________________
જૈન એ વેદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા)
૨૬૩
આ શાકટાયનના મતે નામનિ સાધ્યાતનાન – બધાં નામોનું નિર્વચન આખ્યાત કે ક્રિયાપદના આધારે કરી શકાય. કારણકે નામ ક્રિયાપદમાંથી વ્યુત્પન્ન થયાં છે. નૈક્તોનો પણ આ જ મત હતો. શાકટાયનને ઊણાદિ સૂત્રપાઠ અને ઋતંત્ર પ્રાતિશાખ્યના કર્તા માનવામાં આવે છે.
જૈન વૈયાકરણ શાકટાયન કે પાલ્યકીર્તિ શાકટાયન એમનાથી જુદા જણાય છે. તેઓ ૯મી સદીમાં રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષના સમયમાં થઈ ગયા અને શબ્દાનુશાસન અને તેના પરની સ્વીપજ્ઞ અમોઘવૃત્તિના કર્યા હતા. આ વ્યાકરણગ્રંથમાં તેમણે પાણિનિ, કાતંત્ર, જૈનેન્દ્ર અને ચંદ્ર (બૌદ્ધ વૈયાકરણ)નો આધાર લીધો છે.)
(૩) “ઐતરીય બ્રાહ્મણમાં જૈનોના યતિ સંબંધી વિવેચન છે.
(૪) સામવેદમાં યતિઓને ક્રિયાના વિરોધી તરીકે ગણવામાં આવ્યા છે એમ ડાકટર રાજેન્દ્રલાલ મિત્ર યોગસૂત્રની પ્રસ્તાવનામાં કહે છે.
(૫) યજુર્વેદમાં જૈનના દેવ (28ષભાદિ) સંબંધી અનેક સ્થળે ઉલ્લેખ છે. અને વળી ઋષભ અને અરિષ્ટનેમિની સ્તુતિ પણ તે જ ગ્રંથમાં જોવામાં આવે છે. આ ઈશ્વરતત્ત્વમાં જણાવવામાં આવેલ છે.
(૬) સ્વેદ કે જે ભારતનો સર્વથી પ્રાચીન ગ્રંથ મનાય છે અને ચારે વેદમાં પણ જે સર્વથી પ્રથમ ઉત્પન્ન થયો એમ સ્વીકારાય છે તેના વર્ગ ૧૬ અધ્યાય ૬ના પ્રથમ અષ્ટકમાં જેનોના ૨૨મા તીર્થંકર અરિષ્ટનેમિનું નામ દષ્ટિગોચર થાય છે (જુઓ ઈશ્વરતત્ત્વ).
(૭) વ્યાસમુનિના પ્રસિદ્ધ ગ્રંથ બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયના બીજા પાદનો ૩૨થી ૩૬ સુધીનાં સૂત્રોમાં વ્યાસજીએ જૈનોના સ્યાદ્વાદ ન્યાયનું ખંડન કરવા નૈસ્મિન્નસંમવાતું આદિ સૂત્રથી અને “નૈના Uમિશ્નવ વસ્તુનિ મ પ્રસૂપર્યાન્તિ’ એમ જણાવી પ્રયત્ન કર્યો છે. વ્યાસમુનિ આ રીતે ખંડન કરવામાં કેટલા દરજે વિજયી નીવડ્યા છે એ જૈન સ્યાદ્વાદનું રહસ્ય યથાર્થ જાણનારે વિચારવાનું છે. અત્ર અપ્રાસંગિક હોઈ જણાવવું યોગ્ય નથી.
() યોગવાશિષ્ઠના પ્રથમ વૈરાગ્ય પ્રકરણમાં અહંકાર નિષેધાધ્યાયમાં વશિષ્ઠ અને રામનો સંવાદ કહ્યો છે તેમાં રામ કહે છે :
नाहं रामो न मे वाञ्छा भावेषु च न मे मनः । __ शांतिमास्थातुमिच्छामि स्वात्मन्येव जिनो यथा ।
– હું રામ નથી, મારી કંઈ ઇચ્છા નથી, અને ભાવ-પદાર્થોમાં મારું મન નથી. હું તો પોતાની જિનદેવની સમાન આ પામાં જ શાંતિ સ્થાપન કરવા ઈચ્છું.
આમાં રામે જિન સમાન હોવાની ઇચ્છા કરી છે, તે તેનું ઉત્તમપણું સૂચવે છે. [“જિન” શબ્દ બુદ્ધ માટે પણ પ્રયોજાય છે. જેણે ઇન્દ્રિયાદિ પર જય મેળવ્યો છે તે ‘જિન.” | (૯) ‘દક્ષિણામૂર્તિ – સહસ્ત્રનામ'માં શિવ કહેતા જણાવેલ છે કે
जैनमार्गरतो जैनो जितक्रोधो जितामयः । આમાં જૈન પ્રભુ સંબંધે કહ્યું છે. (૧૦) વૈશંપાયનસહસ્ત્રનામમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org