________________
ભારતના ભિન્નભિન્ન દેશો
પપ
ગામ વીરના પિતા સિદ્ધાર્થનું હતું. ઉત્તર ચાવાલ ગામ, શ્વેતાંબી નગરી જતાં કનકખળ આશ્રમમાં દષ્ટિવિષ સર્પને બૂઝવી પાછા ઉત્તર ચાવાળ ગામ સમીપે આવ્યા. શ્વેતાંબી નગરી, સુરભિપુર, ગંગા નદી પાસે (સુદષ્ટ નામના નાગકુમારના ઉપસર્ગ), સ્થણાક ગામ, રાજગૃહ નગર (તેના નાલંદા પાડામાં) – ગોશાળો પ્રથમ મળ્યો, – અહીં બીજું ચોમાસું કર્યું.
કોલ્લાકગામ, સ્વર્ણખલ નામનું સ્થાન, બ્રાહ્મણ ગ્રામ, પવકાળ ગામ, કુમાર (સંનિવેશ), ચોરાકગામ (ગોવાળિયાએ કૂવામાં નાંખ્યા), અને પૃષ્ઠચંપા નગરી, ત્રીજું ચોમાસું.
કૃતમંગળનગર, શ્રાવસ્તીનગરી, હરિગામ (અગ્નિ ઉપસર્ગ), લાગલગામ, આવર્ત ગામ, ચોરાકગામ, કલુંબકગામ, અનાર્ય દેશમાં -- લાટદેશ, પૂર્ણકલશગામ, ભદિલપુર ત્યાં ચોથું ચોમાસું.
કદલીસમાગમ ગામ, જંબુખંડ ગામ, તંબાક ગામ, કૂપિકા ગામ (રક્ષકોનો માર), વિશાળાપુરી તરફ જતાં ગોશાળો રાજગૃહ તરફ ગયો ને પછી તે પુરીમાં આવ્યા, ગ્રામક ગામ, બિભેલક ગામ, શાલિશીર્ષ ગામ (કટપૂતના વ્યંતરીના ઉપસર્ગ), પ્રભુને લોકાવધિજ્ઞાન થયું. ભદ્રિકાપુરી, છઠું ચોમાસું. અહીં ગોશાળો મળ્યો.
બીજા વર્ષનો વિહાર – મગધ દેશમાં ૮ માસ, આલભિકા નગરી (૭મું ચોમાસું), કુંડક ગામ, બહુશળ ગામ (શાલાય વ્યંતરીનો નિષ્કારણ ઉપસર્ગ), લોહાર્ગલ ગામ (જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો.), પુરિમતાલ નગર, ઉષ્ણાક ગામ, રાજગૃહનગર (આઠમું ચોમાસું).
વ્રજભૂમિ, શુદ્ધ ભૂમિ, લાટ વગેરે મ્યુચ્છ દેશો, (ત્યાં નવમું ચાતુર્માસ). સિદ્ધાર્થપુર, કૂર્મગ્રામ, સિદ્ધાર્થપુર નગર, વૈશાળી નગરી, વાણિજક ગામ તરફ ચાલતાં મંડિટીકા નદી, વાણિજક ગ્રામ, (આનંદ શ્રાવક), શ્રાવસ્તી નગરી (દશમું ચોમાસું); સાનુયષ્ટિક ગ્રામ. (ભદ્રા, મહા ભદ્રા, સર્વતો ભદ્રા પ્રતિમા ધ્યાન), દઢ ભૂમિ નામની સ્વેચ્છભૂમિમાં પેઢાળા ગામ (મહા પ્રતિમા ધ્યાન.) – (સંગમ દેવના વીશ મહાનું ઉપસર્ગ), વાલક ગ્રામ, ગોકુળ ગામ, આલભિકા નગરી, શ્વેતાંબી નગરી, શ્રાવસ્તી નગરી, કૌશાંબી નગરી, વારાણસી નગરી, રાજગૃહ નગર, મિથિલાપુરી (જનક રાજા), વિશાલી નગરી (૧૧ મું ચોમાસું) (જીર્ણશ્રેષ્ઠિ ને નવીન શ્રેષ્ઠિ – પારણું).
સુસુમારપુર (ચમરેંદ્રનો ઉત્પાત), ભોગપુરી, નંદીગ્રામ, કૌશાંબી (ચંદનબાલા), સુમંગળ ગામ, સત્યોત્ર ગામ, પાલક ગામ, ચંપાનગરી (આત્માનું સ્વરૂપ બ્રાહ્મણને કહ્યું, (૧૨મું ચોમાસું); જૈભક ગામ, મેઢક ગામ, માનિ ગામ (ગોવાળિયાના ખીલા કાનમાં), મધ્યમ અપાપા નગરી (ખીલા કાઢ્યા), ભક ગામ (ઋજુપાલિકા નામની મોટી નદીવાળું) સર્વ મળી ૧૨ વર્ષ ૧ પાક્ષિક ત્યાં કેવલ જ્ઞાન, અપાપા નગરી (મહાસન વન), ૧૧ ગણધરને દીક્ષા અને ચંદનબાલા-દીક્ષા, પછી કેવલ જ્ઞાન થયા પછી ૩૦ વર્ષ –
વિહાર કરતાં રાજગૃહ નગર આવ્યા. (મેઘકુમારની દીક્ષા, નંદિષેણની દીક્ષા)... બ્રાહ્મણ કુંડ ગામ (દેવાનંદા, ઋષભદત્ત લીધેલ દીક્ષા.).....ક્ષત્રિયકુંડ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org