________________
૭૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
salvation comes from taking refuge in that true religion, and not from observing the external ceremonies of the community - that religion cannot regard any barrier between man and man as an eternal verity. Wondrous to relate this teaching rapidly overstopped the barriers of the races abiding instinct and conquered the whole country. For a long period now the influence of Kshatriya teachers completely suppressed the Brahmin power.
આનું ભાષાંતર રા. સુશીલ આ પ્રમાણે કરે છે ?
મહાવીરે ડિડિમનાદથી એવો મોક્ષનો સંદેશ ભારતવર્ષમાં વિસ્તાર્યો કે ધર્મ એ માત્ર સામાજિક રૂઢિ નહિ પણ વાસ્તવિક સત્ય છે - મોક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયા-કાંડ પાળવાથી મળતો નથી પણ તે સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે – અને ધર્મમાં મનુષ્ય અને મનુષ્યનો ભેદ સ્થાયી રહી શકતો નથી. કહેતાં આશ્ચર્ય ઊપજે છે કે આ શિક્ષણે, સમાજના હૃદયમાં જડ ઘાલીને બેઠેલી ભાવનાઓ રૂપી વિઘ્નોને ત્વરાથી ભેદી નાંખી, અને આખા દેશને વશીભૂત કર્યો. ત્યાર પછી ઘણા કાળ સુધી આ ક્ષત્રિય ઉપદેશકોના પ્રભાવ-બળથી બ્રાહ્મણોની સત્તા અભિભૂત રહી
હતી.”
કોઈપણ ધર્મપ્રવર્તકને ધર્મવ્યવસ્થામાં (organization) દેશની સ્થિતિ – તેના સંજોગો પર ખાસ લક્ષ આપવું પડે છે. મહાવીરના સમયમાં બે ભાગ નામે બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો – ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ મુખ્યપણે વહેંચાઈ ગયા હતા. બ્રાહ્મણોનું આધિપત્ય અતિશય વિશેષ, અન્યથી અતીવ ચડિયાતું હતું અને રાજાઓમાં એકચકવે રાજ્ય કરનાર ચક્રવર્તી કે સમ્રાટ કોઈ ન હોવાથી જુદાંજુદાં રાજ્યો પર સત્તા ધરાવતા રાજાઓ અનેક હતા અને તેમની સત્તા પ્રજાની સહાય સાથે, અગર અન્ય રાજ્યકીય જાતિઓની સહાય સાથે પ્રબળપણે તેની પ્રજા પર પ્રવર્તતી હતી.
“મહાવીર જાણતા હતા કે સમાજ ઉપર ખરી અસર બ્રાહ્મણો દ્વારા જ થઈ શકશે કેમકે તે જમાનામાં તેમનું જોર પ્રબળપણે વર્તી રહ્યું હતું. તેથી તેમણે પોતાના પ્રભાવનો પ્રથમ ઉપયોગ તે કાળના મુખ્ય અને વિદ્વાન બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવામાં કર્યો. જેન ગ્રંથોમાં ઈદ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ આદિ અગિયાર સુવિખ્યાત બ્રાહ્મણોએ મહાવીર આગળ દીક્ષા લીધાની જે હકીકત અસ્તવ્યસ્ત આકારમાં આ કાળે રહેવા પામી છે તે એ જ વાતનું સમર્થન કરે છે કે મહાવીરે સર્વથી પ્રથમ, જેના વડે સમાજની પ્રગતિ અવરોધને પામી હતી તેવા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવા ઉદ્યોગ કર્યો હતો. પ્રભુના અગિયાર ગણધરો પ્રથમ ક્રિયાકાંડી બ્રાહ્મણો હતા અને તેના ઉપદેશથી અનુરંજિત થઈ પોતાના મોટા શિષ્યસમુદાયો સહિત તેમના શરણે આવ્યા
હતા.”
પ્રજા જેના જુલમ અને ત્રાસથી પીડાતી હતી, અને જે પ્રજાની પ્રગતિને બાધક અધર્મ અને અનીતિથી ભરેલ કારણો હતાં તે આ ? ઘણાં વર્ષોથી, સ્વાર્થને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org