________________
૧૧૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
(૩) આકુલતાની નિવૃત્તિપૂર્વક આહ્લાદાત્મક આત્માનો ગુણવિશેષ તે ‘સુખ’છે. (૪) સત્ય પદાર્થોમાં વિશ્વાસને - શ્રદ્ધાને સમ્યક્ત્વ’ ગુણ કહે છે.
(૫) હિંસા, જૂઠું બોલવું, ચોરી, મૈથુન અને ધનકુટુંબાદિકમાં મમત્વરૂપ બાહ્યક્રિયા (પરિગ્રહ), તથા યોગ (પંચ સ્કંધોને ગ્રહણ કરવાની શક્તિ. જીવને પુદ્ગલ સાથે જોડનારી શક્તિ-યુજ્=જોડવું એ ધાતુ પરથી), અને કષાય (કપ્ સંસાર અને આય - લાભ, જેથી સંસારપ્રાપ્તિ થાય એવા ક્રોધ, માન, માયા, અને લોભ) રૂપ અત્યંતર ક્રિયાની નિવૃત્તિથી પ્રાદુર્ભૂત આત્માનો ગુણવિશેષ તે ‘ચારિત્ર’ છે.
=
:
આ ગુણો સાથે કર્મનો સંબંધ જોઈએ ઃ ગુણને કેટલાંક કર્મો ઘાતક હોય છે અને કેટલાંક ઘાતક હોતાં નથી, અને તે પ્રમાણે ઘાતી અને અઘાતી એવા કર્મના બે ભેદ પાડવામાં આવ્યા છે. જે આત્માના ગુણના ઘાતક હોય તે ‘ઘાતી' કર્મ કહેવાય છે, અને જે કર્મ જીવના ગુણોનો ઘાત ન કરે, પણ શરીર આદિ તથા ઇષ્ટઅનિષ્ટ પદાર્થોનો સંયોગવિયોગ આદિ જીવને પ્રાપ્ત કરાવે છે તેને ‘અઘાતી’ કર્મ કહેવામાં આવે છે. ઘાતી કર્મ ચાર પ્રકારનાં છે ઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય.
-
જ્ઞાનને (મતિ આદિ પાંચ જ્ઞાનને) આવરે, તેનું આચ્છાદન કરે, તેનો ઘાત કરે તે ‘જ્ઞાનાવરણ’, ચક્ષુ આદિ સામાન્ય બોધને – દર્શનને જે આવરે – તેનું આચ્છાદન કરે, તેનો ઘાત કરે તે ‘દર્શનાવરણ’. આમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી આત્માની જ્ઞાન-ચેતના અને દર્શનચેતના અપ્રગટ રહે છે, અને તે કર્મનો જે અંશમાં ક્ષયોપશમ હોય તે અનુસાર કિંચિત્ જ્ઞાન અને દર્શન શક્તિની વ્યક્તતા થાય છે. આત્માની હાલની શક્તિ એ કર્મના અભાવથી નહિ પણ ક્ષયોપશમથી જ પ્રગટ થયેલી છે. સાંસારિક વૈભવ-સુખ-દુઃખ આદિ કર્મના આગમજન્ય છે, પરંતુ જ્ઞાન-શક્તિ કર્મના ક્ષયોપશમજન્ય છે. એ વાત બુદ્ધિમાને ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. જે અંતર=વચમાં આવવું અર્થાત્ લાભાદિના વચમાં આવે – વિઘ્નભૂત થાય એટલે લાભાદિ જીવને પ્રાપ્ત થતાં અટકાવે, મતલબ કે જે આત્માના વીર્યગુણનો ઘાત કરે એટલે જેથી આત્માનું અનંત વીર્ય પ્રકટ થઈ શકતું નથી, અને સ્વભાવથી રમણરૂપ ચારિત્રનો લાભ બનતો નથી તેને ‘અંતરાય' કહે છે; મોહથી જે જીવને વિચિત્રતા પ્રાપ્ત કરાવે તે મોહનીય’. તેના બે ભેદ છે. ૧. દર્શનમોહનીય ૨. ચારિત્રમોહનીય. સમ્યક્ત્વ અર્થાત્ સમ્યગ્દર્શન ગુણનું જે કર્મ ઘાતક થાય તેને ‘દર્શનમોહનીય' = ‘મિથ્યાબોધ' કહેવામાં આવે છે, અને જે કર્મ ચારિત્રગુણનો ઘાત કરે તે ‘ચારિત્રમોહનીય’-(રાગાદિ પરિણામરૂપ) છે. મતલબ કે મોહનીય કર્મના નિમિત્ત વડે કામ-ક્રોધ-લોભ-મોહ આદિ વિભાવ પરિણામમાં આત્મા અનુરંજન પામી પોતાના સ્વભાવથી વ્યુત થાય છે. આ ચાર ઘાતી.કર્મની વિશેષ શક્તિ કહેવામાં આવી. સામાન્ય શક્તિ એ છે કે સમસ્ત ઘાતી કર્મ પોતાની સામાન્ય શક્તિથી જીવનો ‘સુખ’ ગુણ ઘાતે છે. હવે અઘાતીકર્મ પર આવીએ. તે ચાર છે ઃ વેદનીય, ગોત્ર, આયુ અને નામકર્મ.
ઇષ્ટ તથા અનિષ્ટ ઈંદ્રિય વિષયોનું જે અનુભવ કરાવે તે ‘સાતા’ (સુખરૂપ) અને ‘અસાતા’ (દુઃખરૂપ) – એ બે ભેદરૂપ વેદનીય કર્મ' છે, તેથી જીવને આકુળતા થાય. (વેદનીયમાં વેદવું = અનુભવવું, ભોગવવું એ ધાતુ છે.), જેના ઉદયથી – જે કર્મના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International