________________
ભારતના ભિન્નભિન્ન દેશો
સ્વતંત્રતા પુનઃ મેળવી નથી. તેની સીમા શું હતી તે જણાતું નથી.
૪. કોશલ – તે લોક જે રાજ્યમાં રહેતા હતા તેની રાજધાની સાવથી હતું કે જે હાલના નેપાલમાં હાલના ગોરખપુરની વાયવ્ય કોણમાં ૭૦ માઈલ છેટે હતું. તેની અંદર વણારસી અને સાકેતનો સમાવેશ થતો હતો અને તેની સીમા સંભવિત રીતે એ હતી કે દક્ષિણે ગંગા નદી, પૂર્વે ગંડક નદી અને ઉત્તરે પર્વતો આવેલ હતા. શાક્ય લોકોએ ઈ.સ. પૂર્વે ૭મા શતકમાં કોશલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. આમ બૌદ્ધ ગ્રંથમાંથી જણાય છે. જૈન ગ્રંથ પ્રમાણે કોશલ દેશની રાજધાની સાકેતપુર કહેલ છે (કે જેનો સમાવેશ થઈ જતો હતો એમ ઉપર જણાવ્યું છે) જ્યારે સાવથી નગરી એ કુણાલ દેશની રાજધાની હતી. તો કદાચ દેશનો સમાવેશ કોશલમાં થતો હોય તો કહેવાય નહીં.
વળી બૌદ્ધ ગ્રંથો પરથી જણાય છે કે આ રાજ્ય અને મગધ રાજ્ય વચ્ચે રાજકીય યુદ્ધ થતાં હતાં. આ રાજ્ય ગંગા અને પર્વતોના વચ્ચેના પ્રદેશમાં આવેલ લોકો ૫૨ જીત મેળવી તેને વશ કર્યા હતા. મગધ અને કોશલ એ બે રાજ્યમાંથી કોણ ભારતમાં મોટું ગણાય તે સંબંધીનો ઝઘડો, મગધને લિચ્છવી જેવું સ્વતંત્ર અને શક્તિવાળું રાજ્ય મદદ આપવા તૈયાર થયું, તેથી દૂર થયો. કોશલોએ કાશી ૫૨ અનેક ચડાઈઓ બુદ્ધના વખત પહેલાંના તેના રાજા નામે વંક, દખ્ખસેન અને કંસે કરેલી હતી. અને છેવટે કંસ રાજાએ કાશી પર જીત મેળવી તેથી તેનું નામ ‘કાશીજિત્’ પડ્યું.
૫૧
૫–૬. વિદેહ – વિદેહીઓ અને લિચ્છવી એ બે મોટાં અને બીજાં છ નાનાં એમ આઠ રાજ્યો મળી ‘વજ્જિયન' કહેવાતા. વિદેહ એ બુદ્ધ કરતાં પૂર્વના કાળમાં એક જુદું રાજ્ય હતું એમ દંતકથા જણાવે છે, જ્યારે બુદ્ધના વખતમાં એક પ્રજાસત્તાક રાજ્ય જેવું હતું એમ બૌદ્ધ ગ્રંથમાંથી જણાય છે. તેને જુદા રાજ્ય તરીકે લેખતાં તેનું કદ આશરે ૨૩૦૦૦ માઈલ પરિઘમાં હતું એમ કહેવામાં આવે છે. તેની રાજધાની મિથિલા લિચ્છવીની રાજધાની નામે વૈશાલીથી વાયવ્ય કોણમાં આશરે ૩૫ માઈલ દૂર હતી. ત્યાં મહાન જનક રાજા બૌદ્ધ ધર્મના ઉદયની પહેલાં થોડા સમય અગાઉ રાજ્ય કરતો હતો. અને એ સંભવિત છે કે હાલનું જનકપુર નામનું શહેર તે મહાન ક્ષત્રિય વિદ્વાન અને પૂર્વના એક ફિલસૂફ એવા જનકરાજાનું સ્મરણ જાળવી રાખે છે.
જૈન ગ્રંથ નામે હેમચંદ્રના મહાવીર ચિરત્ર' પર નજર નાખતાં મહાવીર પોતાના વિહાર દરમ્યાન મિથિલાનગરીમાં રાજગૃહથી વિહાર કરી આવ્યા હતા. અને તે વખતે તેમને વંદન કરવા અર્થે જનક રાજાએ આવી સુખશાતા પૂછી પૂજા કરી હતી. આ જનક રાજા એક હોય એમ માની શકાતું નથી. મહાવીરે અહીંથી વિહાર કરી વિશાલા નગરી (કે જેના લોકને બૌદ્ધમાં લિચ્છવી’ જણાવ્યા છે)માં ૧૧મું ચોમાસું કર્યું હતું. આ પરથી જણાય છે કે મિથિલા નગરી તે રાજગૃહ ને વિશાલી નગરીની વચમાં આવેલ હોવીજોઈએ. વિશાલી નગરીને વિશાલાપુરી એ નામ આપ્યું છે. આનો રાજા આ વખતે ચેટક નામનો હતો અને તેની ૭ કુંવરી પૈકી છ જુદાજુદા રાજાઓને પરણી હતી કે જે ઉપર જણાવી દીધેલ છે. અહીં ખાસ જણાવવાનું કે વિશાલી નગરી જેની રાજધાની છે તે દેશનું આ ૨૫! આર્ય દેશની ટીપમાં નામ આપ્યું નથી. આ પરથી કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org