________________
૨૯૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
વૈશાલીમાં આ વખતે મહામારી પ્રવર્તતો હતો તેથી તેનું નિવારણ કરવા માટે બુદ્ધ પાસે વૈશાલીથી કેટલાક મહાજન વીનવવા આવ્યા. બુદ્ધ ત્યાં જઈ તેનું નિવારણ કર્યું અને અનેકને દીક્ષા આપી સંઘની વૃદ્ધિ કરી. પછી રાજગૃહ આવ્યા. ત્યાંથી વૈશાલી પાસે આવ્યા.
આ વખતે શાક્ય જાતિ અને કોલિય જાતિ વચ્ચે રોહિણી નદીનું પાણી કોણ વાપરે તે સંબંધે કલહ થયો હતો, કારણ કે બંનેના રાજ્ય વચ્ચે તે નદી આવેલી હતી અને તેનું પાણી બંનેને પૂરતું થતું નહોતું. કલહ વધતાં યુદ્ધ થવાની તૈયારી હતી. ત્યાં બુદ્ધ જઈ બંને પક્ષને શાંત કર્યા અને ઉપદેશથી ઘણાને દીક્ષિત કર્યા.
આ પછી થોડા વખતમાં બુદ્ધને ખબર પડી કે તેમના પિતા ભયંકર માંદા છે એટલે તુરત આકાશમાર્ગે જઈ શુદ્ધોદનને વસ્તુઓની અસ્થિરતા – અનિત્યતા સંબંધી ઉપદેશ કર્યો કે જેથી તેમણે અહતુપદ મેળવ્યું, અને મૃત્યુ પામી નિર્વાણ પામ્યા.
શુદ્ધોદનનું મરણ થતાં માતા ગૌતમીને સંસાર ત્યાગી સાધ્વીજીવન અંગીકાર કરવાની ઇચ્છા થઈ, અને બુદ્ધને સંઘમાં લેવા કહ્યું, પણ તેમણે ના પાડી, એવું કહીને કે સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ કરવા માગતા નથી. પછી બુદ્ધ વૈશાલી આવ્યા. આથી ગૌતમી અને બીજી અનેક સ્ત્રીઓ મસ્તકના કેશ કાપી નાંખી પીત વસ્ત્ર પહેરી પગે ચાલીને વૈશાલી આવી. આનંદે આ જોયું એટલે તેના મનમાં ઘણી અસર થઈ. તે સર્વના પગ સૂજી ગયા હતા, શરીર ધૂળવાળું હતું અને આંખમાં આંસુ હતાં. આનંદ તુરત જ જઈ બુદ્ધને તેમને સંઘમાં લેવા પક્ષ લઈ વિનતિ કરી. પ્રથમ તે વિરુદ્ધ હતા, પરંતુ આનંદના કહેવાથી સર્વને સંઘમાં દાખલ કરી ભિક્ષણીઓ બનાવી.
આનંદની વિનતિ સ્વીકાર્યા છતાં બુદ્ધ સ્ત્રીઓને દાખલ કરવાથી શું શું ભયંકર પરિણામો આવે છે તેનાથી જ્ઞાત હતા. તેમણે આનંદને કહ્યું, “જો સંઘમાં સ્ત્રીઓને દાખલ ન કરવામાં આવે, તો ધર્મ 1000 વર્ષ રહેત, પરંતુ હવે બ્રહ્મચર્ય અને પવિત્રતા વધુ વખત નહિ રહે અને ધર્મ ફક્ત ૫૦૦ વર્ષ સુધી રહેશે.” આ વાત પછીના બનાવથી ખરી પડી છે. સ્ત્રીઓ, ગૌતમી પણ વારંવાર કુદ્ધ રહેતી અને પછી કેટલીક ભિક્ષણીએ કુવર્તનથી લોકનો ક્રોધ શિરે વહોર્યો હતો.
- વૈશાલીથી શ્રાવસ્તીમાં એક ચાતુર્માસ ગાળી રાજગૃહ આવતાં રાજા બિખ્રિસારની અભિમાની રાણી ખેમા રાજાની યુક્તિથી બુદ્ધ પાસે લાવવામાં આવી અને તેના ઉપદેશથી તે બૌદ્ધ ધર્મમાં આવી.
બુદ્ધના પ્રતિપક્ષી તરીકે છે તીર્થિકો હતા. ૧. પૂરણકસ્સ" (પુરાણ-કાશ્ય૫), ૨. મખ્ખલિ ગોસાલ (મુખલિ ગોશાલ), ૩. અજિત કેસકંબલી, ૪. પકુદ્ધ કાયન (પ્રભુદ્ધ કાત્યાયન), ૫. નિગૂંઠ નાતપુત્ત (નિર્ગસ્થ જ્ઞાતપુત્ર – એટલે જેનના મહાવીર.) અને ૬. સંજય બેલડ્રિપુત્ત (સંજય બલિષ્ઠપુત્ર). આ દરેકના અનુયાયી અસંખ્ય હતા, અને ઘણા બુદ્ધની ઈર્ષ્યા કરતા. આમાંનો સંજય તે બુદ્ધના શિષ્ય સારિપુત્ર અને મૌદૂગલ્યાયનનો પૂર્વગુર હતો. બધા વૈશાલીમાં આવેલ મહામારી નિવારી નહિ શક્યા. જ્યારે બુદ્ધ નિવાર્યો એમ બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે.
વળી બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે કે બુદ્ધ રાજગૃહ પાસે રહ્યા હતા તે દરમ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org