________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
the basis of all the superstructure of the vedic faith, does in fact startle the heart of even the most faithful follower of the Vedas. This effect, I believe, could not have been brought about by the purely militant materialistic doctrine, but must have been the slow and silent effect of the steady self-relying teachers who brought the wealth of their metaphysical thought to bear on all questions of humane life and constructed a doctrine which would satisfy all the yearning of the humane soul.'
જૈન ધર્મ એ શીખવે છે કે ઉત્તમમાં ઉત્તમ નીતિમય જીવન એ જ આત્માની ઉતિ કરવામાં અને તેને કર્મથી મુક્ત કરવાનો સાચો ઉપાય છે. અને જૈન ધર્મમાં નીતિનું કેંદ્રભૂત સત્ય કોઈની હિંસા કરવાથી તદ્દન મુક્ત રહેવું એ છે.
આ તો દુઃખદાયક કબૂલિયાત છે કે પશુયજ્ઞ જો કે શ્રુતિએ અનુમોદિત અને આજ્ઞાથી ફરમાવેલ છે તેમજ તે વેદિક ધર્મની સર્વ ઇમારતનો પાયો છે છતાં વેદના ચુતમાં ચુસ્ત અનુયાયીના હૃદયને પણ વસ્તુતઃ ચમકાવે છે. મારા ધારવા પ્રમાણે આ અસર જે સિદ્ધાંત માત્ર વિરોધી અને જડ ભાવનામય હોય તેથી પરિણમી શકે જ નહિ, પણ તે દૃઢ આત્મસંયમી ધર્મોપદેશકોની ધીમી અને શાંત અસર હોવી જ જોઈએ કે જે ઉપદેશકોએ મનુષ્યજીવનના સર્વ પ્રશ્નો સાથે સંબંધ ધરાવતા એવા પોતાના આધ્યાત્મિક વિચારોની સંપત્તિ રજૂ કરી એક એવો સિદ્ધાંત રચ્યો હોય કે જે મનુષ્યાત્માની સર્વ તીવ્ર ઇચ્છાને તૃપ્ત કરી શકે.
આવી રીતે જૈનોની વૈદિક યજ્ઞ ઉપર પ્રબલ અસર હતી, અને તેથી તે કારણે નીપજેલા દ્વેષને લઈને કદાચ બીજાઓએ ‘હસ્તિના તાડ્યમાનોપિનાòઝિન મંવિરમ્ ।’ હાથી તમારા ઉપર હુમલો કરવાને આવે અને બચવાનો કોઈપણ ઉપાય ન મળે તો પણ જૈનના મંદિરમાં પ્રવેશવું નહિ આવા ભાવનાં વાક્યો ઉચ્ચાર્યાં હોય
એમ લાગે છે.
૨૬૬
કેટલાંક સંસ્કૃત નાટકોમાં જૈનોના સાધુ અને યતિનાં પાત્રોને દાખલ કરી તેમની પાસે અનેક નિંઘ ભાવ ભજવ્યા છે (આમ બૌદ્ધ ભિક્ષુઓના સંબંધે પણ બન્યું છે.) કેટલેક સ્થળે તેમણે ચોરી કરી, દલાલી કરી, જૂઠું બોલ્યા એવા રૂપમાં તેમને ખોટા આકારમાં દર્શાવ્યા છે અને અજાણ્યા માણસોમાં જૈન ધૂર્તતાની મૂર્તિ છે એવો ભાવ ઠસાવવા પ્રયત્ન કર્યો છે. આની સામે જૈનોએ પણ બ્રાહ્મણોને ક્વચિત્ અયોગ્ય રીતે ચીતર્યા હશે.
આ પ્રમાણે પ્રાચીન જૈન દર્શન અનેક દર્શનો તરફથી ધક્કાધુંબા ખાતું આજ સુધી ભારતમાં અખંડ ધારાએ ચાલ્યું આવ્યું છે, જ્યારે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અહીં ભાગ્યે જ રહ્યા છે કે ખૂબ ઓછા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org