________________
૨૦૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
શુદ્ધિથી ચંદ્રવત્ વિજ્ઞાન છે, પરંતુ તે ઉક્ત જ્ઞાનાવરણીયાદિ વાદળોથી ઘેરાયેલા ચંદ્રવતું સ્થિત છે. તે વાદળાં દૂર થયાં કે મૂળ સ્વરૂપવાળો ચંદ્રવત્ થયો એટલે જ્ઞાનકેવલી થયો.
(આત્માનું સ્વરૂપ જૈનદષ્ટિએ જ્ઞાન છે, અને તેને આવરણ લાગેલાં હતાં તે દૂર થયા એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા થાય છે). હવે યોગી કેવલી થયા પછી મનોયોગાદિ રહે છે, બીજાં “અઘાતી કર્મો નામે ‘વેદનીય, નામ, ગોત્ર અને આયુ” એ ચાર કર્મો રહ્યાં હોય છે, તો ત્યાર પછી સર્વજ્ઞતાથી અનેક પ્રાણીઓના અંધકાર ભેદી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા અનુભવતો છેવટે મનોયોગાદિના પર જય કરી મેરુ પર્વત જેવી સ્થિર – શૈલેશી અવસ્થા – “શૈલેશીકરણ” પ્રાપ્ત કરી અવશેષ ઉપર્યુક્ત ચારે કર્મનો નાશ કરી અંતે અયોગી કેવલી ગુણસ્થાનક મેળવે છે – સિદ્ધ થાય છે – મુક્તિ પામે છે. ત્યાંથી કદીપણ – કોઈપણ કાલે જન્મ-મરણરૂપ સંસારમાં તેને આવવાનું થતું નથી. આ સ્થિતિ એ સૌનું સાધ્ય છે. ત્યાંની સચ્ચિદાનંદમય સ્થિતિ અવર્ણનીય છે. યોગનું લક્ષણ
જે મોક્ષ સાથે જોડનાર તેને યોગ કહેવામાં આવે છે. જ્યારે પાતંજલ યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનો નિરોધ એમ આપે છે. યોગાભાસ
લોકના આરાધનની ઈચ્છા રાખી મલિન અંતરાત્માથી જે સન્ક્રિયા કરવામાં આવે તે લોકપંક્તિ અથવા મિથ્યા યોગ છે. તેથી અશુભ-પાપકર્મ બંધાય છે. યોગપ્રાપ્તિનો સમય
ઓઘદષ્ટિ તજી યોગદષ્ટિમાં પ્રાણી આવે છે, તે પહેલાં અનંત પુદ્ગલપરાવર્તન કર્યા કરતો હોય છે, અને જ્યારે ચરમ પુલાવર્સમાં આવે છે ત્યારે તેને યોગદષ્ટિ પ્રાપ્ત થાય છે. તે વખતે જ ભવાભિનંદીપણાનો ત્યાગ અને માર્ગાનુસારીપણું આવે છે. યોગના ભેદ
અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એ પાંચ પ્રકારથી મોક્ષનો યોગ થાય છે તેથી તે પાંચ યોગ છે અને તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે. (યોગબિંદુ)
૧. અધ્યાત્મ – ઉચિત પ્રવૃત્તિથી વ્રત (અણુવ્રત, મહાવ્રતોથી યુક્ત થનારનું જિનવચનાનુસાર તત્ત્વચિંતન (જીવાદિ પદાર્થની અર્થસહિત પર્યાલોચના) કરવું, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય એ ચાર ભાવના સત્ત્વાદિ વિષયોમાં અત્યંત કરવી તેને ૧. આ વાત જોકે એકાંતે પણ બીજી રીતે અન્ય દર્શનમાં કહી છે તે આ પ્રમાણે છે :
(૧) વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ – બ્રહ્મ જ્ઞાનરૂપ તથા આનંદરૂપ છે. - શ્રુતિવાક્ય. (२) ज्ञानं नैवात्मनो धर्मो न गुणो वा कथंचन
ज्ञानस्वरूप एवात्मा नित्यः सर्वगतः शिवः ।। - જ્ઞાન એ કોઈપણ આત્માનો ધર્મ કિંવા ગુણ નથી, પણ નિત્ય, સર્વગત અને કલ્યાણરૂપ આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે. – સ્મૃતિવાક્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org