________________
પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ
સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, પુરુષ-સ્ત્રી-નપુંસક એ ત્રણ વેદ, અજ્ઞાન, કષાયાદિ સંગ, આદિ સહિત – દેહાદિના આત્યંતિક વિયોગને મોક્ષ કહેવામાં આવે છે. એ સિદ્ધનું – મુક્તનું જીવન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અને અનંતસુખ રૂપ હોય છે. સિદ્ધદશા સુખમય છે એ અભિપ્રાયથી વિરુદ્ધ મત આપનાર ત્રણ દર્શનો છે ઃ ૧. વૈશેષિકો એમ કહે છે કે આત્માને મુક્તિ મળે ત્યારે બુઠ્યાદિ ગુણ માત્રનો ઉચ્છેદ થાય છે એટલે આત્માને સુખમય મનાય નહિ, ૨. બૌદ્ધો એમ જણાવે છે કે ચિત્તસંતાનનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનો અસંભવ છે અને તેથી એ દશામાં સુખ માનવાની તે ના પાડે છે. બુદ્ધે શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ બંને અંતોનો નિષેધ કર્યો છે અને પ્રતીત્યસમુત્પાદની સ્થાપના કરી છે. અને ૩. સાંખ્યો આત્મા અભોક્તા છે તેથી મોક્ષમાં તેની સુખમયતા માની શકાય નહિ એમ સમજાવે છે.
૨૨૯
વૈશેષિકો કે જે મોક્ષમાં બુદ્ધિનો ઉચ્છેદ કહે છે તેમાં તેઓ સ્ખલના કરે છે. મોક્ષમાં ઇંદ્રિયજન્ય બુદ્ધિનો ઉચ્છેદ હોઈ શકે, પરંતુ આત્મસ્વભાવભૂત અતીંદ્રિય
જ્ઞાનનો ઉચ્છેદ અસંભવિત છે. અહીંદ્રિય જ્ઞાનનો પણ નાશ થઈ જતો હોય તો તેવી સિદ્ધિ તો કોઈ ઇચ્છશે નહિ. એક સ્થલે કહ્યું પણ છે કે ‘વૃંદાવનમાં વાસ કરી શિયાળપણે અથવા તેની સાથે રહેવું તેને ગૌતમ સારું ગણે છે, પણ વૈશેષિકી મુક્તિને ઇચ્છતો નથી.
[ वरं वृन्दावने रम्ये क्रोष्टृटत्वमभिवांछितम् । न तु वैशेषिकीं मुक्ति गौतमो गन्तुमिच्छति ।। ‘સ્યાદ્વાદમંજરી’ શ્લો. ૮ ટીકા વૈશેષિકોની પેઠે મીમાંસકોનું પણ સમજી લેવું. તેઓ પણ કોઈપણ પ્રકારનું સુખદુઃખ ન રહે તે સ્થિતિને મોક્ષ કહે છે. વાસનાદિક સર્વે આત્મગુણ ઉચ્છિન્ન થયા નથી ત્યાં સુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ થતી નથી. સુખદુઃખનો સંભવ ધર્મ અને અધર્મના નિમિત્તથી થાય છે, તેનો ઉચ્છેદ થતાં કાર્યરૂપ શરીરનો ઉપપ્લવ થાય અને આત્માને સુખદુઃખ રહે નહિ માટે તે મુક્ત કહેવાય એમ મીમાંસકો કહે છે. આત્મા પોતે જ સુખસ્વરૂપ હોવાથી સ્વરૂપનો ઉચ્છેદ મુક્તિમાં પણ સંભવતો નથી એમ કહેવામાં ન આવે તો સર્વથા અવ્યવસ્થા થઈ જાય. જો સર્વથા સુખાભાવ મોક્ષમાં હોય તો તે પ્રાપ્ત કરવા માટે કરેલ પ્રયત્ન પણ અર્થ વગરના થઈ જાય.
ન
સાંખ્ય મતાનુસાર ચૈતન્યસ્વરૂપ પુરુષ એક તૃણને પણ નમાવવાને અસમર્થ છે, જડ પ્રકૃતિને આ ત્રી તે અજ્ઞાન તમચ્છન્ન થાય છે અને ત્યારે પ્રકૃતિગત સુખાદિ ફળને પોતાનામાં પ્રતિબિંબે છે. જ્ઞાન પેદા થવાથી એને દુઃખરૂપ સમજે છે અને જ્યારે તેને વિવેકખ્યાતિ થાય છે ત્યારે તે કર્મથી વેગળો ખસતો જાય છે. પ્રકૃતિ દૂર થતાં પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન તે સાંખ્યમતનો મોક્ષ સમજવો. આનંદ વગેરે પ્રકૃતિનાં કાર્ય હોવાથી પુરુષને તેની સાથે લાગતુંવળગતું નથી. જ્ઞાનને આ દર્શનવાળા પ્રકૃતિનો ધર્મબુદ્ધિનો વિષય |ધર્મ માને છે તે અસંભવિત છે, કારણકે તેઓના માનવા મુજબ મુક્તાત્મા પણ જ્ઞાનના અભાવે અજ્ઞાનતમ જ રહે છે. સંસારી આત્માને અકતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International