________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
૧
તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. સુખ, દુઃખ અને અદુઃખ રૂપી વેદના એ પૂર્વકૃત કર્મના ઉદયથી થાય છે. નિમિત્તનું ગ્રહણ કરવાપણું તે પ્રત્યય અને તેનાથી જાતિવ્યક્તિનો યોગ કરી સવિકલ્પ જ્ઞાન થાય તે સંજ્ઞા પુણ્ય-પુણ્યાદિ ધર્મસમુદય તે સંસ્કાર, એના પ્રબોધથી પૂર્વે અનુભવેલા વિષયનું સ્મરણ વગેરે થાય છે. અને પૃથ્વી ધાતુ વગેરે રૂપસ્કંધ, આ પાંચ સ્કંધ સિવાય ‘જીવ’ અથવા ‘આત્મા’ એવો પદાર્થ કોઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી. આ પાંચે કંધને ક્ષણસ્થાયી સમજવા તે નિત્ય અથવા કાલાંતરાસ્થાયી નથી. આવી રીતે બૌદ્ધો દુઃખતત્ત્વની વ્યાખ્યા કરે છે. લોકમાં ‘હું’ અને ‘મારું’ વગેરે જે અખિલ ગણ ઉદય પામે છે તેને દુઃખનું કારણ - સમુદયતત્ત્વ કહેવામાં આવે છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી વાસના જેમાં બંધાઈ છે તેને દૂર કરવા રૂપે - દુઃખના દૂર કરવાના સાધનને માર્ગ કહેવામાં આવે છે અને દુઃખનો અટકાવ તેને નિરોધ કહેવામાં આવે છે. આ રીતે ચાર આર્યસત્ય માનવામાં આવે છે. સર્વ સંસ્કારનું ક્ષણિકત્વ બૌદ્ધો બહુ યુક્તિસર સિદ્ધ કરવા મથન કરે છે. તેઓ સંસ્કારને નિત્ય માનવામાં કેવાકેવા હેત્વાભાસો થાય છે તે સંબંધી અનેક રીતે ચર્ચા કરે છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એમ કરીને તેઓ એમ બતાવવા માગે છે કે કોઈપણ પ્રકારે આત્મા કે જીવ એવો પદાર્થ માનવો નહિ પણ જ્ઞાનક્ષણનો સંતાન જ વ્યવહાર માટે બસ છે. ક્ષણિક સંસ્કાર અન્ય ક્ષણે બીજા તદ્રુપ સંસ્કારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરંપરાથી જ એક વિષયનું દીર્ઘકાળ સુધી જ્ઞાન થાય છે. આ પ્રમાણે (૧) સૌત્રાંતિક નામના બૌદ્ધ સંપ્રદાયનો મત છે. (૨) વૈભાષિક સંપ્રદાયવાળા બાર પદાર્થને માને છે. તેઓ પણ સંસ્કારને તો ક્ષણિક જ માને છે. બૌદ્ધો પરમ પુરુષાર્થની પ્રાપ્તિ ચાર ભાવનાથી માને છે ૧. સર્વ ક્ષણિક છે, ૨. સર્વ દુઃખ છે, ૩. સર્વ સ્વલક્ષણ છે (એકના જેવું અન્ય નથી, પોતે પોતાના જેવું જ છે), અને ૪. સર્વ શૂન્ય છે. આ ચાર ભાવનાથી સકલ વાસનાઓની નિવૃત્તિ થતાં શૂન્ય રૂપ પરિનિર્વાણનો આવિભૉવ નિર્વાણ – મુક્તિ થાય છે. બૌદ્ધની જુદીજુદી શાખાઓમાં મતભેદ હોવા છતાં આત્માનું ક્ષણિકત્વ તો સર્વમાં સામાન્ય છે અને સર્વ એમ માને છે કે રાગાદિના, જ્ઞાનસંતાનના, અને વાસનાના ઉચ્છેદથી મુક્તિ મળે છે. (આ દર્શનનું વિસ્તીર્ણ વર્ણન આ નિબંધમાં અન્ય સ્થલે આપવામાં આવ્યું છે.)
નૈયાયિક (અન્નપાદ) દર્શનવાળા ગૌતમના અનુયાયી કહેવાય છે. અહીં પોતાની અચિંત્ય શક્તિના માહાત્મ્યથી મહેશ્વર સૃષ્ટિ કરનાર અને તેનો સંહાર કરનાર ગણાય છે. અને દુઃખના અત્યંત ઉચ્છેદરૂપ નિઃશ્રેયસ તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે એવી તેની માન્યતા છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે તત્ત્વજ્ઞાન થતાં જ નિઃશ્રેયપ્રાપ્તિ થાય છે પણ વાત એમ છે કે તત્ત્વજ્ઞાનથી દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોપ અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે એમાં પ્રથમ છેલ્લાનો અને ત્યારપછી ઉત્તરોત્તર તેની આગળનાનો નાશ થાય છે. મિથ્યાજ્ઞાન એટલે દેાિહિદ અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિ. આ દેહિંદમાં રહેલી આત્મબુદ્ઘિના પોતાના અનુકૂળ પદાર્થો ઉપર રાગ અને પ્રતિકૂળ પદાર્થ ઉપર દ્વેષ તથા ૧. જુઓ પદર્શન સમુચ્ચય' શ્લોક ૬ પરની ટીકા, અને સર્વદર્શનસંગ્રહ'નો બૌપ્રકરણ વિભાગ.
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org