________________
૧૪૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
(૩) ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એ પણ ઘટતો નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે. ઈશ્વર જગનો કર્તા નથી તેમ કર્મનો પ્રેરક નથી તેમજ કર્મફલદાતા નથી. જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પદાર્થ રહ્યો નહિ, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા અથવા ઈશ્વરના ગુણ ઠર્યા. તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ. માટે કર્મ ઈશ્વરપ્રેરિત નહિ, પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે.
ઈશ્વરે પોતાના અંશ રૂપ જીવને ઉત્પન્ન કર્યા છે તેથી જીવ ઈશ્વરનો અંશ છે અને જીવ તથા ઈશ્વરનો અંશાંશીભાવ રૂપે સંબંધ છે એ માનવું યોગ્ય નથી. જો જીવ ઈશ્વરનો અંશ માનીએ તો ઈશ્વરના જેવો જીવ હોવો જોઈએ કારણકે અંશાંશીમાં ભેદ હોતો નથી, તેથી ઈશ્વરની પેઠે જીવ પણ નિર્મલ છે એમ માનવું જોઈએ. ત્યારે આવા નિયતિસ્વરૂપી જીવને કર્મ લગાડીને મલસહિત કરવાનું કારણ શું હતું ? ઈશ્વર પોતાના અંશને તેવો બનાવે તે માનવું ઈશ્વરને દૂષણરૂપ છે. તેમ ઈશ્વરને કર્મકલંક સહિત માનવો યોગ્ય નથી. માટે ઈશ્વરની ઇચ્છાથી આત્મા કર્મ બાંધે છે અને પૂર્વે બાંધ્યા છે એ માનવું અયોગ્ય છે. જે થાય છે તે કર્મથી થાય છે, અને આજ્ઞા તે કર્મને બાંધે છે. આત્માના શુભાશુભ પરિણામથી જીવને કર્મ લાગે છે. શુભથી શુભ કર્મ ને અશુભથી અશુભ કર્મ લાગે છે. બાકી કર્મને કોઈ જ્ઞાન નથી જે આ જીવે પાપ કર્યું માટે હું એને પાપરૂપી કર્મ થઈ લાગું.
(૪) ચોથો વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થાય છે તે પણ યથાર્થ નથી; કારણકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્માં ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય ? અથવા દ્રવ્ય કર્મનું બીજું નામ પ્રકૃતિ છે, એટલે કર્મનું કર્તાપણું કમને જ કહેવા બરાબર થયું. અને તેનો નિષેધ ઉપર કરી બતાવેલ છે. પ્રકૃતિ નહિ તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું મનન કરવા રૂપે અવલંબન લે છે તે અંતઃકરણ છે. જો ચેતન મનન કરે નહિ તો કંઈ તે કર્મવળગણામાં મનન કરવાનો ધર્મ નથી, તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે અને તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, બાકી મુખ્યપણે ચેતન તે કર્મનો કર્તા છે.
જો કોઈપણ પ્રકારે આત્માને કર્મનું કત્વ ન હોય તો કોઈપણ પ્રકારે તેને ભોસ્તૃત્વ પણ ન કરે અને જ્યારે એમ જ હોય, તો પછી તેનાં કોઈપણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન થાય. જ્યારે કોઈપણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય, તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુ:ખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? “જ્યાં સુધી આત્મજ્ઞાન નહિ ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થતી નહિ' – એમ વેદાંતાદિ કહે છે તે જો દુ:ખે ન જ હોય, તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ ? અને કર્તૃત્વ ન હોય તો દુઃખનું ભોક્તાપણું ક્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org