________________
૩/૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દુઃખનું નિવારણ કરવાનો ઉપાય પણ છે. આ ચાર સત્યને દુઃખ, દુઃખસમુદય, દુ:ખનિરોધ અને દુ:ખનિરોધમાર્ગ અથવા દુ:ખનિરોધગામિની પ્રતિપદા કહેવામાં આવે છે. આર્ય એટલે પવિત્ર, મહાનું, ઉદાત્ત. આ તો નિર્વિવાદ છે કે દુઃખ છે, તે દુઃખનું કારણ કંઈપણ હોવું જ જોઈએ તો તે દુઃખને દૂર કરવા માટે સત્ય માર્ગ જાણવાની જરૂર છે. પ્રથમ સત્ય (દુ:ખ સત્ય) :
જન્મ દુ:ખ છે; જરા દુઃખ છે; વ્યાધિ દુ:ખ છે; મરણ દુઃખ છે, શોક, પરિવેદના, દુઃખ, દૌર્મનસ્ય અને અપાયાસ (નિરાશા) એ દુઃખ છે.* જન્મ એટલે કોઈપણ પ્રાણીવર્ગની જાતિમાં જન્મ લેવો તે. જરા એટલે પાકા વાળ થઈ જવા, શરીરે નબળાઈ આવવી, ચામડી જર્જરિત થવી, ઈદ્રિયનો વ્યાપાર મંદ પડવો વગેરે જેમાં રહેલ છે એવું ઘડપણ. વ્યાધિ એટલે રોગ થવો તે. મરણ એટલે એક જાતિમાં જન્મ લીધા પછી તે જન્મી તરીકે નાશ થવો તે. શોક એટલે કોઈપણ જાતના નુકસાનથી થતું દુઃખ. પરિવેદના એટલે તે શોકથી જે રડવું, કૂટવું વગેરે દુઃખ એટલે શરીરને – શરીરસ્પર્શથી જે દુઃખ થાય છે તે. દૌર્મનસ્ય એટલે મનને જે દુઃખ થાય છે તે. અપાયાસ એટલે. કોઈપણ જાતના નુકસાનથી અને તેને લીધે થતા શોકથી જે ખિન્નતા – નિરાશા થાય છે તે.
જે જે જન્મ પામેલ છે તેને પોતે જે ઇચ્છે છે તે ન મળવાથી દુઃખ થાય છે.
૧. આયુર્વેદમાં શારીરિક સ્વસ્થતા માટે જે ચાર મુખ્ય તત્ત્વ ગણાવ્યાં છે તે જ ચાર સત્ય અહીં
આધ્યાત્મિક કે માનસિક સ્વસ્થતા માટે મૂકવામાં આવ્યાં છે. તે જ પ્રમાણે બરાબર યોગસૂત્રમાં જણાવેલ છે ? (જુઓ યોગસૂત્ર, ૨ (૧૫) ટીકા.)
यथा चिकित्साशास्त्रं चतुर्वृहम्, रोगो, रोगहेतुः, आरोग्य, भैषज्यं इति, एवं इदमपि शास्त्रं चतुर्दूहमेव, तद्यथा संसारः, संसारहेतुः, मोक्षो, मोक्षोपायः इति. तत्रः दुःखबहुलः संसारो हेयः, प्रधान पुरुषयोः संयोगो हेयहेतुः, संयोगरयात्यंतिकी निवृत्तिनि, हानोपायः सम्यग्दर्शनम् --
= જેમ ચિકિત્સાશાસ્ત્ર રોગ, રોગનો હેતુ, આરોગ્ય અને ઔષધાદિ ઉપાયો એમ ચાર વિભાગ (સંક્ષિપ્ત અવયવરચનાવાળું) છે, તેમ સર્વના અનુગ્રહ માટે પ્રવૃત્ત થયેલું આ યોગશાસ્ત્ર પણ સંસાર, સંસારનો હેતુ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એમ ચાર યૂહ (સંક્ષિપ્ત અવયવરચના)વાળું છે. તે ચાર ભૂહમાં દુઃખબહુલ સંસાર તે હેય છે, પ્રધાન અને પુરુપનો સંયોગ એ હેયનું કારણ છે, તે સંયોગની આત્યંતિકી નિવૃત્તિ તે હાન કિંવા મોક્ષ છે, અને
તે હાનનો ઉપાય સમ્યગ્દર્શન છે. ૨. આ સત્ય નવીન નથી, બુદ્ધ પહેલાંના બ્રાહ્મણ ગ્રંથોમાં જણાવેલ છે કે :
ન નર ન મૃત્યુને શો: – છાંદોગ્ય ૪૮-૮-૧, ન પડ્યો મૃત્યું પતિ ન રોનું – છાંદોગ્ય ૭-૨૬-૨, નર મૃત્યુમતિ – બૃહદારણ્ય ૩-૫-૧; ન ત૨ રોજ ન નર ન મૃત્યુ – શ્વેતાશ્વતર ૨-૧૨; નન્મ મૃત્યુ નરા વ્યાધિ દોષાનુદર્શનમ્ – ગીતા ૧૩-૬; નન્મમૃત્યુ ગર,ઃ ર્વિમુવતો Sમૃતગ્મતે – ગીતા ૧૪-૨૦, આ છેલ્લી બે ગીતાની કડીઓથી બુદ્ધની ઉક્તિ ભિન્ન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org