ્છના અખાત પર હાલના ખારાગોડા પાસે આવેલ હતું. આની પડતી થયા પછી આનું સ્થાન ભરૂકછે (હાલના ભરૂચ) અને સુપ્પારકે લીધું. બંને કાઠિયાવાડ દ્વીપકલ્પની દક્ષિણે એકબીજાથી સામી દિશાએ આવેલ હતાં.
૧૦. સાગલ – મદ્દોનું મુખ્ય નગર.
૧૧. સાકેત – કેટલીક વખત કોશલનું મુખ્યનગર હતું. બુદ્ધના વખતમાં તેની રાજધાની સાવથી નગરી હતી. બંને પાસેપાસે હતાં. બંને વચ્ચે અંતર ૪૫ માઈલ હતું. રસ્તામાં નદી આવતી હતી.
૧૨. સાવથી - શ્રાવસ્તી, કોશલની રાજધાની, રાજાનું નામ પર્સનાદિ હતું કે જેના વિષે ઉપર કંઈક કહેવાઈ ગયું છે. સાકેતથી ૬, રાજગૃહથી વાયવ્ય ખૂણામાં ૪પ, સુધ્ધારકના ઈશાનખૂણામાં ૧૦૦ કરતાં વધારે, સંકથી ૩૦ લીગ દૂર હતું અને અચિરાવતી નદીના કિનારા પર આવેલ હતું.
૧૩. ઉજ્જૈની – અવંતીનું મુખ્ય નગર, રાજગૃહથી પ0 લીગ દૂર.
૧૪. વેશાલી – મગધરાજાના, અને નેપાલ રાજાના પૂર્વજો – મૌર્ય અને ગુપ્તવંશી રાજા સાથે સગપણથી જોડાયેલી લિચ્છવી જાતિની રાજધાની. વજિયજાતિનું મુખ્ય સ્થાન. પાછળથી અજાતશત્રુએ આ જાતિને હરાવી હતી પણ તદ્દન સંપૂર્ણપણે તે ભગ્ન થઈ ન હતી. વિહત તાલુકામાં ગંગા નદીથી ૩૫ માઈલ દૂર, રાજગૃહથી રૂપ માઈલ દૂર હોવું જોઈએ. આની પાસે આવેલ પરામાં (ક્ષત્રિયકુંડમાં) મહાવીર જન્મેલ હતા. અહીં પ્રસ્તુત કાલથી પ્રાચીન મંદિરો હતાં.
હવે મહાવીર પ્રભુએ દીક્ષા લીધા પછી જે જે ગામ, શહેર અને દેશમાં વિહાર કર્યો તેનાં અનુક્રમે નામ આપીશું કે જેથી કોઈપણ ગામ, શહેર અને દેશ ક્યાં આવેલ હતાં અને કેની કેની પાસે આવેલ હતાં તેની ખબર - માહિતી મળે. મહાવીરના વિહારમાં આવેલાં સ્થળો :
પ્રથમ છ વર્ષનો વિહાર – કુમરગામ, કોલા ગામ, મોરાગામ, અસ્થિકગામ – મૂળ નામ વર્તુમાનગામ, (શૂલપાણીના ઉપસર્ગ)-પ્રથમ ચોમાસું. મોક (પુન:) – આ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org