________________
પર
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો
વિશાલીનગરીનો સમાવેશ બીજા દેશમાં થતો હોય તો તે સંભવિત છે, અગર તે નાનું સરખું પરંતુ ઉપયોગી રાજ્ય હોય તે સંભવિત છે.
૭. ચેટિ – આને ચેદિ પણ કહેવામાં આવેલ છે. આનાં બે જુદાં સંસ્થાન હતાં. તેમાંનું એક સંભવિત રીતે જૂનું તે હાલ જ્યાં નેપાલ દેશ છે તેમાં પર્વતોમાં આવેલા હતું. અને બીજું તેનાથી સંભવિત રીતે નવું તે કોશાંબી પાસે પૂર્વ તરફ હતું. કેટલાક તેને વત્સદેશ સાથે ગણી ગોટાળો કરે છે, પણ આને તેથી જુદું જ પાડવામાં આવેલ છે તેથી તે જુદું જ હોવું જોઈએ.
જૈન પ્રમાણે આની રાજધાનીનું શહેર શુક્તિકાવતી એ ખાસ આપેલ છે.
૮. વત્સ (બૌદ્ધમાં વંસા) - તે વત્સોનો દેશ છે કે જેની રાજધાની કોસાંબી કરીને છે. તે અવંતીની તરત જ ઉત્તર અને જમના નદીના કાંઠા ઉપર આવેલ હતી. આ સંબંધે બૌદ્ધ અને જેનો સરખી રીતે હકીકત આપે છે.
– આનું મુખ્ય નગર જૈન પ્રમાણે ગજપુર કહેલ છે, જ્યારે બૌદ્ધ ગ્રંથ પ્રમાણે ઈદ્રપ્રસ્થ છે. ઇન્દ્રપ્રસ્થ હાલની દિલ્હી પાસે હતું. આ દેશની ઉત્તરે પાંચાલ અને દક્ષિણે મત્સ્ય દેશ હતો. બૌદ્ધના જાતકગ્રંથ આધારે આ દેશનો ઘેરાવો બેહજાર માઈલ હતો. બુદ્ધ અને મહાવીરના સમયમાં આની રાજકીય ઉપયોગિતા વિશેષ હતી નહીં.
૧૦. પાંચાલ – આનું મુખ્ય નગર કાંડિલ્ય કે જેને બૌદ્ધમાં કંપિલ કહેવામાં આવ્યું છે તે હતું. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે બે પાંચાલ દેશ સાથેસાથે હતા. તેમાં એકનું ઉપર્યુક્ત અને બીજાનું કનોજ નામે નગર મુખ્ય નગર હતાં. આ દેશ કુરુ દેશની પૂર્વે આવેલ હતો.
૧૧. મત્સ્ય (મચ્છ) – જેનગ્રંથ પ્રમાણે આની રાજધાની વિરાટ નગરી હતી.આ કુરુદેશની દક્ષિણે અને જમના નદીની પશ્ચિમે આવેલ હતો. જમનાની એક બાજુએ આ દેશ અને બીજી બાજુએ દક્ષિણ પાંચાલ હતો. ' ૧૨. શૂરસેન દેશ – તેની રાજધાની મથુરા (બી. મધુરા) હતી. એને તે મત્સ્ય દેશના બરાબર નૈઋત્ય કોણમાં અને જમના નદીના પશ્ચિમે આવેલ હતો.
૧૩. ભગ્ન – આ દેશની રાજધાની પાવાપુરી હતી. બૌદ્ધમાં પણ સુસુમાર પર્વત પાસે ભગ્ન જાતિ રહેતી હતી અને પાવામાં મધ જાતિ વસતી હતી એમ જણાવ્યું છે. તો પાવાપુરી સુસુમાર પર્વત પાસે આવેલ ગણી શકાય. ચીનના પ્રવાસી લખી ગયા છે તે પ્રમાણે પાવાની મધ્વજાતિનો પ્રદેશ પર્વતના ઢોળાવો ઉપર શાક્ય ભૂમિની પૂર્વે અને વજિજયના દેશની ઉત્તરે હતો, પરંતુ કેટલાક તે પ્રદેશ શાક્યભૂમિની દક્ષિણે અને વર્જિયના દેશની પૂર્વે હતો એમ જણાવે છે. ઉક્ત મલ્લ જાતિ કુશિનારામાં પણ રહેતી હતી. બંને શહેરની મધ્ય જાતિ સ્વતંત્ર જાતિ હતી.
૧૪. સૌરાષ્ટ્ર – હાલ જેને કાઠિયાવાડ ને ગુજરાત કહેવામાં આવે છે તે. તેની રાજધાની દ્વારામતી (હાલનું દ્વારકા) હતી. તે બંદર હતું. બૌદ્ધ ગ્રંથમાં કાંબોજ નામનો દેશ હતો અને તે છેવટના વાયવ્ય ખૂણામાં આવેલ હતો, અને તેની રાજધાની દ્વારકા હતી એમ જણાવેલ છે. •
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
* * *
*