________________
જૈન યોગમાર્ગ
અધ્યાત્મને જાણનારા અધ્યાત્મ કહે છે. (યોગબિંદુ ગ્લો. ૩૫૭). આનું ફલ એ થાય છે કે પાપનો ક્ષય (જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ કર્મનો લય) થાય છે, સત્ત્વ એટલે વીર્યનો ઉત્કર્ષ થાય છે, શીલ એટલે ચિત્તની સમાધિ થાય છે, વસ્તુના અવબોધરૂપ જ્ઞાન થાય છે, એથી અતિદારુણ મોહરૂપી વિષવિકાર જતાં અનુભવસિદ્ધ – સ્વસંવેદન પ્રત્યક્ષ એવું અમૃત અનુભવાય છે.
૨. ભાવના
આ અધ્યાત્મની પુનઃ પુનઃ ભાવનારૂપ, (અભ્યાસ) હમેશાં મનની સમાધિથી યુક્ત - ચિત્તનિરોધપૂર્વક કરવા યોગ્ય છે. આથી કામક્રોધાદિરૂપ અશુભ અભ્યાસથી નિવૃત્તિ, જ્ઞાનાદિ વિષયરૂપ શુભ અભ્યાસમાં અનુકૂલતા, અને સત્પ્રકારે શુદ્ધ ચિત્તનો ઉત્કર્ષ થાય છે.
૩. ધ્યાન શુભ એવું એક જ આલંબન છે જેનું એવું જે ચિત્ત એટલે એક જ શુભ વસ્તુ આદિ ૫૨ ચિત્તવૃત્તિની સ્થિરતા તેને બુદ્ધિમાનો ધ્યાન કહે છે. આમાં ઉત્પાદ આદિ વિષય પર સૂક્ષ્મ ઉપયોગ હોય છે, અને તે સ્થિર દીપ જેવું હોવું જોઈએ. આનું ફલ એ થાય છે કે સર્વ કાર્યમાં આત્માની સ્વતંત્રતા સત્તા રહે છે; વૃત્તિની સ્થિરતા, અને અન્ય ભવો કરાવનાર કર્માદિનો નાશ થાય છે.
૪. સમતા અનાદિ અવિદ્યા ખોટી વાસનાથી ઉત્પન્ન થયેલ વિકલ્પથી કલ્પિત એવી ઇષ્ટાનિષ્ટ (ઇંદ્રિય-મનને પ્રમોદ આપનાર) વસ્તુના વિવેકથી ત્યાગમાં મનની તુલ્યરૂપતા સમતા રાખવી તેનું નામ સમતા છે. આનું ફલ ઋદ્ધિ પ્રત્યે અપ્રવૃત્તિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત ચારિત્ર આદિ અટકાવનાર એવાં સૂક્ષ્મ કર્મોનો નાશ અને અપેક્ષા કે જે બંધનો હેતુ છે તે રૂપી તંતુનો વિચ્છેદ થાય છે.
૫. વૃત્તિક્ષય – આત્માથી અન્ય એવા મનોદ્રવ્યના તેની સાથેના સંયોગથી જે સ્વભાવથી તરંગ વગરના સમુદ્ર સમાન છે એવા આત્માને વિકલરૂપી વૃત્તિ થાય છે તેનો કેવલજ્ઞાનના લાભ વખતે અને અયોગિકેવલિકાલે જે પુનર્ભવ ન પામવા રૂપ સ્થિતિ થાય છે તે વૃત્તિક્ષય છે. તેનું ફૂલ કેવલજ્ઞાન (સકલદ્રવ્યપર્યાય પરિપૂર્ણ જાણવારૂપ), શૈલેશીકરણ (સર્વ સંવરરૂપ પર્વત અને તેના ઈશ મોટા પર્વત જેવી અવસ્થાનો લાભ), અને ત્યાર પછી અનાબાધ (સર્વ શારીરિક માનસિક વ્યથાથી રહિત) અને સર્વકાલ આનંદ આપનારી મોક્ષપ્રાપ્તિ થાય છે.
૨૦૫
-
શ્રીમદ્ હરિભદ્રસૂરિએ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં ત્રણ પ્રકારના યોગ કહ્યા છે તેનું સ્વરૂપ ટૂંકમાં જણાવીએ : તેનાં નામ ૧. ઇચ્છાયોગ, ૨. શાસ્રયોગ અને ૩. સામર્થ્યયોગ છે. આ ત્રણે યોગ કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગીના ઉપકાર અર્થે છે, નિષ્પન્નયોગીના ઉપકાર અર્થે નથી.
૧. ઇચ્છાયોગ – જે પ્રાણીઓથી જ્ઞાની હોવા છતાં શ્રુત અને આગમ પ્રમાણે વર્તવાની ઇચ્છા હોવા છતાં ધર્મયોગ-ધર્મવ્યાપાર થઈ શકતો નથી તેને ઇચ્છાયોગ કહેવામાં આવે છે.
Jain Education International
૧. કણાદ મુક્તિનું સ્વરૂપ ‘સુખદુઃખવ્યવચ્છેદરૂપ' – જ્યાં સુખ અને દુઃખનો નાશ છે – એવું આપે છે, તે જૈન મત પ્રમાણે ઇષ્ટ નથી, માટે જ મુક્તિને દુઃખરહિત કહેવા સાથે સુખવાળી - આનંમદય કહી છે.
For Private & Personal Use Only
તત્ત્વાર્થ જાણ્યા છતાં
પ્રમાદને લઈને સંપૂર્ણ
www.jainelibrary.org