SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન એ વેદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા) ૨૬૫ अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसका: सोऽयं को विदधातु वांछितफलं त्रैलोक्यनाथः प्रभुः ।. આ રીતે જૈન અને જિનદેવ આદિ સંબંધે ઘણાઘણા ઉલ્લેખ છે કે જેમાંના મુખ્ય અત્ર આપ્યા છે. જેનદર્શન વેદના કાળની પૂર્વે કે તે કાલમાં ન હોત તો તે સંબંધીનો આટલા મોટા પ્રમાણમાં નિર્દેશ જેનેતર ગ્રંથમાં હોવો અસંભવિત છે. તેથી ઊલટું વેદવ્યાસના કાળ પૂર્વે જેનોની સ્યાદ્વાદ નયની ફિલસૂફી સંભવિત છે અને તેથી જ વ્યાસજી જેવા સમર્થ પુરુષને તેના ખંડન માટે પોતાના ગ્રંથમાં એક કરતાં વધારે સૂત્રો રોકવાં પડ્યાં હશે. જ્યારે આપણે જેનોના પ્રાચીન ઇતિહાસ ભણી નજર કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે લગભગ દરેક કાળમાં જૈનોને તેનાં વિરોધી દર્શનો સાથે ટંટામાં ઊતરી મુશ્કેલીઓ ભોગવવી પડી છે. વિષકાલમાં પણ તેને ઘણું સહન કરવું પડ્યું છે. આનું મુખ્ય કારણ એ જ હોવું પ્રતીત થાય છે કે યજ્ઞયાગાદિકમાં પશુહોમ થવાની સખ્ત વિરુદ્ધ જેનો હતા. તે કાળે વેદાનુયાયી બ્રાહ્મણોનો નિર્વાહ મોટે ભાગે તેથી થતો હતો એમ ઇતિહાસ પરથી માલૂમ પડે છે. આની સામે જૈનોએ ‘અમારિ ઘોષણા' જૈન રાજાઓના સમયમાં ઘણીઘણી વખત વગડાવેલ છે. હાલના મહાનું સમર્થ તત્ત્વજ્ઞ લોકમાન્ય બાલ ગંગાધર તિલકે જૈન શ્વેતાંબર કોન્ફરન્સના વડોદરામાંના અધિવેશનમાં નીચે પ્રમાણે જણાવ્યું હતું : જેન અને વેદિક એ બંને ધર્મ જોકે પ્રાચીન છે, પરંતુ અહિંસા ધર્મનો મુખ્ય પ્રણેતા જૈન ધર્મ છે. જૈન ધર્મે પોતાની પ્રબળતાથી વેદિક ધર્મ ઉપર અહિંસા ધર્મની નહિ ભૂંસાય તેવી ઉત્તમ છાપ મારી છે. વેદિક ધર્મમાં અહિંસાને સ્થાન મળ્યું છે તે જેનીઓના સંસર્ગને લીધે જ છે. અહિંસા ધર્મના સંપૂર્ણ શ્રેયના હકદાર જૈનીઓ જ છે. અઢી હજાર વર્ષ પહેલાં વેદવિધાયક યજ્ઞોમાં હજારો પશુઓનો વધ થતો હતો, પરંતુ ૨૪૦૦ વર્ષ પહેલાં જૈનોના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ જ્યારે જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો ત્યારે તેના ઉપદેશથી લોકોનાં ચિત્ત આ ઘોર નિર્દય કર્મથી વિરક્ત થવા માંડ્યાં અને ધીમેધીમે લોકોના ચિત્તમાં અહિંસાએ પોતાનો અધિકાર સ્થાપન કર્યો. આ સમયના વિચારશીલ વેદિક વિદ્વાનોએ ધર્મની રક્ષાને લીધે પશુહિંસા સર્વથા બંધ કરી અને પોતાના ધર્મમાં અહિંસાને આદરપૂર્વક સ્થાન આપ્યું.” સંસ્કૃત ભાષાના પ્રોફેસર (શિક્ષાગુરુ) (વિલ્સન કૉલેજ) વિદ્વાન્ હરિમહાદેવ ભડકર નીચે પ્રમાણે જણાવે છે : “Jainism teaches that the highest moral life is the only sure means of elevation of soul and its eventual emancipation and with it the central truth of morality lies in complete abstinence from injury to any one else. It is a painful confession that the sacred animal sacrifice though it has to be allowed and being enjoined by the shruti Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy