________________
ધર્મપ્રવર્તક તરીકે મહાવીર
૮૧
પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની સત્તા છે. સર્વ જીવો પોતાના જેવા છે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પણ મુક્તિ પ્રત્યે ગમન કરવા માટે હક્કદાર છે એટલું જ નહીં પરંતુ તેને પુરુષાર્થથી હસ્તગત કરી શકે છે. આથી વૈદિક હિંસા જેવી ક્રૂર અને ભયંકર રૂઢિના પર સખત અને તીવ્ર ઘા મૂકી અહિંસા કે જેની અંદર જે કંઈ સુંદર, હિતકર અને કલ્યાણ કરે છે તે સમસ્ત સમાઈ જાય છે તેનો પ્રચંડ ઉદ્ઘોષ કરી “અહિંસા પરમો ધર્મ' એને પ્રથમ સ્થાન આપ્યું.
(૭) મનુષ્ય કે કોઈ જીવને પોતાના પુરુષાર્થ સિવાય મુક્તિપ્રાપ્તિમાં અન્ય સહાયની અપેક્ષા નથી, તેથી કોઈ દેવ કે બીજાને યજ્ઞાદિકથી રાજી રાખવા અને તેમ રાજી રાખે ઇષ્ટ વસ્તુ મેળવી શકાય છે એ તદ્દન મિથ્યા છે એમ બતાવી યજ્ઞાદિકથી દેવોનું આહ્વાન, તેમના પ્રસાદ (કૃપા)ની પ્રાપ્તિ આદિ ઉપર મીંડું મૂક્યું, અને man is the architect of his fortune – મનુષ્ય પોતાના સૌભાગ્યનો પોતે જ અધિપતિ - નિર્માતા છે એ અમિશ્રિત અને સ્પષ્ટ શબ્દોમાં જગત સમક્ષ પ્રતિપાદિત કર્યું.
(૮) દર્શન – તત્ત્વજ્ઞાનમાં આત્માનું અસ્તિત્વ બતાવી તે આત્માનું અંતિમ લક્ષ્ય સાધવા માટે એકલું જ્ઞાન, એકલી ક્રિયા; એકલું તપ, એકલી ભાવના; એકલું વીર્ય, એકલી સાધ્યદષ્ટિ; એકલું કથન – કહેણી, એકલો આચાર – રહેણી એ નિષ્ફળ છે, પણ તે સમસ્તની જરૂર છે – સફલતા માટે એ સમસ્તનો યોગ આવશ્યક છે. જગતની અને આત્માની નિત્યતા અનિત્યતા, અસ્તિત્વ નાસ્તિત્વ, વક્તવ્યતા અવક્તવ્યતા, એમ બંને જુદીજુદી દષ્ટિથી જોતાં જણાય છે. આમ સર્વનું મિશ્રણ અને સર્વથી સ્વાતંત્ર્ય એ બંને સ્વરૂપ જણાવી વિશ્વવ્યવસ્થા, આત્મસ્વરૂપ, અને મુક્તિમાર્ગ વિશાલ દષ્ટિથી દર્શાવેલ છે અને તેથી તે સમગ્ર વાદને “સાદ્વાદ' અથવા તે દર્શનને “અનેકાંત દર્શન એવું વ્યાપક અને સર્વલક્ષી નામ આપવામાં આવ્યું છે. આ સ્યાદ્વાદનો સિદ્ધાંત વિશેષ સમજતા-સમજાવતાં અનેક પૃષ્ઠો ભરાય તેમ છે તેથી સ્થૂલ વ્યાખ્યા રૂપે તેને અત્ર દર્શાવેલ છે.
જૈન દર્શનના છેલ્લા ધર્મપ્રવર્તકનું “મહાવીર' એ નામ ઉચ્ચારવા સાથે તેમના ઉપલા સિદ્ધાંતો જાણ્યા પછી તેમની મહાન શક્તિનું ભાન થાય તેમ છે. તેઓ દાનવીર, ધર્મવીર અને કર્મવીર હતા - તેમનામાં આત્મબળ (Soul-force) મહાન હતું અને તે આત્મબળથી જ પોતાની તેમજ બીજા અસંખ્ય આત્માઓની સિદ્ધિ થઈ શકી હતી.
પોતાના તપોબળથી શુભાશુભ કર્મોને વિખેરી નાંખી આત્માની અનંત શક્તિ પ્રાપ્ત કરી પોતાના સિદ્ધાંતોનો ઉપદેશ તેમણે કર્યો હતો. તેમના સમયમાં થતી હિંસા, અમુક વર્ગનો જુલમ અને તેથી બીજા વર્ગોની થતી અવગણના, એ સર્વ દૂર કરવા અર્થે તેમણે પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં પોતાના વાણી-બળનો – ઉપદેશબળનો ઉપયોગ સફળ રીતે કર્યો હતો.
આમ મહાવીરના ઉપદેશમાંથી વધુને બાજુએ મૂકીએ તો આટલું તો તાત્પર્ય સ્પષ્ટકારમાં પારદર્શક રીતે (પુનરુક્તિનો દોષ વહોરી રા. સુશીલના શબ્દોમાં કહીએ તો) જણાશે કે મુખ્ય બે વાત ઉપર વધારે ભાર મૂકી તેની અસર સમાજ ઉપર તેમણે દઢ રીતે વિસ્તારી હતી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org