________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
હાઇસ ડેવિડ્સકૃત “બૌદ્ધ ભારત’ નામના પુસ્તકમાં બૌદ્ધગ્રંથોના આધારે જે જણાવેલ છે તેનો લીધો છે : જેમ જૈનોમાં દેશ સંબંધી ટીપ આ પ્રમાણે આપી છે તેમ બૌદ્ધ ગ્રંથોમાં ૧૬ દેશની ટીપ આપી છે : અંગ, મગધ, કાશી, કોશલ, વજ્જી, મલ્લા, ચેટિ, વંશ (વત્સ), કુરુ, પંચાલ, મચ્છ (મસ્ય), સૂરસેના, અસ્સક, અવન્તી, ગંધાર અને કંબોજ. આ બંને ટીપ સરખાવતાં ઘણું સમાનપણું માલૂમ પડે છે. પણ અવંતીનું નામ જૈન પ્રમાણે આર્ય દેશની ટીપમાં ખાસ કરીને નથી તેથી કદાચ તેનો સમાવેશ માલવ નામના અનાર્ય તરીકે ગણાવેલ દેશમાં થતો હોવો જોઈએ. કારણકે જૈનની ટીપ બૌદ્ધ કરતાં મોટી અને વિસ્તારવાળી છે, અને આર્ય દેશની ટી૫માં ન હોવાથી ગંધાર, કંબોજ આદિને અનાર્ય દેશ જૈનોએ ગણેલા હોવા જોઈએ અથવા વધારે સંભિવત રીતે તેનો કોઈ આર્ય દેશમાં સમાવેશ થતો હોવો જોઈએ.
૫૦
૧. મગધ હાલમાં બિહાર નામનો પ્રાંત છે તે મગધ દેશ હતો. સંભવિત રીતે તે વખતે તેની સીમા ઉત્તરે ગંગા નદી, પૂર્વે ચંપા નદી, દક્ષિણે વિંધ્યાચલ પર્વત, અને બૌદ્ધ ગ્રંથ વિનયપિટકમાં જણાવ્યા પ્રમાણે તેમાં અને અંગદેશમાં મળીને એંસી હજાર ગ્રામ હતાં અને તેનો ઘેરાવો (પરિઘ) ત્રણસો લીગ એટલે આશરે ત્રેવીસસો માઈલ હતો એમ એક બૌદ્ધ ગ્રંથમાં જણાવેલ છે; જ્યારે ઉપર જોઈ ગયા તેમ જૈન ગ્રંથ એકલા મગધ દેશમાં છ હજાર છ સો છાસઠ લાખ ગ્રામ હતાં એમ જણાવે છે.
૨. અંગ - અંગ લોકો મગધની પૂર્વે આવેલ દેશમાં વસતા હતા અને તેની રાજધાની ચંપા હતું કે જે હાલના ભાગલપુર પાસે આવેલ હતું. તેની સીમાની ખબર નથી. બૌદ્ધના ગ્રંથ પ્રમાણે બુદ્ધના વખતમાં તે મગધને તાબે હતું, અને તેણે પાછી સ્વતંત્રતા મેળવી હોય એવું જણાતું નથી. આની પૂર્વે તે સ્વતંત્ર હતું અને આસપાસના પાડોશી રાજ્યો સાથે યુદ્ધ થવાની કથાઓ મળે છે. બુદ્ધના વખતમાં અંગરાજ માત્ર સંપત્તિમાન અમીર જેવો હતો, અને તેણે અમુક બ્રાહ્મણને જિવાઈ બાંધી આપી હતી એમ બૌદ્ધ ગ્રંથમાંથી મળી આવે છે. જૈન ગ્રંથમાંથી એવું જણાય છે કે ચંપાનો રાજા દધિવાહન હતો. તે વૈશાલી નગરીના રાજા ચેટકની પુત્રી પદ્માવતી અથવા બીજું નામ ધારણીને પરણ્યો હતો. તેના પર કૌશાંબીના રાજા શતાનીકે ચડાઈ કરી હતી અને તેથી તે રાજા નાસી ગયો હતો. શતાનીક લૂંટ કરી કૌશાંબી આવ્યો. પાછળથી દધિવાહનનું શું થયું તે કંઈ જણાતું નથી. ઈ.સ.૫૬૨થી ૫૫૬ની વચમાં ચંપા કૌશાંબી (વત્સદેશને) – બૌદ્ધ પ્રમાણે મગધ દેશને નહિ તાબે થયું હશે. અલબત્ત પછી જૈન ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ચંડપ્રદ્યોત નામના અવંતીના રાજાએ કૌશાંબી પર ચડાઈ કરી હતી અને તે વખતે શતાનીક રાજા મરણ પામ્યો હતો. અને તે ચંડપ્રદ્યોતને બાંધીને રાજગૃહમાં (મગધની રાજધાનીમાં) શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે આણ્યો હતો.
—
૩. કાશી – તે હાલના કાશીમાં રહેલ લોકો હતા. બૌદ્ધના ગ્રંથ પરથી જણાય છે કે બુદ્ધના વખતમાં ભારતનું આ પ્રખ્યાત પ્રાચીન રાજ્ય એટલી બધી રાજકીય નબળી દશામાં આવી પડ્યું હતું કે તેની રાજ્યની આમદાની માટે મગધ અને કોશલ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. અને તે રાજ્યને કોશલમાં જોડી દેવામાં આવ્યું હતું, બૌદ્ધના જાતક ગ્રંથમાં તે દેશનો પિરઘ બે હજાર માઈલ કરતાં વધુ જણાવે છે. તેણે કદી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International