________________
૨૬૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
कालनेमि निहा वीरः शूरः शौरि जिनेश्वरः । આમાં ભગવાનનું નામ જિનેશ્વર કહ્યું છે. (૧૧) દુર્વાસા ઋષિકૃત “મહિમ્નસ્તોત્રમાં એવું કથેલ છે કે
तत्तदर्शन मुख्य शक्तिरिति त्वं ब्रह्मकर्मेश्वरी ।
कहिन् पुरुषो हरिश्च सविता वुद्धः शिवस्त्वं गुरुः ।। અહીં ‘અરહંત તમે છો' એવી ભગવાનની સ્તુતિ કરી છે.
(૧૨) પ્રભાસ પુરાણમાં ઋષભનાથનું વિમલાચલ (શત્રુજય) અને નેમિનાથનું રૈવત (ગિરનાર) પર સ્થાન – આશ્રમ છે તે જણાવ્યું છે.
रैवताद्रौ जिनो नेमियुगादिर्विमलाचले ।
ऋषीणामाश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ।। (૧૩) “ગણેશ પુરાણ'માં નૈનં પશુપતિ સાથું – એમ એક દર્શન તરીકે, જૈન જણાવ્યું છે.
(૧૪) “મનુસ્મૃતિ’ કે જે પ્રાચીન હિંદુ ધર્મનો પ્રામાણિક ગ્રંથ લખાય છે તેમાં નાભિનો મરુ દેવીથી થયેલ પુત્ર નામે ઋષભદેવ (પ્રથમ તીર્થકર)નું વર્ણન છે.
कुलादिबीजं सर्वेषां प्रथमो विमलवाहनः । चक्षुष्मान् यशस्वी वाभिचंद्रोऽथ प्रसेनजित् ।। मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः । अष्टमो मरुदेव्यां तु नाभेर्जातः उरुक्रमः ।। दर्शयन् वर्त्म वीराणां सुरासुर नमस्कृतः ।
नीति त्रितय कर्ता यो युगादौ प्रथमो जिनः ।। અહીં વિમલવાહનાદિક ‘મનુ' કહ્યા છે તેને જૈનમાં ‘કુલકર' કહે છે અને અહીં પ્રથમ જિન યુગની આદિ વિષે માર્ગના દર્શક અને સુરાસુરપૂજિત કહેલ છે તે ઋષભદેવ છે. (૧૫) રાજર્ષિ ભતૃહરિના શૃંગારશતકના ૮૭માં શ્લોકમાં “જિન” એ નામ આપેલ છે.
एको रागिषु राजते प्रियतमादेहार्द्धधारी हरो नीरागेषु जिनो विमुक्तललनासंगो न यस्मात्परः । दुरिस्मरवाणपन्नग विषव्यासक्त मुग्धो जनः ।
शेषः कामविडंबितो हि विषयान् भोक्तुं न मोक्तुं क्षमः ।.
– રાગી પુરુષોમાં તો એક મહાદેવ શોભિત છે કે, જેણે પોતાની પ્રિયતમા પાર્વતીને અર્ધ શરીરમાં ધારણ કરી રાખી છે, અને વિરાગીઓમાં જિનદેવ શોભિત છે કે જેના સમાન સ્ત્રીના સંગ છોડનારા બીજા કોઈ નથી. બાકી બધા દુર્નિવાર કામદેવના બાણરૂપ સર્પોના વિષથી મૂચ્છિત થયા છે, કે જે કામની વિડંબનાથી વિષયોને સારી રીતે ભોગવી શકતા નથી, તેમ તેને છોડી શકતા નથી.
(૧૬) હનુમન્નાટકના મંગલાચરણ શ્લોકમાં બધા દેવોની સાથે અહમ્ - જિનદેવની પણ સ્તુતિ કરી છે :
यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org