________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
૨. શાસ્રયોગ – શાસ્ત્રપ્રધાન યોગ તે શાસ્ત્રયોગ. એમાં પરાક્રમથી ધર્મવ્યાપાર હોય છે. એટલે યથાશક્તિ અપ્રમાદી થઈને આત્મામાં શ્રદ્ધાવાળા શ્રાદ્ધને આગમના તીવ્રબોધથી અખંડ ધર્મવ્યાપાર હોય છે તેને શાસ્ત્રયોગ કહેવામાં આવે છે.
૨૦૬
૩. સામર્થ્યયોગ – શાસ્ત્રમાં યોગસિદ્ધિના ઉપાયો દર્શાવેલા હોય છે આમાં તે શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યાં વગર પોતાની આત્મશક્તિના ઉદ્રેક-પ્રાબલ્ય-વૃદ્ધિથી વિશેષ ઉપાયો જે શોધે છે તે ઉત્તમ સામર્થ્યયોગ છે. શાસ્ત્રમાં સિદ્ધિ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનાદિને ઉપાયો બતાવેલા છે તે ૫રમાર્થથી તદ્દન સંપૂર્ણ ન હોય અને પરમાર્થથી તેનો તદ્દન સાક્ષાત્કાર ન થઈ શકે એમ હોય તો યોગીઓ શાસ્ત્રના જ્ઞાનથી જ સર્વજ્ઞ થઈ શકે. માટે શાસ્ત્રમાંથી જ સિદ્ધિના ઉપાયો સર્વથા મળે છે તે ન સ્વીકારતાં પોતાની આત્મશક્તિ સ્ફુરાવી સિદ્ધિના ઉપાયોનો સાક્ષાત્કાર જે યોગથી પ્રાણી કરે છે તેને સામર્થ્યયોગ કહેવામાં આવે છે. આની ઉત્કૃષ્ટ જ્ઞાનદશા અને ચારિત્રમાર્ગ તે પ્રાતિભજ્ઞાનનો વિષય છે. પ્રાતિભજ્ઞાન તે કેવલજ્ઞાન પૂર્વેનું છે. જેમ સૂર્યોદય પહેલાં અરુણોદય થાય છે તેમ કેવલજ્ઞાન પૂર્વે પ્રાતિભજ્ઞાન થાય છે. તેથી સાધ્યનો પ્રકાશ તદ્દન સ્પષ્ટાકારે નજીક હોય છે.
આ સામર્થ્યયોગના બે ભાગ છે. (૧) ધર્મસંન્યાસ, (૨) યોગસંન્યાસ. ક્ષમાદિ દશ ધર્મો વગેરે ક્ષયોપશમભાવ તજીને અવિચ્યુતપણે (ક્ષાયિકભાવે) પ્રાપ્ત થાય તેને ધર્મસંન્યાસ કહેવામાં આવે છે અને શરીરાદિ યોગ – વ્યાપાર ઉપર અંકુશ આવી જાય છે અને યથાસ્વરૂપે યોગપ્રાપ્તિ થાય છે તેને યોગસંન્યાસ કહેવામાં આવે છે. ધર્મસંન્યાસ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં પ્રાણી બીજી વખત અપૂર્વકરણ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે. ત્યારે અપ્રમત્ત યતિ શ્રપકશ્રેણી આદરે છે તેને તાત્ત્વિક રીતે ધર્મસંન્યાસ કહેવામાં આવે છે. આની પહેલાં જે ધર્મસંન્યાસ થાય છે તે અતાત્ત્વિક હોય છે, કારણકે સામાન્ય દીક્ષાગ્રહણ વખતે ધર્મપ્રાપ્તિ થાય છે, પરંતુ તે અતાત્ત્વિક - સાધારણ હોય છે. દીક્ષાને યોગ્યના ગુણ શાસ્ત્રકાર એવા કહે છે કે “તે આર્યદેશમાં ઉત્પન્ન થયેલ, વિશિષ્ટ કુળવાળો, કર્મમલબુદ્ધિ જેની ક્ષીણપ્રાય થઈ હોય તે. જેને એમ લાગતું હોય કે મનુષ્યજન્મ દુર્લભ છે, જન્મમરણ નિમિત્તરૂપ છે, લક્ષ્મી ચપલ છે, વિષયો દુઃખના હેતુ છે, સંયોગવિયોગ થયા કરે છે, પ્રતિક્ષણે મરણ થાય છે, અને કર્મનાં ફલ દારુણ છે આવા આવા વિચારો ભાવતો હોય, સંસારથી વિરક્ત હોય, જેના કષાય ઓછા હોય, હાસ્યાદિ અલ્પ હોય, જે કૃતજ્ઞ, વિનીત, હોય, જે પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પહેલાં પણ રાજ્ય, પ્રધાન, નગરવાસી વગેરેમાં બહુમાન પામેલ હોય, અદ્રોહ કરનાર, કલ્યાણ કરનાર, શ્રાદ્વગુણસંપન્ન હોય.” આવી સ્થિતિનો જે પ્રાણી ઉન્નતિક્રમમાં વધેલો હોય છે તે પ્રવ્રજ્યાને યોગ્ય ગણાય છે. અને તે ધર્મસંન્યાસને આરાધી શકે છે. આટલા પરથી સમજાશે કે ઉપરઉપરનો અતાત્ત્વિક ધર્મસંન્યાસ છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકે (સર્વવિરતિ ગુણસ્થાનકે) થાય છે, પરંતુ તાત્ત્વિક ધર્મસંન્યાસની પ્રાપ્તિ આઠમા ગુણસ્થાનકે (અપૂર્વકરણ ગુણસ્થાનકે) થાય છે, ત્યારે ક્ષાયોપમિક ભાવો નાશ પામે છે, અને મોહ વગેરે ઘનઘાતી કર્મોનો નાશ થતો જાય છે. (આ બીજા અપૂર્વકરણ વખતે પ્રાણી ક્ષપક શ્રેણી માંડે છે, અને પ્રથમ અપૂર્વકરણ વખતે ગ્રંથિભેદ કરે છે તે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org