________________
આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક)
૧૪૧
છે તેથી તેને “અનિત્ય” પણ તે દષ્ટિએ કહેવામાં વિરોધ નથી. ઘટનો વિનાશ અને ઘટની ઉત્પત્તિનો અર્થ એ છે કે માટી દ્રવ્ય એક આકારથી બીજા આકારમાં ગયું. પહેલાં માટી દ્રવ્ય પિંડાકારમાં હતું તે ઘટાકાર થયું ત્યારે ઘટોત્પત્તિ કહેવામાં આવે છે, અને ઘટાકારને છોડી કપાલાકાર (ઠીંકરા આકાર)માં આવ્યું તેને ઘટનો વિનાશ કહેવામાં આવે છે. વાસ્તવમાં કોઈ પદાર્થ નષ્ટ થતો નથી તેમ કોઈ પદાર્થ ઉત્પન્ન થતો નથી. ૩. આત્મા કર્મનો કર્તા છે
વ્યવહારનયથી આત્મા પુદ્ગલકર્મ આદિનો – જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મોનો તથા આદિ એટલે ઔદારિક, વૈક્રિયક, આહારકરૂપ ત્રણ શરીર અને આહાર આદિ છ પર્યાપ્તિને યોગ્ય જે પુગલ પિંડરૂપ છે તેનો કર્યા છે અને તે જ રીતે બાહ્ય વિષય ઘટ પટ આદિનો કર્તા જીવ છે. નિશ્ચયનયથી આ આત્મા ચેતન-કર્મનો કર્તા છે એટલેકે રાગદ્વેષરૂપ ભાવકર્મનો કર્તા છે. અને શુદ્ધ નથી અનંતજ્ઞાન, સુખ આદિ શુદ્ધભાવોનો છઘસ્થ અવસ્થામાં એકદેશ કત્તા આત્મા છે જ્યારે મુક્તદશામાં અનંતજ્ઞાનાદિ શુદ્ધભાવોનો કર્તા છે.
જીવ કર્મનો કર્તા નથી, પણ કર્મ પોતે જ કર્મનો કર્તા છે, અથવા તે કર્મ અનાયાસે થયા કરે છે, કારણકે જો એમ ન સ્વીકારીએ તો જીવનો કર્મ એ ધર્મ – સ્વભાવ જ થઈ જાય અને તેમ થયે જીવ કદીપણ કર્મથી નિવૃત્ત ન જ થાય કારણ કે ધર્મીમાં હમેશાં ધર્મ નિત્યપણે હોય છે. આ શંકાનું નિવારણ એ છે કે ચેતનની પ્રેરણાથી જ કર્મનું ગ્રહણ થાય છે. જો તેવી પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવા રૂપ સ્વભાવ જડનો છે જ નહિ. અને જો એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કહે છે એમ સિદ્ધ થાય છે. પ્રેરણારૂપ પ્રવૃત્તિ ચેતનમાં છે, પણ કાંઈ જડ પદાર્થમાં – કર્મમાં તે સ્વભાવ નથી. અને જો સ્વભાવ ન હોય તો તેનું પરિણામ પણ થાય નહિ. તેથી જડકર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહિ હોવાથી તે-તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણા શક્તિ છે તેથી કર્મનો કર્તા કર્મ કહેવાય નહિ. વળી કમ અનાયાસથી થાય છે કે નહિ તે વિચારીએ. અનાયાસ એટલે શું ? (૧) આત્માએ નહિ ચિંતવેલું અથવા (૨) આત્માનું કંઈપણ કર્તુત્વ હોવા છતાં પ્રવર્તેલું નહિ ? આત્માનું કંઈપણ કર્તુત્વ ન હોવા છતાં પ્રવર્તતું ? (૩) અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું ? અથવા (૪) પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું ?
(૧) પ્રથમ વિકલ્પ આત્માએ નહિ ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી અને જ્યાં ગ્રહવાપણું રહે નહિ ત્યાં કમનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે અને ગ્રહણગ્રહણ કરે છે–એમ અનુભવ થાય છે.
(૨) જેમાં તે કોઈપણ રીતે પ્રવર્તતો જ નથી તેવા ક્રોધાદિભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી, તેથી એમ જણાય છે કે નહિ ચિંતવેલાં અથવા આત્માથી નહિ પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org